________________
ધ્યેયને ધરી રાખવામાં સહાયરૂપ બની જાય છે. એમ કરતાં કરતાં અંતે પોતે જ ધ્યેય સ્વરૂપ બને છે. ત્યારે પછી ગમે તેવા ડગાવે તેવા ય, અંદરના કે બહારના જબરદસ્ત વિચિત્ર સંયોગો આવે, છતાં જેનો નિશ્ચય ડગતો નથી, જે નિશ્ચયને જ ‘સિન્સીયર’ વર્તે છે તેને વાંધો નથી આવતો.
શુદ્ધ બ્રહ્મચર્ય પાળવા ‘જ્ઞાની પુરુષ'નું સાન્નિધ્ય, તથા બ્રહ્મચારીઓનો સંગ અતિ અતિ આવશ્યક છે. એ વિના ગમે તેટલી સ્ટ્રોંગ ભાવના હશે તો ય સિદ્ધિ સુધી પહોંચવામાં અનેકાનેક અંતરાયો આવી પડે તેમ છે ! ‘જ્ઞાની પુરુષ’ના સતત માર્ગદર્શન હેઠળ સાધક, માર્ગમાં આવતી પ્રત્યેક મૂંઝવણો પાર કરી જઈ શકે છે ! વળી ગૃહસ્થીઓના સંગ અસરથી અળગો રહી, બ્રહ્મચારીઓના જ વાતાવરણમાં પોતાના ધ્યેયને ઠેઠ સુધી વળગી રહી ધ્યેયને પ્રાપ્ત કરી લે છે. ‘જ્ઞાની પુરુષ’ના ઉપદેશને ગ્રહણ કરી બ્રહ્મચર્યના દ્રઢ નિશ્ચયમાં આવી ગયેલો સાધક, બ્રહ્મચારીઓના સંગબળથી પણ તરી જઈ શકે તેમ છે !
બ્રહ્મચર્યની ભાવના જાગૃત થવી, તેમ જ તેના માટેનો નિશ્ચય દ્રઢ થવો, તે માટેનું સતત માર્ગદર્શન મળી રહે, એ તો અત્યંત આવશ્યક છે, પણ બ્રહ્મચર્યની સર્વ રીતે ‘સેફ સાઈડ’ રહે તે માટેની પોતાની મહીંલી જાગૃતિ પણ એટલી જ જરૂરી છે, ‘અનસેફ’ જગ્યાએથી ‘સેફલી’ છૂટી જવાની જાગૃતિ ને તેના ‘પ્રેક્ટિકલ’માં સમયસૂચકતાની વાડ સાધક પાસે હોવી જરૂરી છે. નહીં તો દુર્લભ એવા બ્રહ્મચર્યના ઊગેલા છોડવાને બકરાં ચાવી જાય !! એક બાજુ મોતને સ્વીકારવાનું બને તો તે સહર્ષ સ્વીકારી લે, પણ પોતાની બ્રહ્મચર્યની ‘સેફ સાઈડ’ના ચૂકે, સ્થૂળ સંજોગોના ‘ક્રિટિકલ’ દબાણ વચ્ચે પણ એ વિષયના ખાડામાં ના જ પડે, બ્રહ્મચર્ય ભંગ ન જ થવા દે. એટલી હદની ‘સ્ટ્રોંગનેસ’ જરૂરી છે, અને તેના માટે જાગૃતિ લાવવી કેવી રીતે ? પોતાની બ્રહ્મચર્ય પાળવા માટેની ચોખ્ખી દાનત, તેની સંપૂર્ણ ‘સિન્સીયારિટી’થી જ એ આવે તેમ છે !
