________________
સમજથી પ્રાપ્ત બ્રાહ્મચર્ય
૩૩
ગ્રીન કલરનું લોહી છે ને આપણું લોહી લાલ છે. પાંચ ઇન્દ્રિયોના બધા જીવોનું લાલ કલરનું લોહી છે. લાલ લોહીમાં જાત જાતનાં ઘટ પ્રમાણ હોય. હાડકાંને તું કોઈ દહાડો અડતો નથીને ?
પ્રશ્નકર્તા : કો'ક દહાડો ભૂલમાં અડી જવાય.
દાદાશ્રી : ખાવાની જોડે માંસ મૂક્યું હોય તો ખાવાનું તને ભાવે કે ના ભાવે ?
પ્રશ્નકર્તા : ના ભાવે.
[૨] દ્રષ્ટિ ઉખડે, “થી વિઝતે' !
‘રેશમી ચાદર' પાછળ....
દાદાશ્રી : આમ લોહીની મહીં બધા માંસના ટુકડા પડ્યા હોય તો તે તમને જોવાના ગમે ખરા કે ?
પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : અને ઈડલી જોવાનું ગમે ? પ્રશ્નકર્તા : હા, ગમે.
દાદાશ્રી : કોથમીર અને લીલાં મરચાંની ચટણી કરે, તે જોવાનું ગમે કે પેલું માંસ જોવાનું ગમે ?
પ્રશ્નકર્તા : ચટણી ગમે.
દાદાશ્રી : પણ એ માંસ ઢાંકેલું હોય તો ? પ્રશ્નકર્તા : તો ભૂલમાં ખવાઈ પણ જવાય. દાદાશ્રી : આ દેહને ઢાંકેલી ચાદર છે ને પેલું ઉઘાડું માંસ છે. પ્રશ્નકર્તા : એ ઉઘાડું તો દેખાય, પણ આ ઢાંકેલું હોય તો ના દેખાય. દાદાશ્રી : હમણાં ચાદર ઉઘાડીએ તો ? પ્રશ્નકર્તા : માંસ ને બધું દેખાય તો ચીતરી ચઢે. દાદાશ્રી : અને દેખાય નહીં તો ? પ્રશ્નકર્તા : તો પછી ખબર ના પડે.
દાદાશ્રી : એ આંખ કેવી તે આપણી, કે છે છતાં નથી દેખાતું ? આપણે જાણીએ કે આ ચાદરથી બાંધેલું છે, તો ય પણ એ કેમ નથી દેખાતું ? આમ બુદ્ધિ તો કહે કે છે મહીં, તો ય ના દેખાય, તો એ આંખ કેવી ? આ ચાદર છે તેને લીધે આ બધું રૂપાળું લાગે છે. ચાદર ખસી જાય તો કેવું લાગે ?
પ્રશ્નકર્તા : લોહી-માંસ જેવું. દાદાશ્રી : તો ત્યાં ચીતરી ના ચઢે ? પ્રશ્નકર્તા : ચઢે.
દાદાશ્રી : ચટણી લીલા લોહીની બનેલી છે અને આ લાલ લોહીની. આ તો ખાલી રાગ-દ્વેષ કર્યા કરે છે. આની ઉપર રાગ કરે છે ને માંસ ઉપર દ્વેષ કરે છે ! ચટણી કયા લોહીની બનેલી છે ? સ્થાવર એકેન્દ્રિયનું