________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૫
ગંદો રોટલો ય ખાશે. આ ખોરાક તો સારો હોય છે, પણ આ વિષય તો એથી ય ગંદવાડો છે. ભૂખની બળતરાને લઈને ગંદો રોટલો ખાય છે. એવી આ બળતરાને લઈને વિષય ભોગવે છે. પણ આ ગંદો રોટલો ખાતી વખતે ‘ચાલશે’ કહે છે. પણ ફરી ખાવાની ઇચ્છા રહે છે ? ના ! એ તો ફરી ખાવાની ઇચ્છા કોઈને ય ના હોય. પણ વિષયમાં એવું રહેતું નથી ને ? વિષયમાં પણ એવું રહેવું જોઈએ.
આ મુસલમાન માંસાહાર કરે, તે રાજીખુશીથી કરે છે ને ? અને તમને માંસાહાર કરવાનો કહ્યો હોય તો ? ચીતરી ચઢે ને ? એનું શું કારણ ? કારણ કે માંસાહાર કરનારનું ડેવલપમેન્ટ જુદું છે અને તમારું ડેવલપમેન્ટ જુદું છે. જેમ જેમ ડેવલપમેન્ટ ઊંચું ચઢતું જાય, તેમ તેમ સંસારની વસ્તુ પર ચીતરી ચઢતી જાય. આ વિષય પર ચીતરી ચઢતી નથી ને ? પણ એ તો બીજી બધી ગંદી વસ્તુ કરતાં ય વધારે ભૂંડું છે. છતાં
લોકોને આની ખબર પડતી નથી. એટલે કેટલી બધી ડેવલપમેન્ટની કચાશ
છે. આ જિયામાં પરસેવો પડતો હોય એવું દેખે છે છતાં ખાય છે, તો એ ડેવલપમેન્ટ કેટલું કાચું ?! કારણ કે આ ગંદવાડો સમજાયો જ નથી. આ શરીર આમ રૂપાળું લાગે છે પણ આ ગંજીફરાક કાઢીને મોઢામાં ઘાલો ત્યારે ખબર પડે કે એ કેવું છે ! એ કેવું લાગે ? ખારું લાગે ને ? ગંધાય ! જેની જોડે ઊભાં રહેતાં ય ગંધ મારે છે, ત્યાં એની જોડે વિષય શી રીતે ઊભો થાય છે ? આ કેટલી બધી ભ્રાંતિ છે !!!
સાચું સુખ શેમાં ?
માણસને રોંગ બિલિફ છે કે વિષયમાં સુખ છે. હવે વિષયથી ય ઊંચું સુખ મળે તો વિષયમાં સુખ ના લાગે ! વિષયમાં સુખ નથી પણ દેહધારીને વ્યવહારમાં છૂટકો જ નહીં. બાકી જાણી જોઈને ગટરનું ઢાંકણું કોણ ખોલે ? વિષયમાં સુખ હોય તો ચક્રવર્તીઓ આટલી બધી રાણીઓ હોવા છતાં સુખની શોધમાં ના નીકળત ! આ જ્ઞાનથી એવું ઊંચું સુખ મળે છે. છતાં આ જ્ઞાન પછી તરત વિષય જતાં નથી, પણ ધીમે ધીમે જતાં રહે. છતાં પણ પોતે વિચારવું તો જોઈએ કે આ વિષયો એ કેટલો ગંદવાડો છે !
પુરુષને સ્ત્રી છે એવું દેખાય તે પુરુષમાં રોગ હોય તો ‘સ્ત્રી છે’
૧૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય એવું દેખાય. પુરુષમાં રોગ ના હોય તો સ્ત્રી ના દેખાય.
જ્ઞાનીઓને આરપાર દ્રષ્ટિ હોય. જેવું છે તેવું દેખાય. એવું દેખાય તો પછી વિષય રહે ? એનું નામ જ્ઞાન. જ્ઞાન એટલે આરપાર જેમ છે તેમ દેખાવું. આ હાફૂસની કેરી હોય તો તે વિષયની અમે ના ન પાડીએ. એને જો કાપે તો લોહી ના દેખાય, તો એ નિરાંતે ખા. આ તો કાપે તો લોહી નીકળે, પણ એની જાગૃતિ રહેતી નથી ને ? તેથી માર ખાય છે. તેથી આ સંસાર ઊભો રહ્યો છે. આ જ્ઞાનથી જાગૃતિ પછી ધીમે ધીમે વધતી જાય, વિષય ખલાસ થતો જાય. મારે બંધ કરવાનું કહેવું ના પડે. એની મેળે જ તમારે બંધ થતું જાય.
હંમેશાં દુષમકાળમાં માણસનાં મન કેવાં હોય, કે ‘કાલથી ખાંડ નહીં મળે’ એવું કહ્યું કે બધા દોડધામ કરીને ખાંડ લઈ આવશે. એટલે મન વાંકાં ચાલે એવાં છે. એટલે અમે બધી છૂટ જ આપી છે. દુષમકાળમાં મનને બંધન કરીએ કે આમ કરો તો મન અવળું ચાલ્યા વગર રહે નહીં. આ દુષમકાળનો સ્વભાવ છે કે જો અટકાવીએ તો ઊલટું જોશ કરીને એમાં જ પડે. એટલે આ કાળમાં અમારા નિમિત્તે અક્રમ ઊભું થયું, તે કોઈ જાતનું અટકાવવાનું જ નહીં. એટલે પછી મન જુવાન થતું જ નથી, મન ધૈડું થઈ જાય છે. પૈડું થાય એટલે નિર્બળ થાય, પછી ખલાસ થઈ જાય. જુવાન તો ક્યારે થાય, કે અટકાવીએ તો. તૃપ્ત થયેલો માણસ વિષયના ગંદવાડામાં હાથ ઘાલે જ નહીં. આ તો મહીં તૃપ્તિ નથી. તેથી આ ગંદવાડામાં ફસાઈ પડ્યા છે. વીતરાગોનું વિજ્ઞાન એ જ તૃપ્તિને લાવનાર છે.
કેટલાંય અવતારથી ગણીએ તો ય પુરુષો આટ આટલી સ્ત્રીઓને પૈણ્યા અને સ્ત્રીઓ પુરુષોને પૈણી તો ય હજુ એને વિષયનો મોહ તૂટતો નથી. ત્યારે આનો ક્યારે પાર આવે તે ?! એનાં કરતાં થઈ જાવ એકલાં એટલે ભાંજગડ જ મટી ગઈને ?!
ચાલી રહ્યાં ક્યાં ? દિશા કઈ ?
આ ઇન્જિન હોય છે, તો કોઈ માણસ ઇન્જિનમાં તેલ રેડ્યા કરતો હોય તેને ઇન્જિન ચલાય ચલાય કરતો હોય, એવું વરસ દહાડા સુધી કર્યા કરતો હોય તો આજુબાજુના લોકો શું કહે એને ? ‘અલ્યા, ઇન્જિનને કંઈ