SearchBrowseAboutContactDonate
Page Preview
Page 3
Loading...
Download File
Download File
Page Text
________________ સમર્પણ વિકરાળ વિષયાગ્નિમાં દિનરાત જલતા; અરેરે ! અવદશા તો ય તેમાં જ વિચરતા! સંસારનાં પરિભ્રમણને સહર્ષ સ્વીકારતા; ને પરિણામે દુઃખ અનંત ભોગવતા! દાવાઓ કરારી, મિશ્રચેતન-સંગે ચૂકવતા; અનંત આત્મસુખને, વિષયભોગે વિમુખતા! વિષય અજ્ઞાન ટળે, જ્ઞાની ‘જ્ઞાન’ પથરાતાં; ‘દ્રષ્ટિ' નિર્મળતા તણી કૂંચીઓ અર્પતાં! મોક્ષગામી’ કાજે - બ્રહ્મચારી કે પરિણતા; શીલની સમજ થકી મોક્ષપથને પમાડતા! અહો ! નિગ્રંથજ્ઞાનીની વાણી તણી અદ્ભુતતા; અનુભવીનાં વચનો નિગ્રંથપદને પમાડતાં! મોક્ષપંથે વિચરતા, ‘શીલપદને ભાવતા; વીતરાગ ચારિત્ર્યના બીજાંકુર ખીલવતાં! અહો ! બ્રહ્મચર્યની સાધના કાજે નીસરતા; આંતર્ બાહ્ય મૂંઝવણે સત્ ઉકેલ દર્શાવતા! જ્ઞાનવેણોની સંકલના, ‘સમજ બ્રહ્મચર્યની કરાવતા; આત્મકલ્યાણાર્થ ‘આ’, મહાગ્રંથ જગચરણે સમર્પિતા!
SR No.008847
Book TitleBhramcharya Uttaradh
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year1997
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size96 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy