________________
ચમત્કાર
૧૨.
ચમત્કાર
છે !” કહેશે ? પણ હું ‘ગેરંટી’ સાથે કહું છું કે અહીં ‘સીક્રેસી’ જેવી વસ્તુ જ નથી. ચોવીસેય કલાક ગમે ત્યારે તારે જોવું હોય તો આવ, અહીં સીક્રેસી’ જ નથી જ્યાં આગળ ! અને જ્યાં ‘સીક્રેસી’ નથી ત્યાં કશું છે જ નહીં અને કંઈક છે’વાળા ‘સીક્રેટ’ હોય છે. એમની રૂમમાં અમુક ટાઈમ સુધી પેસવા ના દે. અહીં તો ગમે તે ‘એટ એની ટાઈમ” પેસી શકે છે, રાતે બાર વાગે, એક વાગે ! કોઈ ‘સીક્રેસી’ જ નથી પછી શું ? ‘સીક્રેસી’ નથી તેમ કોઈ “ડીપ્રેશન' જોવામાં ના આવે. ગમે તે ‘એટ એની ટાઈમ” કોઈ મિનિટ પણ દાદા “ડીપ્રેશનમાં હોઈ શકે નહીં. ‘એલિવેશનમાં તો રહેતા જ નથી, પણ “ડીપ્રેશન' ય ના હોય ! એ પરમાનંદમાં જ હોય.
એટલે મારે આ સિદ્ધિઓ વાપરવી હોય તો વાર લાગે ખરી ? શેની વાર લાગે ?! જે માગે તે મળે, પણ હું ભિખારો નથી. કારણ કે “જ્ઞાની પુરુષ' કોને કહેવાય ? સ્ત્રીઓની ભીખ નથી, લક્ષ્મીની ભીખ નથી, સોનાની ભીખ નથી, માનની ભીખ નથી, કીર્તિની ભીખ નથી, કોઈ પણ પ્રકારની ભીખ ના હોય ત્યારે આ પદ પ્રાપ્ત થાય !
આવે આફત ધર્મ પર, ત્યારે.. બાકી, ‘જ્ઞાની પુરુષ' તો દેહધારી પરમાત્મા જ કહેવાય. એટલે એ વાત તો જુદી જ છે ને ?! એ ધારે એટલું કરી શકે, પણ એ કરે નહીં ને, એવી જોખમદારી વહોરે જ નહીં ને ! હા, કંઈ ધર્મ દબાતો હોય, ધર્મ ઉપર આફત આવતી હોય, ધર્મ મુશ્કેલીમાં હોય ત્યારે કરે, નહીં તો ના કરે.
પ્રશ્નકર્તા એટલે લૌકિક ધર્મ ઉપર કંઈક આફત આવે ત્યારે ‘જ્ઞાની પુરુષ’ સિદ્ધિ વાપરે ?
દાદાશ્રી : ના, લૌકિક ધર્મ ઉપર નહીં, ખાલી ધર્મ એટલે જે અલૌકિક વસ્તુ છેને, ત્યાં આફત આવી હોય ત્યારે સિદ્ધિ વાપરે. બાકી, આ લૌકિક ધર્મ તો લોકનો માનેલો ધર્મ, એનાં કોઈ ઠેકાણાં જ ક્યાં છે તે ? આપણા મહાત્માઓ મુશ્કેલીમાં હોય, ત્યારે વાપરવી જ પડે છે ને ! તે ય અમે સિદ્ધિ નથી વાપરતા. એ તો ખાલી ઓળખાણથી (દેવ-દેવીઓને) ખબર જ આપીએ છીએ. સિદ્ધિ તો એમ ને એમ વપરાય જ નહીંને !
પ્રશ્નકર્તા ઃ સિદ્ધિ ઉત્પન્ન થાય અને વાપરવાની નહીં, તો પછી એનો અર્થ શો ?
દાદાશ્રી : જે વાપરે તેની જવાબદારી આવે. એ સિદ્ધિ તો એની મેળે જ વપરાઈ જાય, આપણે વાપરવાની નહીં.
પ્રશ્નકર્તા : સિદ્ધિનો જો ઉપયોગ ન થવાનો હોય તો પછી એ સિદ્ધિ કામ શું આવે ?
દાદાશ્રી : એવું છે, સિદ્ધિ એટલે સિદ્ધ થવાનાં અંશો ! તે અંશો આપણે સિદ્ધ થતાં પહેલાં જ વટાવી જઈએ તો સિદ્ધ થવાય ખરું ?! બાકી મનુષ્ય જેમ જેમ ઊંચે જાયને, તેમ તેમ સિદ્ધિ ઉત્પન્ન થાય. હવે તે સિદ્ધિનો દુરુપયોગ થાય એટલે સિદ્ધિ ખલાસ થઈ જાય.
તથી ચમત્કાર જગમાં ક્યાંય ? એટલે આ તો સિદ્ધિ વાપરે, તેને આપણા લોક ચમત્કાર કહે છે. તો પછી બીજો સિદ્ધિ વાપરે તે ય ચમત્કાર કહેવાય. પણ એ ચમત્કાર નથી કહેવાતો. ચમત્કાર તો, બીજો કોઈ ન કરી શકે, એનું નામ ચમત્કાર. બીજો કરે એટલે તેનો અર્થ એટલો જ કે તમે પણ એ “ડીગ્રી’ પર જશો એટલે તમે તમારી સિદ્ધિ વટાવશો, તો તેને પણ એવો જ ચમત્કાર ગણાય અને ના વટાવે તેને ચમત્કાર નહીં ?!
મારી જોટાનો બેઠો હોય તો એ મારા જેવું જ બધું કરે કે ના કરે ? અવશ્ય થાય. એટલે એ ચમત્કાર ગણાતાં નથી. એ તો ‘બાય પ્રોડક્ટ’ છે સિદ્ધિની ! મારી ઇચ્છા નથી કે આવાં ચમત્કાર કરું, પણ છતાં ય આટલું ‘બાય પ્રોડક્ટ' છે, એટલે યશનામ કર્યુ છે તેને લઈને આ પ્રાપ્ત થાય છે !
એટલે બીજો કોઈ ન કરી શકે, એનું નામ ચમત્કાર ! આ ડેફિનેશન” તમને ગમે તો સ્વીકારજો. ને નહીં તો આ ‘ડેફિનેશન” અમારી સ્વતંત્ર છે. કોઈ પુસ્તકની લખેલી કહેતો નથી !
આ ચમત્કારનો અર્થ તમને સમજાયો ને ? કોઈ કહે, ‘મેં આ