બ્રહ્મચર્યની ‘સેફ સાઈડ' માટે આંતરિક તેમજ બાહ્ય ‘એવિડન્સ’ને સિફતથી ઉડાવવાની ક્ષમતા પ્રગટવી જરૂરી છે. આંતરિક વિકારી ભાવોને સમજણે કરીને, શાને કરીને પુરુષાર્થથી ઓગાળે, જેમાં વિષય એ સંસારનું
મૂળ છે, પ્રત્યક્ષ નર્ક સમાન છે, લપસાવનારું છે, જગત કલ્યાણના ધ્યેયને અંતરાય લાવનારું છે તેમજ ‘શ્રી વિઝન’ની જાગૃતિ અને અંતે ‘વિજ્ઞાનજાગૃતિ'એ કરીને આંતરિક વિષયને ઉડાડે. ‘વિજ્ઞાન જાગૃતિ’માં પોતે કોણ છે ? પોતાનું સ્વરૂપ કેવું છે ? વિષયો શું છે ? તે કોનાં પરિણામ છે ? ઈ. ઈ. પૃથક્કરણના પરિણામે આંતરિક સૂક્ષ્મ વિકારી ભાવો પણ ક્ષય થાય. જ્યારે બાહ્ય સંજોગોમાં દ્રષ્ટિદોષ, સ્પર્શદોષ ને સંગદોષથી વિમુખ રહેવાની વ્યવહાર જાગૃતિ ઉત્પન્ન થવી પણ જરુરી છે. નહીં તો સહેજ જ અજાગૃતિ વિષયના ક્યા ને કેટલા ઊંડા ખાડામાં નાખી દે, તે કોઈથી કહેવાય નહીં !
વિષયનું રક્ષણ, વિષયના બીજને વારંવાર સજીવન કરે છે. ‘વિષયમાં શું વાંધો છે,’ કહ્યું કે વિષયનું થયું રક્ષણ !!! ‘વિષય તો સ્થૂળ છે, આત્મા સૂક્ષ્મ છે, મોક્ષે જતાં વિષય કંઈ નડતો નથી, ભગવાન મહાવીરે ય પૈણ્યા હતા, પછી આપણને શું વાંધો છે ?” આમ બુદ્ધિ વકીલાત કરીને વિષયનું જબરજસ્ત ‘પ્રોટેક્શન’ કરાવે. એક ફેરો વિષયનું ‘પ્રોટેક્શન’ થયું કે તેને જીવતદાન મળી ગયું ! પછી એમાંથી પાછું જાગૃતિની ટોચે જાય ત્યારે પાછો વિષયમાંથી છૂટવાના પુરુષાર્થમાં આવી શકે ! નહીં તો એ વિષયરૂપી અંધકારમાં ખેદાનમેદાન થઈ જાય, તેવો ભયંકર છે !
વિષયી સુખોની મુર્છના ક્યારે ય મોક્ષે જવા ના દે તેવી છે, પરંતુ વિષયી સુખો પરિણામે દુઃખ દેનારાં જ નીવડે છે. પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ થકી વિષયી સુખોની (!) યથાર્થતા ખુલ્લી થાય છે, તે ઘડીએ જાગૃતિમાં આવી જઈને એને સાચા સુખની સમજ ઉત્પન્ન થાય તથા વિષયી સુખમાં અસુખની ઓળખાણ પડે. પરંતુ પછી ઠેઠ સુધી ‘જ્ઞાની પુરુષ'ની દ્રષ્ટિએ વર્તી વિષય બીજ નિર્મૂળ કરવાનું છે. એ પંથે સર્વ પ્રકારે ‘સેફ સાઈડ’ સાચવીને તરી પાર નીકળી ગયેલા એવા ‘જ્ઞાની પુરુષે’ દર્શાવેલા રાહે જ પ્રવર્તી સાધકે, એ સાધ્ય સિદ્ધ કરવાનું રહે છે.
જેને આત્માનું સ્પષ્ટવેદન આ દેહે જ અનુભવવું હોય, તેને વિશુદ્ધ બ્રહ્મચર્ય વિના આની પ્રાપ્તિ શક્ય જ નથી. જ્યાં સુધી વિષયમાં સુખ છે
8