________________
દુ0
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : એવું કેમ ચાલે ? આ ટ્રેન સામેથી આવતી હોય તો ભાવનિદ્રા નથી રાખતો. ટ્રેન તો એક અવતારનું મરણ લાવે તેવું છે, પણ આ તો અનંત અવતારનું જોખમ છે. ચિત્ર-વિચિત્ર ભાવ ઉત્પન્ન થાય એવું આ જગત છે, એમાં તારે તારી મેળે સમજી લેવાનું છે. ભાવનિદ્રા આવે છે કે નહીં ? ભાવનિદ્રા આવે તો જગત તને ચોંટશે. હવે ભાવનિદ્રા આવે, તો ત્યાં એ જ દુકાનના શુદ્ધાત્મા પાસે બ્રહ્મચર્ય માટેની શક્તિઓ માંગવી કે, “હે શુદ્ધાત્મા ભગવાન, મને આખા જગત જોડે બ્રહ્મચર્ય પાળવાની શક્તિઓ આપો. અમારી પાસે જો શક્તિઓ માંગે તો ઉત્તમ જ છે, પણ પેલું ડિરેક્ટ, જે દુકાન જોડે વ્યવહાર થયો છે ત્યાં માંગી લેવું એ સારામાં સારું.
સુંદર ફૂલો હોય ને ત્યાં જોવાનું મન થાય છેને ? તેમ આ સુંદર રૂપાળા મનુષ્યોને જોવાનું મન થઈ જાય છે ને ત્યાં જ ઝાપટ વાગી જાય છે. આ ફૂલો સોડજો, ખાજો, પીજો; પણ ‘આ’ એક જ જગ્યાએ જોવાની જરૂર નથી, ક્યાંય આંખ મિલાવવી નહીં.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
દાદાશ્રી : જ્યાં સુધી મીઠું લાગે છે ને, જોખમદારી ભલે લાગતી હોય, પણ મીઠું લાગે ત્યાંથી જોખમદારી કો'ક દહાડો ભૂલાવી દે. કર્મના ઉદય એવા એવા આવે કે જોખમદારી ભૂપ્લાવી દે. અને આ કયા હિસાબે મીઠું લાગે છે, એ જ મને સમજાતું નથી. આમાં કયો ભાગ મીઠો છે ?!
પ્રશ્નકર્તા : એ ભ્રાંતિથી મીઠું લાગે છે ?
દાદાશ્રી : ભ્રાંતિથી મીઠું લાગતું હોય તો ય સારું, આ તો ભ્રાંતિ ય ન હોય. આને કોણ મીઠું કહે ?
આ મુંબઈમાં પાણી એટલું બધું ઓછું થઈ જાય કે નહાવાનો તાલ જ ના પડે, તો આ લોકોની શી દશા થાય ? ઘરમાં એક રૂમમાં બધાથી બેસાય નહીં, એવાં તો ગંધાઈ ઊઠે ! આ તો રોજ નહાય છે, તો ય ગંધાય છે ને ? અને જો ના નહાય તો માથું ફાટી જાય એવા ગંધાય. આ નહાય છે તો ય બપોરે બે વાગે કપડું ઘસીને જો પાણીમાં નીચોવીએને, તો પાણી ખારું થઈ જાય. છતાં આ દેહ કિંમતી કેમ ગણ્યો છે ? કારણ કે ભગવાન મહીં પ્રગટ થયા છે, વ્યક્ત થયા છે. એટલા માટે બધા દેહ કરતાં આને કિંમતી ગણ્યું; ત્યારે લોકો એને કિંમતી બીજી રીતે લઈ ગયા.
પ્રશ્નકર્તા: વિષયમાં સૌથી વધારે મીઠાશ માનેલી છે, તો કયા આધારે માનેલી છે ?
દાદાશ્રી : એ જે મીઠાશ એને લાગી ગઈ અને બીજી જગ્યાએ મીઠાશ જોઈ નથી, એટલે એને વિષયમાં મીઠાશ બહુ લાગે છે. જોવા જાય તો વધારેમાં વધારે ગંદવાડો ત્યાં જ છે, પણ મીઠાશને લીધે એને બેભાનપણું થઈ જાય છે. એટલે એને ખબર નથી પડતી. જો આ વિષય એ ગંદવાડો સમજાય, તો એની મીઠાશ બધી ઊડી જાય.
ગલગલિયાંથી જ જગત ફસાયેલું છે. ગલગલિયાં થાય કે તરત જ જ્ઞાન મૂકી દેવાનું, એટલે તેનાથી બધું જુદે જુદું દેખાય ને તેનાથી છૂટાય.
છતાં ય આકર્ષણ કેમ ? પ્રશ્નકર્તા : અમુક એક જ જગ્યાએ ચિત્ત વધુ ખેંચાય છે.
પ્રશ્નકર્તા: ના જોવું હોય તો ય સુંદર સ્ત્રી દેખાઈ જાય, તો ત્યાં શું કરવું ?
દાદાશ્રી : તે ઘડી આંખ ના મિલાવવી. પ્રશ્નકર્તા : આંખ મિલાઈ જાય તો શું કરવું ?
દાદાશ્રી : આપણી પાસે પ્રતિક્રમણનું સાધન છે, તેનાથી ધોઈ નાખવું. આંખ મળે તો તો પ્રતિક્રમણ તરત જ કરી નાખવું જોઈએ. તેથી તો કહ્યું છે ને કે ચિતરામણવાળી સ્ત્રીનો ફોટો કે મૂર્તિ ના મૂકશો.
એ મીઠાશનું પૃથક્કરણ તો કરી જોઈએ ! હવે ક્યાંય મીઠું લાગે છે કે ?
પ્રશ્નકર્તા : મીઠું તો લાગી જાય છે, પણ એ જોખમદારી છે એવું સમજાય.