________________
[૧૩]
ત હો અસાર, પુદ્ગલસાર !
પુદ્ગલસાર
છે બ્રહ્મચર્ય !
બ્રહ્મચર્ય એ શું છે ? એ પુદ્ગલસાર છે. આપણે જે ખાવાનું ખઈએ-પીએ, એ બધાંનો સાર શું રહ્યો ? ‘બ્રહ્મચર્ય’! એ સાર જો તમને જતો રહે તો આત્માનો જે એને આધાર છે, તે આધાર ‘લૂઝ’ થઈ જાય ! એટલે બ્રહ્મચર્ય મુખ્ય વસ્તુ છે. એક બાજુ જ્ઞાન હોય ને બીજી બાજુ બ્રહ્મચર્ય હોય, તો સુખનો પાર જ નહીં ને ! પછી એવું ચેન્જ મારે કે ન પૂછો વાત ! કારણ કે બ્રહ્મચર્ય એ પુદ્ગલસાર છે ને ?
આ બધું ખાય છે-પીવે છે, એનું શું થતું હશે પેટમાં ?
પ્રશ્નકર્તા : લોહી થાય.
દાદાશ્રી : અને સંડાસ નહીં થતું હોય ?
પ્રશ્નકર્તા : થાય ને ! અમુક ખોરાકનું લોહી, અમુક સંડાસ વાટે કચરો બધો નીકળી જાય.
દાદાશ્રી : હા, અને અમુક પાણી વાટે નીકળી જાય. આ લોહીનું
૨૪૦
પછી શું થાય ?
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
પ્રશ્નકર્તા : લોહીનું વીર્ય થાય.
દાદાશ્રી : એમ ! વીર્યને સમજું છું ? લોહીનું વીર્ય થાય, તે વીર્યનું પછી શું થાય ? લોહીની સાત ધાતુઓ કહે છે ને ? એમાંથી એકમાંથી હાડકાં થાય, એકમાંથી માંસ થાય, એમાંથી પછી છેવટે છેલ્લામાં છેલ્લું વીર્ય થાય. છેલ્લી દશા વીર્ય થાય. વીર્ય એ પુદ્ગલસાર કહેવાય. દૂધનો સાર એ થી કહેવાય, એવું આ ખોરાક ખાધાનો સાર વીર્ય કહેવાય. હવે એ સારને શું મફતમાં આપી દેવું જોઈએ કે બહુ મોંઘા ભાવથી વેચવું જોઈએ ?
પ્રશ્નકર્તા : મોંઘા ભાવથી વેચવું જોઈએ.
દાદાશ્રી : એમ ? લોક તો પૈસા ખર્ચીને વેચે છે ને તું કહે છે કે મોંઘા ભાવે વેચવું છે, તો મોંઘા ભાવે તારી પાસે કોણ લેશે ?
લોકસાર એ મોક્ષ છે અને પુદ્ગલસાર એ વીર્ય છે. જગતની સર્વ ચીજો અધોગામી છે. વીર્ય એકલું જ જો ધારે તો ઊર્ધ્વગામી થઈ શકે. એટલે વીર્ય ઊર્ધ્વગામી થાય એવા ભાવ ભાવવા જોઈએ. વીર્યના બે ગમન છે. એક અધોગમન ને બીજું ઊર્ધ્વગમન. અધોગમન છે ત્યાં સુધી પાશવતા છે.
પ્રશ્નકર્તા : આ જ્ઞાનમાં રહીએ તો એની મેળે ઊર્ધ્વગમન થાય જ
ને ?
દાદાશ્રી : હા, અને આ જ્ઞાન જ એવું છે કે આપણા જ્ઞાનમાં રહો તો કશો વાંધો નથી, પણ અજ્ઞાન ઊભું થાય ત્યારે મહીં આ રોગ ઊભો થાય. તે ઘડીએ જાગૃતિ રાખવી પડે. વિષયમાં તો પાર વગરની હિંસા છે, ખાવા-પીવામાં કંઈ એવી હિંસા નથી થતી.
આ જગતમાં સાયન્ટિસ્ટો ને બધા લોકો કહે છે કે વીર્ય-રજ અધોગામી છે. પણ અજ્ઞાનતા છે, તેને લીધે અધોગામી છે. જ્ઞાનમાં તો ઊર્ધ્વગામી થાય છે. કારણ કે જ્ઞાનનો પ્રતાપ છે ને ! જ્ઞાન હોય તો કશો વિકાર જ ના થાય, ને ભલે પછી ગમે તેવી બોડી હોય, ગમે એટલું ખૂબ