________________
૧૩૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તો કોનું નામ કહેવાય કે પરવશપણે કરવું પડે. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ને ભાવના આધારે પરવશપણે કરવું પડે. તે આ જાનવરોને બિચારાને હોય છે.
પ્રશ્નકર્તા : તો પછી પરવશતાથી ના કરે તો આસક્તિ કહેવાય ?
દાદાશ્રી : આસક્તિ જ કહેવાય ને ! આ તો શોખથી જ કરે છે. બે પલંગ વેચાતા લાવે છે ને જોડે મૂકે છે, ને મચ્છરદાની એક આખી લાવે છે. અલ્યા, આ તે કંઈ ધંધો છે ?! મોક્ષે જવું હોય તો મોક્ષે જવાના ચાળા હોવાં જોઈએ ! મોક્ષે જવાના ચાળા કેવો હોય ? એકાંત શૈયાસનના. શૈયા ને આસન એકાંત હોય.
- જ્યાં સુધી જે બાબતમાં અંધ છે, તે બાબતમાં ત્યાં સુધી દ્રષ્ટિ ખીલે જ નહીં ને ઊલટો વધારે ને વધારે અંધ થતો જાય. એનાથી દૂર રહે, ત્યાર પછી છુટો થાય. ત્યારે એની દ્રષ્ટિ ખીલતી જાય, પછી સમજાતું જાય.
એકાંત શૈયાસત !
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૨૯ જશો તો ય ફરજિયાત છે ને તેમ કરવા જશો તો ય ફરજિયાત છે. એટલે મારું કહેવાનું એ કે ફરજિયાતને ફરજિયાત જાણી અને એમાં મરજિયાત પણું છોડી દો, એમાં આપણી મરજી છે એ છોડી દો.
છ-બાર મહિના વિષયસુખ છોડી દે તો સમજાય કે આત્માનું સુખ ક્યાંથી આવે છે ! આ તો વિષય રહ્યો છે એટલે ત્યાં સુધી એને આમાં સાચું સુખ કયું, એનો ખ્યાલ નથી આવતો ! તેથી અમે કહીએ છીએ ને, વિષયમાંથી જરા ખસી તો જુઓ, તો સાચા સુખની ખબર પડશે ! વિષયમાં સુખનું હોવાપણું છે જ નહીં ! વિષયમાં તો સુખ હોતું હશે ? દરાજ થયેલી હોય અને આમ ઘસ ઘસ કર્યા કરે, દરાજ વલૂર વલૂર કરે ને બહુ મીઠું લાગે. પણ પછી એને લ્હાય બળે, એના જેવું છે !
પ્રશ્નકર્તા ઃ એમાં સાચું સુખ નથી, પણ એકદમ લિમિટેડ ટાઈમ માટે તો છે, છતાં ય એ છૂટતું નથી ને !
દાદાશ્રી : ના, એમાં સુખ જ નથી ! એ તો માન્યતા જ છે ખાલી ! એ તો મૂરખ માણસોની માન્યતા જ છે ! આ તો હાથને હાથ ઘસીએ તો. સુખ પડે તો જાણીએ કે આ ચોખે ચોખ્ખું સુખ છે, પણ આ વિષય તો નર્યો ગંદવાડો જ છે ! જો કોઈ બુદ્ધિશાળી માણસ એ ગંદવાડાનો હિસાબ કાઢે તો એ ગંદવાડા ભણી જાય જ નહીં ! હમણાં કેળાં ખાવાનાં હોય તો એમાં ગંદવાડો નથી અને એ ખાવાથી સુખ ખરું, પણ આ તો નર્યા ગંદવાડાને જ સુખ માન્યું છે. શા હિસાબે માને છે, તે ય સમજાતું નથી !
એમાં ગંદવાડો દેખાય તો એ જાય ! પ્રશ્નકર્તા : તો આ વિષયથી કેવી રીતે ખસાય ?
દાદાશ્રી : એક વાર એવું સમજે કે આ ગંદવાડો છે, તો ખસાય. બાકી આ તો ગંદવાડો છે, એવું ય સમજ્યો જ નથી ! એટલે એવી પહેલાં સમજ આવવી જોઈએ. અમને જ્ઞાનીઓને તો બધું ‘ઓપન’ દેખાય. એમાં શું શું હશે, તે મતિ તરત જ ચોગરદમ બધે ફરી વળે. મહીં કેવો ગંદવાડો છે ને શું શું કેવું છે, તે બધું દેખાડી દે ! જ્યારે આ તો વિષયો જ નથી. વિષયો તો જાનવરોને હોય. આ તો ખાલી આસક્તિ જ છે. બાકી વિષય
પ્રશ્નકર્તા: આપે એકાંત શૈયાસન કીધું, તે એમાં પણ અંદરથી તો એકાંતમાં ય ગાંઠો તો ફૂટે ને ?
દાદાશ્રી : એકાંત શૈયાસન એટલે શું ? કે શૈયામાં કોઈ જોડે નહીં ને આસનમાં ય કોઈ જોડે નહીં. સંયોગી ‘ફાઈલોનો કોઈ જાતનો સ્પર્શ નહીં. એ શાસ્ત્રકારો તો એટલે સુધી માનતા હતા કે જે આસન પર આ પરજાતિ બેઠી, તે આસન ઉપર તું બેસીશ તો તને એનો સ્પર્શ થશે, વિચારો આવશે. એવી બધી માન્યતાઓ હતી. અત્યારે એ ઝીણવટભરી માન્યતાની વાત કરીએ તો એનો અર્થ નથી. અત્યારે તો એવું ચાલ્યા જ કરે ને ! આ તો સંપૂર્ણ મોહનો કાળ છે ! આ મોહનીય કાળ નથી, મહા મોહનીય કાળ છે !!
પ્રશ્નકર્તા: એનાં આસન પર બેસવાથી પણ અસર થાય છે, એનાં કરતાં વધુ અસર તો અંદરનું છે, તેનાથી છે ને ? બહારનું તો બધું બહુ સ્થળમાં ગયું ને ? એના કરતાં અંદરનું જે ફૂટે, તો એ જરા વધારે જોર મારે ને ?