________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૬૩
એ વિષ છે. વિષયમાં કપટ કરવું, બીજું બધું કરવું એ બધું વિષ કહેવાય. એ જ મારી નાખે અને એવું થતું હોય તો નર્યો ખેદ, ખેદ ને ખેદ હોવો જોઈએ. નિરંતર ખેદ વગર ગમે નહીં, તો જાણવું કે આ રોગ જતો રહેશે. નહીં તો ઉખાડી નાખવાની સત્તા તો પોતાની ખરીને ? બિલકુલ સત્તા વગરનો થાય છે એવું બનતું નથી. સત્તા તો ઠેઠ કેવળજ્ઞાન’ થતાં સુધી એને સત્તા રહે છે. પછી ઊંધું કરવાની કે સીધું કરવાની, પણ સત્તા તો
રહે છે !!!
જ્ઞાતી પુરુષ મળ્યે, જો કદી ભૂલ તા ભાંગી તો....
જે વાસ્તવિકવાળું જગત લોકોના લક્ષમાં જ નથી આવ્યું, કોઈ કાળે લક્ષમાં જ નથી આવ્યું. જ્યારે એવાં જ્ઞાનીઓ થઈ ગયા ત્યારે લક્ષમાં આવેલું. પણ તે જ્ઞાનીઓના લક્ષમાં આવેલું. જ્ઞાનીઓએ જે બધા લોકોને કહ્યું, તે લોકોના લક્ષમાં નથી આવ્યું. અમુક માણસો મોક્ષે ગયા તે જ્ઞાનીની કૃપાથી મોક્ષે ગયા, પણ વાત સમજાઈ નથી. આ કુદરતનો ગહન કોયડો છે, તે આમાંથી કોઈ છૂટેલું નહીં. જે છૂટ્યા તે કહેવા રહેલા નહીં. હું એકલો છૂટ્યા પછી કહેવા રહ્યો. નાપાસ થયો ત્યારે હું કહેવા રહ્યો. માટે સંભાળીને કામ કાઢી લો. અમે તો તમારું કામ કઢાવવા માટે બેઠા છીએ.
આ જ્ઞાન જ તમને એવું આપ્યું છે કે કશાની જરૂર જ ના પડે. દાદા જોડે બેસીને દાદા જેવા ના થવાય તો તે આપણો જ દોષ છે ને ? આ જ્ઞાન તો ક્રિયાકારી છે. નિરંતર અંદર કામ કર્યા કરે છે. તમારે અંદર કંઈ કરવું પડે છે કે ?
પ્રશ્નકર્તા : એની મેળે થયા કરે છે.
દાદાશ્રી : હવે આવું ક્રિયાકારી જ્ઞાન થયા પછી, જો મોક્ષ ના થાય તો આપણી જ ભૂલ છે ને ? મોક્ષ તો અહીં જ થઈ ગયેલો હોવો જોઈએ. મોક્ષ કંઈ લેવા જવાનો નથી. મોક્ષ એટલે આપણો મુક્તભાવ. આ બધું હોવા છતાં પણ આપણે મુક્ત અને આ બધું ના હોવાપણું ક્યારેય બનવાનું નથી, માટે પહેલેથી ચેતી જાઓ. આ બધાની હાજરીમાં જ મુક્ત થવું પડશે.
૨૬૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
બંધન હોય તો જ મુક્તભાવ અનુભવી શકોને ? બંધન ના હોય તો જ મુક્તભાવને શી રીતે અનુભવી શકો ? મુક્તભાવ કોણે અનુભવવાનો છે ? જે બંધનમાં આવેલો છે, તેણે અનુભવવાનો છે.
અહીં તમને આંખે પાટા બાંધી થાંભલા જોડે દોરડેથી જબરજસ્ત બાંધ્યા હોય, પછી છાતી આગળના દોરડાનો એક આંટો હું બ્લેડ મૂકીને કાપી નાખું, તો તમને મહીં ખબર પડે ખરી ? તમને અહીં આગળથી એ દોરડું છૂટ્યું એ પોતાને અનુભવ થાય. એક વખત એ સમજી ગયો કે હું મુક્ત થયો એટલે કામ થઈ ગયું.
એવું, માણસને મુક્તપણાનું ભાન થવું જોઈએ. એ મોક્ષભાવ કહેવાય. મને નિરંતર મુક્તપણાનું ભાન રહે છે, ‘એની વ્હેર’, ‘એની ટાઈમ’. દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ કોઈ મને પ્રતિબંધ કરે નહીં. વસ્તુ પ્રતિબંધ કરનારી નથી. આ તો પાડાને વાંકે પખાલીને ડામ દે દે કર્યા કરે છે.
પ્રશ્નકર્તા : તો પછી પ્રતિબંધ કોણ કરે છે ?
દાદાશ્રી : સ્વરૂપનું અજ્ઞાન પ્રતિબંધ કરનારું છે. હું એ જ કહેવા માગું છું કે તમે આ વિકારોમાં નિર્વિકાર રહી શકો છો. આ વિકાર, એ વિકાર નથી. આ તો દ્રષ્ટિફેર છે. આ પ્રતિબદ્ધ કરનારી વસ્તુ જ નથી. તમારી દ્રષ્ટિ વાંકી છે, તો જ પ્રતિબદ્ધ કરે છે.
܀܀܀܀܀