________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૨૯ મહીં આમાં સુખ છે એવો અભિપ્રાય રહ્યા કરે છે. આ તો પોતે જ વકીલ, પોતે જ જજ ને પોતે જ આરોપી. તે પછી જજમેન્ટ પોતાના તરફ ખેંચી જાય. અમે અભિપ્રાય-બ્રહ્મચર્યને બ્રહ્મચર્ય કહીએ છીએ.
તિર્વિષયી થવું જ પડે ! નિર્વિષયી થવું પડશે. વિષયની વાત જ કોઈ કાઢતું નથી ને ? કારણ કે એ લોકો વેપારી થઈ ગયા છે. વિષયની વાત કાઢવી જોઈએ, કષાયોની વાત કાઢવી જોઈએ. વિષય કષાયને લઈને જ મોક્ષે જતો નથી. ક્રોધ-માન-માયા-લોભ જેની પાસે સિલક હોય ત્યાં સુધી એમને કાઢવાની વાત કરી શકાય જ નહીં ને ! પોતાની પાસે પાર વગરની સિલક હોય ત્યાં સુધી બીજાને કોઈને કહે ય નહીં. પોતાની પાસે સિલક ના હોય તો જ સામાને તેની વાત કરી શકાય.
પ્રશ્નકર્તા : વિષય સંબંધી આવી વાતો બીજે ક્યાંય નીકળી જ નથી.
દાદાશ્રી : વિષય લોકો ઢાંકવા ફરે છે. પોતે ગુનેગાર છે, એટલે ઢાંકે છે. કપાળુદેવ પોતે કહેતા હતા કે ‘આ વિષય ગમતો નથી, છતાં હું ભોગવું છું” અને ત્યારે કેવું સરસ પદ નીકળ્યું ! હવે એ પદમાં આવું બધું વાંચે એટલે લોકોના મનમાં એમ થાય કે આ બૈરી-છોકરાં છોડી દેવાની વાતો છે. એટલે આ લોક કંટાળી જાય. તે લોકો પછી વાંચેલું બાજુએ મૂકી રાખે છે ને પાછાં કહેશે, આ એમણે લખ્યું છે, એ તો છોને લખે, પણ એ છતાં ય એમને ત્યાં છોકરીઓ હતી. એટલે વસ્તુસ્થિતિમાં આવું છે. લોકો છે તે બહારનું જુએ છે કે “કૃપાળુદેવ તો પૈણેલા હતા, તે એમને છોડીઓ હતી.” છતાં એમણે પોતે જ કહ્યું છે કે “આ ખોટું છે, છતાં હું ભોગવું છું.'
પ્રશ્નકર્તા : જે જે ભૂલ થઈને એ થઈ ગયું એ ફરી નથી આવવાનું, પણ હવે તો એવું રહે કે આ શી ભૂલ થઈ ? આ તો બહુ ખોટું છે !
દાદાશ્રી : કારણ કે કોઈ હિતકારી એવા જ્ઞાની પુરુષે વાત સમજણ પાડી નથી ત્યાં સુધી આવું ઊંધું ચાલ્યા કરે, પણ જ્યારે સમજણ પડે ત્યારે પોતાને ખાતરી થાય કે વાત તો ખરી આ જ છે અને આપણે જે કર્યું
૨૩૦
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય તે ખોટું કર્યું.
પ્રશ્નકર્તા : કોઈ પણ સાધુ-સંતો જે હોય છે, તે ભજન-કીર્તન શીખવાડે ખરાં, પણ ભૌતિક સુખ ઉપર જ લઈ જાય છે ને ?
દાદાશ્રી : એ તો એમની દાનત જ એવી હોય એટલે પછી શું થાય ? હંમેશાં જે જેટલો ચોખ્ખો હોય એટલું ચોખ્ખું બોલે. હવે ચારિત્ર સંબંધી, વિષય સંબંધી કેમ નથી બોલતા ? ત્યારે કેમ ચૂપ ? કારણ કે જેટલો ચોખ્ખો છે, એટલું જ ચોખ્ખું બોલે.
તે ચાલે મહીં પોલ! એક મહારાજ હતા, એ વ્યાખ્યાનમાં વિષય માટે બધું બહુ બોલતા, પણ લોભની વાત આવે ત્યાં ના બોલે. કો'ક વિચક્ષણ સમજી ગયો કે આ લોભની વાત કોઈ દહાડો કેમ નથી કરતા ? બધી વાત બોલે છે, વિષયની વાત પણ બોલે છે. પછી એ મહારાજ પાસે ગયો અને ખાનગીમાં એમની પોટલી ઉઘાડી જોઈ. ત્યારે એ પુસ્તકની અંદર સોનાની ગીની મૂકેલી હતી, તે પેલાએ કાઢી લીધી ને જતો રહ્યો. પછી મહારાજે પોટલી
જ્યારે ઉઘાડી તો ગીની ન મળે. ગીનીને બહુ શોધી, પણ તે ના જડી. બીજે દિવસે મહારાજે વ્યાખ્યાનમાં લોભની ઉપર વાત મુકવા માંડી કે લોભ ના કરવો જોઈએ. ગીની હતી તો, લોભની વાત નહોતી નીકળતી. પોતાના મનમાં આટલું કપટ છે એટલે પછી પેલી વાત બોલાય જ નહીં ને ! જો પેલા માણસે ખોળી આપ્યું ! એવો એને અઠંગ મળી ગયો કે મહારાજનો લોભ તરત નીકળી ગયો. એણે જાણ્યું કે આની પાછળ કંઈક કપટ છે.
હવે તમે જો વિષયની લાઈનમાં બોલતા થાવ તો તમારી એ લાઈન હોય તો ય તૂટી જાય. કારણ કે તમે મનના વિરોધી થઈ ગયા. મનનું વોટિંગ જુદું ને તમારું વોટિંગ જુદું થઈ ગયું. મન સમજી જાય કે “આ તો આપણાથી વિરોધી થઈ ગયા, હવે આપણો વોટ ના ચાલે.’ પણ મહીં કપટ છે એથી લોકો બોલતા નથી અને એ બોલવું એવું સહેલું નથી ને !પબ્લિકને જો સાચું શીખવાડે તો પબ્લિક તો બધું જ સમજે એવી છે. કારણ કે અહીં આત્મા છે ને ?! એટલે વાર ના લાગે. પણ કોઈ કહેતું નથી ને ?! પણ એ શી રીતે