________________
ચમત્કાર
ચમત્કાર
પ્રશ્નકર્તા : છતાં જે અનુભવ ચમત્કારીરૂપે સ્વપ્નામાં થાય છે, તેને શું કહેવાય ? મારી ભયંકર માંદગીમાં દાદાએ સ્વપ્નામાં આવીને હાર પહેરાવી વિધિ કરાવી. ને બીજે જ દિવસે સવારે ચમત્કારિક રીતે મારું બધું જ દર્દ-બીમારી જતી રહી ને ‘નોર્મલ” થઈ જવાયું. એ અનુભવ સત્ય હોય
દાદાશ્રી : આ ચમત્કાર નથી, વાસ્તવિકતા છે. હું રૂબરૂ મળ્યો હોઉં એના જેવું આ સૂક્ષ્મ સ્વરૂપે મળ્યો છું. આ વાસ્તવિકતા છે, આમાં ચમત્કાર કોઈ નથી.
પ્રશ્નકર્તા : આ તો તમારી પાસે આવ્યા એ સમજે. બાકી તો હજારમાંથી નવસો નવાણુંની ભાષા પેલી જ ને ?
દાદાશ્રી : હા. એ જ ભાષા. તેથી કહું છું ને, આપણા લોકોને તો જૂઠો છે કે સાચો, એની પડી નથી. ચમત્કાર દેખાડે એટલે પાંસરો રહે, નહીં તો પાંસરો ના રહે. પણ હું તો ચમત્કાર દેખાડે તો સમજું કે બનાવટ કરી, આ લોકોએ. ચમત્કાર શી રીતે થાય માણસથી ? એ કેવી રીતે ‘પોસીબલ' છે ? વિજ્ઞાન કબૂલ કરે તો જ ચમત્કાર ‘પોસીબલ’ છે ! ચમત્કાર એ બુદ્ધિગમ્ય વસ્તુ હોય અને જ્ઞાનગમ્યમાં ચમત્કાર હોતા નથી. બુદ્ધિગમ્યમાં જે ચમત્કાર હોય છે, એ તો ઓછી બુદ્ધિવાળાને વધારે બુદ્ધિવાળો ફસાવે છે. એટલે ચમત્કાર વસ્તુ હોય નહીં !
પ્રશ્નકર્તા : એટલે દાદા, આ કંઈક બુદ્ધિથી પર વસ્તુ છે. જે ભલે ચમત્કાર નથી, પણ બુદ્ધિથી પરની કંઈક વસ્તુ છે ?
દાદાશ્રી : ના, એ ય નથી. આ ચમત્કાર કરે છે, એ બુદ્ધિથી પરની વસ્તુ યે નથી. બુદ્ધિથી પર એક જ વસ્તુ છે, એ જ્ઞાન છે. એ તો સ્વપર પ્રકાશક જ્ઞાન છે અને જ્ઞાનમાં ચમત્કાર હોતો નથી. અને જો ચમત્કાર કહો, તો એ બુદ્ધિમાં ગણાય. પણ બુદ્ધિમાં ય એને ચમત્કાર કહેવાય નહીં
આ તો ખુદાઈ ચમત્કાર !!! એટલે જ્ઞાનમાં ચમત્કાર હોતા નથી. એવું છે, હું તો જ્ઞાની પુરુષ છું પણ મહીં ખુદ ખુદા પ્રગટ થઈ ગયા છે. એ ખુદાઈ ચમત્કાર દેખાડે કે ના દેખાડે, થોડો ઘણો ? ખુદાઈ ચમત્કાર એટલે શું કે પેલાને ગાળો દેવી હોય તો ય એનાથી ના દેવાય. અહીં ગળા સુધી શબ્દ આવે, પણ બોલાય નહીં. એવું બને કે ના બને ? એક માણસ અહીં આવેલો, તે ઘેરથી પંપ મારી મારીને આવેલો કે આજ તો દાદાને જઈને બોલું. તે મને ગાળો દેવા આવેલો. પણ અહીં બેઠોને, તે અહીં ગળેથી શબ્દ ના બોલાય. એ ક્યો ચમત્કાર કહેવાય ? ખુદાઈ ચમત્કાર ! એવા કેટલાંય ખુદાઈ ચમત્કાર જ્ઞાની પુરુષ' પાસે હોય, જેને ચમત્કાર નથી કરવો ત્યાં ચમત્કારો બહુ હોય. છતાં અમે એને ચમત્કાર નથી કહેતા.
પ્રશ્નકર્તા : પણ દાદા, આવું બને એટલે બધાને ચમત્કાર તો લાગે કે નહીં ?
દાદાશ્રી : આવું તો હજારો જગ્યાએ બને છે. અને આને હું ચમત્કાર કહું તો લોકો મને બાવો બનાવે કે તમે ચમત્કારી બાવા છો. હું બાવો નથી.
કેટલાંયને ‘દાદા’ સ્વપ્નામાં આવે છે, વાતચીત કરે છે. હવે આ તો કશું મારું કહેલું નથી. ‘ધીસ ઈઝ બટ નેચરલ'. જેની જેવી ચિત્તવૃત્તિઓ હોયને, કોઈ ભગવાનને ખોળતી હોય, તો એને એવું બધું દર્શન થાય ! મુસલમાનને ય ‘દાદા’ ખ્વાબમાં આવે છે, તે મને ખબરે ય નથી હોતી !
પ્રશ્નકર્તા : દાદા એમ નથી કહેતા કે હું ચમત્કાર કરું છું, પણ એવા ચમત્કારો થાય છે ને ?
દાદાશ્રી : એ થાય છે ને. જગત તો આને ચમત્કાર કહે. પણ આપણે જો ચમત્કાર કહીશું તો જગત વધારે ગાંડું વળશે. એ ચમત્કાર ભાષા જ ઉડાડી મૂકો ! એટલા માટે મેં આ શોધખોળ કરી કે સંડાસ જવાની શક્તિ નથી ને ચમત્કાર શું કરવાના છે ? આવું કહીએ એટલે આ ચમત્કારનું આવું ભૂત લોકોને પેસી ગયું હોય, તે લોકો આમાંથી નીકળે બહાર !
પ્રશ્નકર્તા: આમને જે અનુભવ થયો તે શું ? દાદાશ્રી : મેં કહ્યું હતુંને કે તમારી તૈયારી જોઈએ ?! અહીં બધી