________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૦
આ પદ ‘નિરખીને નવયૌવના' ગાયું હતું.
દાદાશ્રી : આ પદ જે ગાયને તેમનું ચોખ્ખું થઈ જાય. આ પદ તો તમારે રોજ ગાવું જોઈએ, બબ્બે વખત ગાવું જોઈએ. એક વિષય જીતે તો આખું જગત જીતી ગયો, બસ ! ભલેને પછી ગમે તે ખાવ કે પીવો, એમાં કશું નડવાનું નથી. પણ આ જેણે જીત્યું, તે આખું જગત જીતી ગયો. આ એકલું જ, માણસ અહીં જ ફસાય છે. વિષય જીત્યો એટલે દુનિયાનો રાજાને ! કર્મો જ બંધાય નહીંને ! એમાંથી તો નર્યા કર્યો, ભયંકર કર્યો બંધાય. એક જ ફેરાનો વિષય એ કેટલાં જીવો ખલાસ કરી નાંખે. એ બધા જીવોનું ઋણાનુબંધ બંધાય. એટલે આટલો એક વિષય જીતી જાય તો બહુ થઈ ગયું.
ન છૂટકાતી પાશવતા !!!
પ્રશ્નકર્તા : પાછું આપે કહ્યું છે કે પરણવાનું સત્યુગમાં હતું. કળીયુગમાં તો છે જ નહીં પરણવા જેવું.
દાદાશ્રી : બાકી, તેમાં પરણવા જેવું છે જ શું ? આ તો અણસમજણ હોય તો પૈણે, નહીં તો પૈણે જ નહીં.
પ્રશ્નકર્તા : મેં એક જોયું કે લોકોને આ માર્ગ જોઈએ છે બ્રહ્મચર્યનો. પણ મળતો નથી.
દાદાશ્રી : હા, મળતો નથી. ઉપરી હોવો જોઈએ ને, વચનબળવાળા જોઈએ. પોતે પોતાનાં એકલાથી પાળી ના શકાય. એ તો આપણું આ વચનબળ ને આપણું આ માર્ગદર્શકપણું, તેને લીધે પાળી શકે અને આ પાળ્યું એટલે રાજા, આખી દુનિયાનો રાજા !
પ્રશ્નકર્તા : કારણ કે લોકો પરણતી વખતે બોલે છે કે હવે હું ગયો. પણ બિચારાને બીજો માર્ગ નથી.
દાદાશ્રી : પાશવતા ગમતી નથી, પણ તે શું કરે ?
ત્યાં ન છૂટકે પાશવતાનું છે આ બધું. વિષય એ તો ઉઘાડી પાશવતા છે. છૂટકો નહીંને ? આટલુ જીતી ગયા એટલે બસ થઈ ગયું. એટલે રોજ
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૧
મનમાં એમ નક્કી કરવું કે, એક જ ફેરો આ જીતવું છે, બીજું કશું નહીં. અને જીતાય એવું છે અત્યારે. આ દાદાના હાથ નીચે બધાં માણસોને જીતાંય એવું છે. કસોટીના કોઈવાર પ્રસંગ આવે તો, એને માટે ઉપવાસ કરી નાખવા બે-ત્રણ. જ્યારે કર્મો બહુ જોર કરે ને ત્યારે ઉપવાસ કર્યા કે બંધ થઈ જાય. પેલા ઉપવાસ કરાવે તો એ લાકડી જેવો થઈ જાય. એ ઉપવાસથી મરી ના જાય.
પ્રશ્નકર્તા : એટલે ઉપવાસ કરે એટલે પેલા ફોર્સીસ બધાં ઓછા થઈ
જાય ?
દાદાશ્રી : બધા બંધ થઈ જાય. આ બધો ખોરાકનો જ ફોર્સ છે અને બીજા ગુનાઓ ચલાવી લેવાય. આ ગુનો એકલો નહીં ચલાવાય એવો. આ તો અનંત અવતારનું ખલાસ કરી નાખે. ધૂળધાણી. એટલે આટલું જીત્યો તો બહુ થયું.
બ્રહ્મચર્યનું બળ હોય તો એ પછી વિષયની ગાંઠ બંધ થઈ જાય છે. એટલે બળ એવું રાખે કે આ વિચાર આવે ને ધોઈ નાખવાં, કચડી નાખવાં.
પ્રશ્નકર્તા : એ વિચાર તો મને બ્રહ્મચર્યના જ આવે છે.
દાદાશ્રી : ના. તે જ કહું છું એટલે બ્રહ્મચર્યના જ આવે છે ? નહીં ! પ્રશ્નકર્તા : હા, હી.
દાદાશ્રી : પેલા વિચાર નથી આવતા !!
પ્રશ્નકર્તા : પેલું તો મને એટલું ગંદું લાગે છે.
દાદાશ્રી : બહુ સારું.
પ્રશ્નકર્તા : અને મને એક સમજાઈ ગયું કે આ જે જન્મ થયો છે, એ આ વિષયની ગાંઠ કાઢવા માટે જ થયો છે ? બીજું બધું તૈયાર જ છે મારું !
દાદાશ્રી : તો તો બહુ સારું, તો તો ડાહ્યો. મારે ગમતી વાત આવી હવે. બસ, બસ, મને ગમી વાત. હવે ઓલરાઈટ. એ બહુ સંતોષ થયો મને.
܀܀܀܀܀