________________
૨૦૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય રાખે છે અને મોહ ઉત્પન્ન થાય છે. એ અવસ્થાને ય ખ્યાલ રાખે પછી. તેથી આગળની અવસ્થા, પ્રોઢ અવસ્થા, પછી એ ઘડપણ અવસ્થા, પછી લકવાની અવસ્થા, બધામાં શું સ્થિતિ થઈ ? ને પછી ઠાઠડી કાઢતી વખતની અવસ્થા, બાળતી વખતે અવસ્થા. આ બાળતી વખતે અવસ્થા જોઈ હોય ને તે ઘડીએ પ્રેમ કરવાનો કહ્યો હોય તો ? એટલે આ તો પૈણ્યા પછી મુરખ બને છે પણ હવે કહે કોને ? બધા ય મુરખ ત્યાં ! બેનો ય મૂર્ખાઈ એ સમજે છે, કે આવી મૂર્ખાઈ છે આ !! ધણી જોઈને ખોળ્યા અને હવે ધણી લાવીને એ મોંઢા ઉતરી જાયને, ડાચા પડી જાયને, આમથી તેમ થાય, આંખો જતી રહી હોય, કાને સંભળાય નહીં ને ! અને જેને ખ્યાલ હોય આ બધુ તેને વૈરાગ હોય ! તેને વૈરાગ શિખવાડવો ના પડે ! અવસ્થાઓ જેના લક્ષમાં રહે છે, જેટલી લખી છે ને એટલી અવસ્થા અમને લક્ષમાં રહે એટ-એ-ટાઈમ. આ વાત બહાર ના હોય. આવી વાત અહીં જ હોય ! લોકો તો ગપોટી જાય આવી વાત. એમ વૈરાગના વિચાર લાવે ત્યારે વળે; નહીં તો દા'ડો વળે નહીં. મૂળ વાતને, વૈરાગના મૂળ કૉઝીઝને નાશ ન કરવામાં આવે ત્યાં સુધી વૈરાગ શેના આવે ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૦૫ ને બુદ્ધિની, પોતાનું તો કંઈ રહ્યું જ નહીં ! પોતાનું ડિસીઝન નહીં. મન, બુદ્ધિની સલાહ માને, મન તો સંકોર સંકોર કરે.
પ્રશ્નકર્તા ઃ તમે અમને એ જડીબુટ્ટી બતાવો કે જેથી કરીને અમે કહી શકીએ કે ‘ભાઈ ચોવીશમે વર્ષે આ વિચાર યાદ રાખજે.'
દાદાશ્રી : એટલી બધી અવસ્થાઓની તમને જાગૃત્તિ ના આવે. પેલું અમે શ્રી વિઝન આપીએ છીએ ને તે જો વિચાર કર કર કરે તો શ્રી વિઝન ઉત્પન્ન થઈ જાય. એ વિચારો ઉત્પન્ન થઈ જાય ને એનાથી ઘણાં બચે છે. મને કાગળમાં લખે કે ‘તમારા શ્રી વિઝને તો મારું ઘણું કામ કાઢી નાખ્યું.” પેલી બધી અવસ્થાઓ ના આવે, આ તો હું કહું એટલું જ છે ! મારા કહેલા ઉપર વિચાર આવે કે હા, આ વાત ખરી !
પ્રશ્નકર્તા: જુવાનીમાં જે મોહ ઉત્પન્ન થાય છે, તે મોહ ઉત્પન્ન કેવી રીતે ન થાય, એટ-એ-ટાઈમ બધી જો અવસ્થાઓ જુએ, તો...
દાદાશ્રી : તો મોહ ના થાય પણ એટ-એ-ટાઈમ તો અવસ્થાઓ તો કેવી રીતે જોઈ શકે ! માણસનું ગજ નહીં ને ! એટલી બધી શક્તિ ના હોય, દાળભાત-રોટલી-શાક ખાનારો કે માંસાહાર કરનારાઓનું કોઈનું ગજુ નહીં આ. કોઈ અપવાદ જ હોય. બાકી આમાં કોઈ હોય નહીં. એનું ગમતું દેખાડે એટલે મોહ ઉત્પન્ન થાય જ.
પ્રશ્નકર્તા : જે સાંઠ વર્ષે જે બોલીએ તે એક વાત છે અને પચીસમે વર્ષે જે બોલીએ તે એક વાત છે, ત્યારે એ જાગૃતિ રહેવી જોઈએ.
દાદાશ્રી : જાગૃતિ જુદી વાત છે. પચીસમે વર્ષે બોલવું એ જેવી તેવી, લાડવા ખાવાની વાત નથી. ત્યારે તો મોહનો અંધ થયેલો હોય. મોહાંધ’ એટલે તે ઘડીએ જોતી વખતે પાછો સલાહ કોની માને ? મનની