________________
ક્યાં છે ? આ તો મેકઅપને લીધે ઠીક લાગે અને અહંકારથી કદરૂપો વધારે લાગે. રૂપાળી ચામડીવાળાને મોહ વધારે હોય અને તે વધારે ભોગવાઈ જાય !
તીર્થંકરો રૂપાળા ના હોય પણ લાવણ્યમય હોય ! બહુ જ ઘાટીલા ને અંગ-ઉપાંગ સપ્રમાણ હોય ! નિર્અહંકારીનું, બ્રહ્મચર્યનું તેજ અભૂત હોય !
શાસ્ત્રકારોએ વિષય સુખને દરાજના દર્દરૂપ સુખ વર્ણવ્યું છે. એમાં શું સ્વાદ ?
પહેલાંના ઋષિમુનિઓ એક પુત્રદાન પૂરતો જ વિષય સેવતા. પછી આખી જિંદગીમાં ય નહીં ! પછી તો એકબીજાના મોક્ષમાર્ગના સાથી તરીકે ને એકબીજાના પૂરક તરીકે જીવતા ! સાથે મળી સાધનાઓ, ભક્તિ વિ. આત્મા માટે જ કરતા !
શ્રીમદ્ રાજચંદ્ર તો ત્યાં સુધી કહ્યું કે વમન કરવાને પણ યોગ્ય નહીં એવું સ્થાન વિષય ભોગનું છે, તમામ પ્રકારની જુગુપ્સા ઉપજાવે એવું એમાં રહ્યું છે !
શાસ્ત્રોમાં સ્ત્રીને નર્કની ખાણ કહ્યું છે, ખૂબ જ વગોણું કર્યું છે. મોક્ષમાર્ગમાં આવું ના હોય. સ્ત્રી તો દેવી છે. પુરુષની નબળાઈ જવાબદાર છે લપસવામાં, નહીં કે સ્ત્રી !
આ તો જેટલાં પરણ્યા તેટલાંઓ ‘પરણવામાં કેવી મઝા છે !” એવી હવા ફેલાવી છે. ભમરીના ગલમાં એકે ડંખ ખાધો, તે ચૂપ બેસી બધાંને ડંખ ખવડાવે, એનાં જેવી વાત છે !
3. અણહક્કની ગુનેગારી ! સંસારી હોય એણે તો હક્કનાં જ વિષય ભોગવવાં. અણહક્કનો તો વિચારે ય પાપ છે અને ત્યાગી હોય એને તો પ્રશ્ન જ નથી, વિષય માટેનો. હક્કનું અને અણહક્કનું વચ્ચે ભેદરેખા કઈ ? પરણેલાં એ જ હક્કના, એ સિવાયનું બધું અણહક્કનું ગણાય. ચોરદાનત જ અણહક્ક
તરફ ઢસડી જાય છે. કોઈની છોડી પર દ્રષ્ટિ બગડે, તો આપણી છોડી પર કોઈ દ્રષ્ટિ બગાડે. તો શું થાય ? અણહક્કનું ભોગવે તેનાં ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરે તો સજા હલકી થાય.
અણહક્કનાં વિષયોમાં તો પાંચે ય મહાવ્રતોનો ભંગ થાય છે. હક્કની તો સહુ કોઈ સ્વીકારે, અણહક્કનું નહીં. ચારિત્રભ્રષ્ટતા તો આત્માના માર્ગે તો શું પણ નર્કે જ લઈ જાય !
વિષયમાં શું સુખ છે ? આ જાનવરોને ય ગમે નહીં. એ તો સિઝનલ ઉશ્કેરાટ હોય એમને, સિઝન પૂરી થાય પછી એમને કંઈ જ ના હોય એવું !
| વિષયભોગની કેવી ગતિ છે ? આ અવતારની પત્ની કે રખાત આવતાં અવતારમાં પોતાની જ દીકરી થઈને આવે !
અણહક્કનું ખાધું, પીધું કે ભોગવ્યું હોય તેનો ખૂબ ખૂબ પ્રતિક્રમણ કરવાં. તો જ કંઈ છૂટવાનો માર્ગ મળશે.
૪. એક પત્ની એટલે જ બ્રહ્મચર્ય ! આમ પોતાની પરણેલી એટલે કે હક્કની સ્ત્રીના વિષયભોગનો વાંધો નથી ઉઠાવ્યો પરંતુ મન-વચન-કાયાથી એક પત્નીવ્રતધારી જે હશે, તેને આ કાળમાં અક્રમ શાનીએ ‘બ્રહ્મચારી’ કહ્યો. તેના બ્રહ્મચર્યની ગેરેન્ટી પોતે લીધી !
હક્કની સ્ત્રી સાથેના વિષયસેવન માટે પણ “જ્ઞાની પુરુષ' પાસે આજ્ઞા લઈને બાંધેલી નિયમમર્યાદા મુજબનું જ (મહિનામાં બે-પાંચ કે સાત દહાડાનું) હોય, ત્યારે ધીમે ધીમે વિષય ઓછો થતાં થતાં મૂળથી જાય.
૫. અણહક્કતા વિષયભોગો, તર્કતું કારણ !
અક્રમ વિજ્ઞાન’માં પરિણીતો માટે એક જ જોખમ ‘જ્ઞાની પુરુષ' મૂકે છે કે જે લોકમાન્ય છે, એવાં હક્કના વિષયને અક્રમમાર્ગમાં નિકાલી બાબત તરીકે માન્ય કર્યો છે, પણ અણહક્કના વિષયના સેવનનો - પરસ્ત્રી