________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૬૯
કો’ક ફેરો આવે છે, સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણાં લોક !!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ સતી થવાની ઈચ્છાથી. એનું નામ લીધું હોય તો કો'ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?
પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.
દાદાશ્રી : કયા બજારમાં ? કોલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે નહીં. બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય !
અને માંસાહાર ક્યારેય ના કરતો હોય. પણ બે-ત્રણ દહાડાનો ભૂખ્યો હોય, તો મરી જવા તૈયાર થાય કે માંસાહાર કરે ? માંસાહાર કરે જ નહીં, ગમે તેવું થાય, અને બોલે ય ખરો, મરી જઈશ પણ કરું નહીં, કોઈ દહાડો ના કરું. ભૂખે મરી જવાય તો ભલે. પણ એને બે-ત્રણ દહાડા થાય ને ભૂખમાં મરી જવાય એવું લાગે તો ? કોઈ દેખાડે તો ?
પ્રશ્નકર્તા : તો કરી નાખે કદાચ, જીવવા માટે.
દાદાશ્રી : કરી જ નાખે. અને ત્યાં ના કરે, એ સતી કહેવાય. મોઢે બોલે તો એવું જ હોય એને, મરી જવાય તો ય ના કરું.
એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે. ફક્ત એકલાં જ વિષયથી જ અને પુરુષ ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, શાથી માની લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે, એમાં ખોટું શું છે ?” એનાં મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, ‘તું બહુ સરસ છે. તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી.’ એને કહીએ કે ‘તું રૂપાળી છું.’ તો એ રૂપાળી માની
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું. મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. એની જોડે ભોગવી લે, જાણે કે આ રસ્તે ભટકવું હોય.... બહુ સમજાતું નહીં ને ?! થોડું થોડું ?
de
પ્રશ્નકર્તા : સમજાય છે, કમ્પ્લીટ. પહેલાં પુરુષોનો કંઈ વાંક નથી એવી રીતે સત્સંગો ચાલતા હતા. પણ આજે વાત નીકળી ત્યારે લાગ્યું કે પુરુષ પણ આ રીતે જવાબદાર બહુ મોટો બની જાય છે.
દાદાશ્રી : પુરુષ જ જવાબદાર છે. સ્ત્રીને સ્ત્રી તરીકે રાખવામાં પુરુષ જ જવાબદાર છે.
પ્રશ્નકર્તા : હા. એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જન્મ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર
પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.
દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતા જ નથી બિચારા. અને ત્યાં આગળ ઈન્ટરેસ્ટ આવે છે. ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં, એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એનાં ધણી, એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તો ય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. કોનું કપટ ઓગળી જાય ?
પ્રશ્નકર્તા : સતી સ્ત્રીઓનું.
દાદાશ્રી : જે સ્ત્રી બિલકુલ સતી તરીકે કામ કરે છે, એનાં બધા રોગ મટી જાય.
પ્રશ્નકર્તા : અત્યારે અમે તમારા જ્ઞાનથી અને અમારા દોષો આપને બતાવીને, અમારાથી પણ સતી થવાય ને ?
દાદાશ્રી : સતી તો પહેલેથી થયા ના હોય અને બગડી ગયા પછી એ પણ સતી થવાય. જ્યારથી નિશ્ચય કર્યો ત્યારથી સતી થઈ શકે.