________________
૧૭
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પટ્ટો નાખીને કામ કરાવી લે ને !' એવું આપણા લોકો જીવન જીવવા સારુ ખોરાક ખાય છે, પણ પછી પટ્ટો જ નથી આપતા ! એટલે આ મશીન પાસેથી બીજું કામ કરાવી લેવું કે ના કરાવી લેવું? તમે શું કરાવી લેવાનું નક્કી કર્યું છે ? કંઈ સદ્ગતિ થાય, મોક્ષ થાય એટલા માટે પટ્ટો આપવાનો છે, જીવન જીવીને કામ કાઢી લેવાનું છે.
આપણે લોકોને પૂછીએ તમે શા સારુ ખાવ છો ? તો કહેશે, જીવન જીવવા સારુ અને પૂછીએ કે જીવન શેના સારુ જીવો છો ? ત્યારે કહેશે, કે મને ખબર નથી ! અલ્યા, આ તે કઈ જાતનું ? શાને માટે જીવન જીવવાનું છે ? તે ય ખબર નથી ને છોકરાંનાં કારખાનાં કાઢ્યાં છે !! આ જીવન કંઈ છોકરાનાં કારખાનાં માટે હશે ? છોકરાના કારખાનાં એ તો સ્વાભાવિક છે, પણ એમાં શું દહાડો વળ્યો ? છોકરાં તો, પૈણ્યા એટલે થયા જ કરે ને ? કૂતરાંને ય છોકરાં થયા કરે છે. એ તો વગર ભણેલાં છે, તો ય છોકરાં થાય છે. આ કુતરાં કંઈ ભણેલાં છે ? તો એમને છોકરાં નહીં થતાં હોય ? એમણે ય લગન કરેલું હોય. એમને ય વાઈફ હોય છે ને ? એટલે કંઈક સમજવું તો પડશે ને ? તું એન્જિનીયર પાસ થયો એટલે તારી પાસે શું થયું ? મેઈન્ટેનન્સની તારી પાસે સગવડ થઈ. તારે હવે એન્જિન ચાલું રહેવાનું. પેટ્રોલ ને ઓઈલ માટે સગવડ બધી તૈયાર થઈ ગઈ. તારે હવે આ એન્જિન પાસે શું કામ કઢાવી લેવું છે ? આપણો કંઈક હેતુ તો હોવો જોઈએ ને ? આ નોકરી-ધંધા કરે છે, રૂપિયા કમાય છે, છતાં આ રૂપિયા તો આખો દહાડો ચિંતા ન કરાવડાવે અને ખરાબ વિચાર જ આવ આવ કરે. કોનું ભોગવી લઉં, કોનું લઈ લઉં, બધું અણહક્કનું ભોગવ્યા કરે ને પછી નર્કમાં જવું પડે. ત્યાં ભયંકર દુ:ખો ભોગવવાં પડે. આ સુખો એ તો ઉછીના લીધેલાં સુખ કહેવાય અને ઉછીના સુખ લે, તે કેટલા દહાડા ચાલે ? નર્કગતિમાં વ્યાજ સાથે વાળવું પડે. એના કરતાં ઉછીનું સુખે ય ના જોઈએ ને આપણે પેલું દુ:ખે ય ના જોઈએ. બીજું બધું ખાવ નિરાંતે. જલેબી ખાવ, ચા પીવો !
સમજો બ્રહ્મચર્યની કમાણી.. પ્રશ્નકર્તા : બ્રહ્મચર્યના ફાયદા શું થાય ?
૧૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : આ અબ્રહ્મચર્યના શું ફાયદા થયા તમને, એ કહો પહેલાં. બાબા-બેબલી થયાં. ઓછો ફાયદો કંઈ એ તો, નર્યો વ્યાપાર જ છે ને, નફો જ થયો ને ! હિન્દુસ્તાનમાં ઘણાં લોકો રહે છે. “કેમ શું છે ભઈ ? તમારે શી અડચણ આવી ?’ હું જૈન વાણિયો, મારી છોડી સુથારને ત્યાં ભાગીને જતી રહીને એને પૈણી. તે જો સ્વાદ આવ્યા ને ! કેવો મીઠો સ્વાદ આવ્યો ?! પછી ઘરના બધાને મનમાં એમ થાય કે આથી આ છોડી ના હોત તો સારું !
પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય શું ફાયદા માટે પાળવું જોઈએ ?
દાદાશ્રી : આપણે અહીં આગળ કંઈ વાગ્યું ને લોહી નીકળ્યું હોય, તો પછી બંધ કેમ કરીએ છીએ ? શું ફાયદો ?
પ્રશ્નકર્તા : બહુ લોહી જતું ના રહે. દાદાશ્રી : લોહી જતું રહે તો શું થાય ? પ્રશ્નકર્તા : શરીરમાં બહુ વિકનેસ આવી જાય.
દાદાશ્રી : તો આ બહ અબ્રહ્મચર્યથી જ વિનેસ આવી જાય. આ બધા રોગ જ અબ્રહ્મચર્યના છે. કારણ કે બધા ખોરાક જે ખાવ છો, પીવો છો, શ્વાસ લો છો, એ બધાનું પરિણામ થતું, થતું, થતું એનું... જેમ આ દુધનું દહીં કરીએ, એ દહીં એ છેલ્લું પરિણામ નથી. દહીંનું વળી પાછું. એ થતાં થતાં પાછું માખણ થાય, માખણનું ઘી થાય, ઘી એ છેલ્લું પરિણામ છે. એવું આમાં બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે આખો !
આ લોહી નીકળી જાય તો વાંધો નહીં, પણ પુદ્ગલસાર નીકળી જાય તો મુશ્કેલી, બહુ નુકસાનકારક. અત્યાર સુધી પૂરણ કર્યું, એનો સાર શું ? ત્યારે કહે, એ સાચવો નહીં તો માણસપણું જતું રહેશે. સારામાં સાર છે એ. તત્ત્વનો તત્ત્વાર્ક છે, અર્ક ઓછો વપરાય તો સારું કે વધારે વપરાય તો ? પ્રશ્નકર્તા : ઓછો વપરાય તો સારું.
કકસર કરો વીર્ય તે લક્ષ્મીતી ! એટલે આ જગતમાં બે વસ્તુ ન વેડફવી જોઈએ. એક લક્ષ્મી અને