________________
ચમત્કાર
૨૫
૨૬
ચમત્કાર
ખરાબ છે ?! લોકોને આ બાજુ વાળે તે સારું જ ને !
હવે ચોખા પડયા તે ઘડીએ એક માણસની ઉપર ચોખા ના પડ્યા. એટલે એ મને કહે છે કે, ‘આજ સવારે તમારું કહેલું મેં માન્યું નહીં, તેનું આ ફળ મને મળ્યું.’ હવે આ યે ખોટું હતું ને પેલો ચમત્કાર કર્યો એ ય ખોટું હતું. મેં એવું કર્યું નહોતું.
પ્રશ્નકર્તા ઃ દેરાસરમાં દાદા ત્રિમંત્ર બોલ્યા ત્યારે જ ચોખા પડ્યા એમ કેમ થયું ?
દાદાશ્રી : એ તો નિમિત્ત એવું બનેને ! હું જોઉને, ત્યારે એણેથી
નાખે.
દાદાશ્રી : એ ભભૂતીવાળાને હું એમ કહી દઉં કે, “મારે ભભૂતી નહીં, પણ તું આપણે સ્પેનનું કેસર કાઢ. મારે બહુ ના જોઈએ, એક તોલો જ કાઢને. બહુ થઈ ગયું.” આ તો બધા મૂરખ બનાવે છે !
હવે આમાં, આ અનુસંધાનમાં બીજી એક બાબત છે, જેથી કરીને આપણે બધું ખોટું ના કહેવું. કારણ કે એવાં દેવલોકો છે કે એ ભભૂતી નાખે ખરાં. એમને ત્યાં ક્યાંથી ભભૂતી હોય ?! પણ એ તો અહીંથી ઉઠાવીને અહીં બીજે નાખે અને એમને વૈક્રિયિક શરીર હોય. આપણને એની ખબરે ય ના પડે. તે ચમત્કાર એ દેવલોકો ય કરે છે. એટલે આમાં કોઈએ એ દેવ સાધ્ય કર્યા હોય, એનાથી આવું થાય. છતાં એ ચમત્કાર નથી. એ કોઈની મદદ લીધેલી છે, બસ ! ચમત્કાર તો પોતે જાતે સ્વતંત્ર રીતે કરતો હોય. હવે આ હું કહું છું, એ રીતે તો એક જ ટકો કરતા હોય, બીજું બધું ‘એક્ઝાકરેશન’ છે. નવાણું ટકા તો બધા ખોટાં ‘એક્ઝાકરેશન” છે, સાવ !
આપણા હિન્દુસ્તાનમાં કેટલાક સંતો છે, તેમને ભભૂતિ આવે છે. પણ એ દેવલોકોનું છે, એમાં બનાવટ નથી હોતી. પણ એમાં ચમત્કાર જેવું નથી.
એ હોય મારો ચમત્કાર ! એક ફેરો પાલીતાણામાં ભગવાનનાં દેરાસરમાં ત્રિમંત્રો જોશથી બોલાવડાવ્યા. ત્રિમંત્રો જાતે હું બોલ્યો અને પછી ચોખાને બધું પડયું. ત્યારે લોક કહે છે, “એઈ... ચમત્કાર થયો.’ કહ્યું, ‘હોય આ ચમત્કાર. આની પાછળ કરામતો છે.’
પ્રશ્નકર્તા : કોની કરામતો છે ?
દાદાશ્રી : દેવલોકો ય થોડું આમાં ધ્યાન રાખે છે. લોકોનાં મન ધર્મથી છેટા જાય છેને, તે દેવલોકો આવું કરીને પણ એને આમ વાળે છે, શ્રદ્ધા બેસાડી દે છે. હવે એવું એક જ ફેરો હોય છે અને જે સો વખત બને છે, તેમાં નવાણું વખત તો ‘એક્ઝાકરેશન’ છે આ લોકોનાં. પણ એમનો ય ઈરાદો ખોટો નથી. એટલે આપણે એમને ગુનેગાર નથી ગણતા. એમાં શું ઈરાદો
પ્રશ્નકર્તા : દાદા નિમિત્ત તો ખરાં ને ?
દાદાશ્રી : એ તો અમારી હાજરીથી બધું ખુશ થઈને પડે વખતે, પણ તેમાં મેં કર્યું નથી !
પ્રશ્નકર્તા : એ તો ચમત્કાર કહેવાય કે નહીં ?
દાદાશ્રી : ના. એ ચમત્કાર ના કહેવાય. દેવો આવું બધું કરે છે તે ય એક ફક્ત હેતુ છે આની પાછળ કે લોકોને શ્રદ્ધા બેસાડવા માટે.
પ્રશ્નકર્તા : હા, માણસ કરે એ તો ચમત્કાર ન કહેવાય. પણ દેવો કરે એ ચમત્કાર ન કહેવાય ?
દાદાશ્રી : જો એ દેવો ચમત્કાર કરી શકતા હોય તો પછી અહીં મનુષ્યમાં શું કરવા આવે ? એમને તો અવધિજ્ઞાન ખરુંને, તે જવાનું થાય ત્યારે માળા કરમાય...... એટલે ઉપાધિ થયા કરે કે અરેરે, ઓ તો ઘાંચીને ત્યાં મારો અવતાર છે ! અને તમે ચમત્કારવાળા છો, તે અહીં શું કરવા અવતાર કરો છો ? ત્યાં બેસી રહોને !
એક તીર્થંકર એકલા ન થવાની વસ્તુ કરી શકે, જે બીજાથી થાય નહીં, એમનું એટલું સામર્થ્ય છે. પણ એવું કરે તો એમનું તીર્થંકરપદ જતું રહે, તરત ખોઈ નાખે !