________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
ત્યાં જાગૃતિ રહેવી જોઈએ, નહીં તો માર ખાઈ જાય.
આકર્ષણ જો એકલું થતું હોય તો તેને આપણે પસંદ કરીએ, પણ પાછું વિકર્ષણ થવાનું. ઘડીમાં સારું લાગે, પાછું કડવું લાગે. ભઈ ગમે એવા રૂપાળા હોય, પણ બહેનને બે અવળા શબ્દો બોલ્યા કે ‘તું અક્કલ વગરની છે’, તો પછી બહેનને એમ થાય કે, ‘મને અક્કલ વગરની કહી ?” તે પાછું કડવું લાગે. એટલે એકલું આકર્ષણ પણ નથી આ જગતમાં. આકર્ષણ ને વિકર્ષણ બેઉ છે, આ દ્વન્દ્વ રૂપ છે ! આ જગત જ દ્વન્દ્વ રૂપ છે. એટલે એકલું આકર્ષણ ના હોય. વિકર્ષણ હોય જ. વિકર્ષણ ના હોય તો ફરી આકર્ષણ થાય જ નહીં અને જો એકલું આકર્ષણ હોય, તો ય બધા લોક કંટાળી જાય. પરમાણુમાં પુરાયો પાવર !
૨૬૭
પ્રશ્નકર્તા : આ બધું ચેતનમાં ક્યાંથી પેસી ગયું ? એમ કેમ ચાલુ થઈ ગયું ?!
દાદાશ્રી : એને એવું ભાન થયું કે ‘આ સાલુ, હું ખેંચાઉ છું.’ અને જો સમજણ હોય કે આ પૂતળું પેલા પૂતળા પાસે, એ બેમાં ઈલેક્ટ્રિસિટીને લઈને બેઉ ખેંચાય છે. તેને ‘હું જાણનાર છું’ એવું ભાન રહ્યું નહીં એને. ઈલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોહચુંબકતા ઉત્પન્ન થાય છે. એટલે મારે નહીં ખેંચાવું છતાં ખેંચાય છે. એટલે સમજાય એવું છે કે આ પોતે નથી ખેંચાતો. નક્કી કર્યું હોય કે, પથારીમાંથી આઘાંપાછાં થવું નથી.’ તે પાછો અડધા કલાક પછી ઊઠે ! એટલે મનમાં એમ થાય કે ‘હું જ છું ઢીલો.’ ‘નક્કી કર્યું હતું ને ? તો ઢીલો શાનો તું થઈ ગયો ? આ તો મહીં બીજું ભૂત પેઠું છે.’ એટલે પછી મને લોકોએ પૂછ્યું, મને કહે છે કે ‘આ શું થાય છે ?’ મેં કહ્યું, ‘આ તો ઈલેક્ટ્રિકલ એડજસ્ટમેન્ટને લઈને લોહચુંબકતા થાય છે એટલે લોહચુંબક ટાંકણીને હલાવે તેમાં બેને સગાઈ છે. એ લોહચુંબકપણું છે. ત્યારે આ તો કહેશે, ‘હું ગયો, હું નિર્બળ થઈ ગયો છું.’ એ પછી નિર્બળ થતો જ જાય. ‘હું’ ગયો જ નથી. ‘હું’ કેમ કરીને જઈ શકું ? મારો નિશ્ચય છે પછી ‘હું’ ગયો કેવી રીતે ? પણ કહેશે, ‘હું જ ઢીલો. આ હું જ છું’ એવું માની બેઠો છે ને. એટલે એવું ઊંધું માની બેઠો છે. પણ કોણે શીખવાડયું ઊંધું આ ?! ત્યારે એના ફાધરે કહ્યું, ‘તું
૨૬૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
જ છું, તું જ ચંદુ છું' પછી વહુએ કહ્યું, કે ‘તમે મારા ધણી.’ અને પાછી ચાલતી જાય. ત્યારે મૂઈ ધણી શું કરવા કહે છે ? પણ પછી આપે પાછી !!
વાત ગમે છે કે કકરી લાગે છે જરાં ?
પ્રશ્નકર્તા : બહુ ગમે છે. બધો નિકાલ કરવાનો છે એટલે બધું જાણવું છે, હજુ ઘણું જાણવું છે ?
દાદાશ્રી : પણ લોકો શું સમજે છે, ‘હું ખેંચાયો, ઈચ્છા નહોતી તો ય. મારું વ્રત પળાયું નહીં. મારું વ્રત ભાંગી ગયું.' અલ્યા, નથી ભાંગી ગયું. તને ભ્રમણાં છે એક જાતની. આ વિજ્ઞાન તો જાણ કે, ‘કોણ ખેંચે છે ?” તારે નથી ખેંચાવું, તો કોણ તને ખેંચી ગયો ? બીજો કોણ માલિક છે, તે વચ્ચે ખેંચી ગયો ? ત્યારે કહે છે, ‘હું ખેંચાઈ ગયો, મારું મન બગડી ગયું. મન નિર્બળ થઈ ગયું.' અલ્યા, તારું મન તને શાનું ખેંચે ? મન ને તારે લેવાદેવા શું છે ? એ મિકેનિકલ એડજસ્ટમેન્ટ જુદું, તું જુદો. હવે બોલો, આખી દુનિયા માર ખાઈ જાય ને !
આ તો ઈલેક્ટ્રિસિટીને લીધે પરમાણુ બધા પાવરવાળા થાય છે અને તેથી પરમાણુ ખેંચાય છે. જેમ ટાંકણી અને લોહચુંબકમાં કશું કોઈ વચ્ચે પેઠું મહીં ? ટાંકણીને આપણે શીખવાડ્યું'તું ? તું ઊંચી-નીચી થજે ?
પ્રશ્નકર્તા : એને ઈલેક્ટ્રિસિટી અડે નહીં એવું ના થાય ? એને કંટ્રોલ ના કરાય ?
દાદાશ્રી : આપણાથી કંટ્રોલ થાય નહીં. હંમેશાં ઈલેક્ટ્રિકલ વસ્તુને કંટ્રોલ કરી શકાય નહીં. કંટ્રોલ તો, એને એડજસ્ટમેન્ટ કરતાં પહેલા કંટ્રોલ કરી શકાય. પછી એડજસ્ટમેન્ટ નક્કી થયા પછી ના થાય.
એટલે આ દેહ તો આખું વિજ્ઞાન છે. વિજ્ઞાનથી આ બધું ચાલે છે. હવે ખેંચાણ થાય તેને લોક કહે કે મને રાગ થયો.' અલ્યા, આત્માને રાગ તો થતો હશે ? આત્મા તો વીતરાગ છે ! આત્માને રાગે ય હોય નહીં ને દ્વેષે ય હોય નહીં. આ તો બેઉ પોતે કલ્પેલા છે. એને ભ્રાંતિ કહેવાય. ભ્રાંતિ ચાલી જાય તો કશું છે જ નહીં.