________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૩૪૩ પ્રશ્નકર્તા : પણ એ બીજ પડે તો, એનું ફળ સારું હોય ને ?
દાદાશ્રી : એ સારું હોય, તો ય પણ આપણને જરૂર નથી ને ! શેના માટે એ જોઈએ ! એની જરૂર જ નથી ને અને એ બધું વિષયો જ ઊભું કરનારું હોય છે.
પ્રશ્નકર્તા : એ કઈ રીતે ?
દાદાશ્રી : બધી રીતે, વિષય જ ઊભું કરનારું છે. આપણે તો પુણ્ય કશું ના જોઈએ. આપણે તો જે દાદાની આજ્ઞાથી થાય એ ખરું અને આ તો ‘ડિસ્ચાર્જ” રૂપે આવ્યું છે, જેટલું આવે છે ને, તે આટલાં રૂપિયા, આનાં પાઈ સાથે બધો હિસાબ છે. પછી તો તમારી ઇચ્છા હશે તો ય નહીં થાય.
પ્રશ્નકર્તા : ના, પણ એ કંઈક ગયા ભવમાં ભાવ કરેલો હશે, તો જ થાય ને ? કે આ જ ભવના ભાવથી થાય ?
દાદાશ્રી : ના, એ તો ગયા અવતારનો બધો હિસાબ છે. પરિણામ છે અને બીજું તમારે કરવું હોય તો ય નહીં થાય ! એ ય અજાયબી છે
३४४
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય ય મોળું પડી જાય. અને આ એનો ભાવ છે કે મારે બ્રહ્મચર્ય પાળવું જ છે, એનાથી મજબૂતી રહે. આ અક્રમ માર્ગમાં કર્તાભાવ કેટલો છે, કેટલે અંશે છે કે અમે જે આજ્ઞા આપી છે ને, એ આજ્ઞા પાળવી એટલો જ કર્તાભાવ. કોઈ પણ વસ્તુ પાળવી જ પડે, ત્યાં એનો કર્તાભાવ છે. એટલે ‘બ્રહ્મચર્ય પાળવું જ છે.’ આમાં પાળવાનું એ કર્તાભાવ છે, બાકી બ્રહ્મચર્ય એ ડિસ્ચાર્જ વસ્તુ છે.
પ્રશ્નકર્તા : પણ બ્રહ્મચર્ય પાળવું એ કર્તાભાવ છે ?
દાદાશ્રી : હા, પાળવું એ કર્તાભાવ છે. અને આ કર્તાભાવનું ફળ એમને આવતાં અવતારમાં સમ્યક્ પુણ્ય મળશે. એટલે શું કે સહેજે ય મુશ્કેલી સિવાય બધી જ વસ્તુઓ પાસે આવીને પડે અને એમ કરતાં કરતાં મોક્ષે જવાનું. તીર્થંકરોનાં દર્શન થાય ને તીર્થકરોની પાસે પડી રહેવાનો વખત પણ મળે. એટલે એને બધા સંજોગો બહુ સુંદર હોય.
અમારી આ સાયન્ટિફિક શોધખોળ છે, બહુ સુંદર શોધખોળ છે ! પણ અનાદિની કુટેવ જતી નથી, માટે અમારે આ મૂકવું પડે છે કે “બ્રહ્મચર્ય પાળો.”
બાકી, પૈણવું હોય તો જ્ઞાની પુરુષની આજ્ઞા લઈને પૈણો. આશીર્વાદ લીધા અને ‘જ્ઞાની પુરુષે કહ્યું કે હવે તું ગૃહસ્થ જીવન જીવીશ, પછી ‘જ્ઞાની પુરુષ'ને પૂછવાનું જ ક્યાં રહ્યું ? પછી જ્ઞાની પુરુષને ય કશો વાંધો ના રહ્યો. કોઈને મહીં એવું થાય કે મારે આ પ્રમાણે નક્કી કરવું છે, તો હું કહી દઉં કે “પૈણજે, પણ મારી આજ્ઞા લઈને પૈણજે.' પછી તારી જવાબદારી નહીં. કારણ કે સ્ત્રી પૈણીને લાવ્યા, તેને તો અમે ગમે તેમ કરીને પણ જ્ઞાનમાં લઈ જઈએ, પણ હરૈયા ઢોર જેવું થયું. તો તે પછી યુઝલેસ વસ્તુ છે. ત્યાં જ બધા પાખંડ છે. આખા જગતનું કપટ ત્યાં છે.
જ્યારે પૈણીને લાવશે તેમાં પાખંડ નથી, તેમાં કપટ નથી. આની જગતનાં લોકો નિંદા ના કરે.
પ્રશ્નકર્તા : બ્રહ્મચર્ય માટે કુદરતની હેલ્પ અને પાછળના સંસ્કાર કંઈ કામ કરે છે ?
ને !
ત્યાગીઓ પાછા ભાવના ભાવે છે. મનમાં એમ થાય કે આખી જિંદગી ત્યાગમાં ને ત્યાગમાં ગઈ, આમાં તો મહાદુઃખ છે, એના કરતાં તો સંસારી રહેલા સારાં. સેવાચાકરી કરનારું તો મળે. પૈડપણમાં દુ:ખ આવે ત્યારે આવી ભાવના ભાવે એટલે પાછો સંસારી થાય ને સંસારી થાય એટલે બ્રહ્મચર્ય કશું રહે જ નહીં.
બ્રહ્મચર્ય, ચાર્જ કે ડિસ્ચાર્જ ? પ્રશ્નકર્તા : આ બધા જે બ્રહ્મચારીઓ થશે, એ ‘ડિસ્ચાર્જ'માં જ ગણાય ને ?
દાદાશ્રી : હા, ડિસ્ચાર્જમાં જ ને ! પણ આ ડિસ્ચાર્જની જોડે એમનો ભાવ છે, તે મહીં ચાર્જ છે. છે ડિસ્ચાર્જ, પણ એની મહીં ભાવ એ ચાર્જ છે અને ભાવ હોય તો જ મજબૂતી રહે ને ! નહીં તો ડિસ્ચાર્જ હંમેશાં