________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૨૩૭ દાદાશ્રી : આ બધું શક્તિ કરે છે, ખોરાક જ કરે છે આ બધું. પ્રશ્નકર્તા : પૌગલિક શક્તિ.
દાદાશ્રી : હં, આપણે બે-ત્રણ દહાડા ખાધા વગર કાઢી નાખવા. સાધુ એવી જ રીતે કાઢે ને ? આ ઉપાય ! શક્તિ હોય તો વિષય કરે ને ? ઉપાય તો કરવો પડે ને ?
૨૩૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : કંદમૂળ ન ખવાય ?
દાદાશ્રી : કંદમૂળ ખાવું ને બ્રહ્મચર્ય પાળવું, એ રોંગ ફિલોસોફી છે, વિરોધી છે.
પ્રશ્નકર્તા: કંદમૂળ નહીં ખાવાનું, જીવહિંસાને લીધે કે બીજું કોઈ કારણ છે ?
દાદાશ્રી : એ કંદમૂળ તો અબ્રહ્મચર્યને જબરજસ્ત પુષ્ટિ આપનારું છે. આવા નિયમો કરવા પડે કે જેથી એનું આ કેમ બ્રહ્મચર્ય રહે-ટકે. અને બ્રહ્મચર્ય ટકે એવો એનો સુંદર ખોરાક હોય. અબ્રહ્મચર્યથી બધી રમણીયતા જતી રહે છે અને બ્રહ્મચર્ય પાળે, તે રમણીય થાય. માણસ પ્રભાવશાળી દેખાય.
એટલે મહિનામાં બે વખત ભૂખ્યા રહેવાનું. બબ્બે-બળે દહાડા. એટલું તપ કરે એટલે પેલું તપ થઈ જાય. મહાવીર ભગવાને આજ કરેલું ને ! બધાએ આજ કરેલું ને !
પ્રશ્નકર્તા: આ નક્કીપણાને, ટકાવી રાખવા માટે કોઈ ઉપાય નથી થતા.
દાદાશ્રી : આ ઉપાય.
પ્રશ્નકર્તા ઃ આપ કહો છો, તો ય માનસિક તૈયારી નથી થતી અંદરથી.
દાદાશ્રી : તો પછી અમે ક્યાં ના કહ્યું છે પૈણવાનું ?
પ્રશ્નકર્તા : આપે તો કહ્યું નથી પણ અમે જોયું છેને ! આવું પ્રાપ્ત થયા પછી તો હવે ભૂલ ના જ કરાય.
દાદાશ્રી : તો પછી ડિસાઈડ કર્યા પછી કશું અડે નહીં ! ડિસીઝન કર્યું અને આપણે એવું ઢીલું બોલીએ તો ઊલટું ચડી બેસે. ‘ગેટ આઉટ’ કહીએ. તો થોડોઘણો બહાર નાસી જાય. પછી પાછો ભેગો થઈને આવે. તો ફરી ‘ગેટ આઉટ' કહીએ.
કંદમૂળ પોષે વિષયને ! દેખાદેખીનું બ્રહ્મચર્ય વ્રત ટકે નહીં. એટલે પછી જે કરવું હોય તે કરે. પણ હું તો ચેતવણી આપું કે બ્રહ્મચર્ય પાળવું હોય તો કંદમૂળ ન ખવાય.
પ્રશ્નકર્તા : અત્યાર સુધી અમે કંદમૂળ ન્હોતા ખાતાં. જ્ઞાન લીધા પછી ખાવાનું શરૂ કર્યું, તો બાધારૂપ ના લાગે ? દોષ ના લાગે ?
દાદાશ્રી : કોને દોષ લાગે એમાં ? એ ડિસ્ચાર્જમાં શાનો દોષ ? આપણે આ બ્રહ્મચારીઓને દોષ લાગવા માટે નહીં, એમને તો એ ન ખાય ને, તો એ પેલું વિષયનું જોર ઓછું થઈ જાય. એમને તો એ રક્ષણ માટે કરવાનું હોય. દોષને ને આને લેવાદેવા નથી.
પ્રશ્નકર્તા : આ જે વર્ણન કર્યું છે કે સોયની અણી ઉપર બટાકાનું એ માપનું એક પીસ આવે, તો અનંતા જીવો હોય છે. એ જીવોને..
દાદાશ્રી : એ બધું કોને માટે છે ? જેને બુદ્ધિ વધારવી હોય ને, તેને માટે. એમાં આગ્રહી થાય, તે ક્યારે દહાડો વળે ?! અને આ મોક્ષનો માર્ગ નિરાગ્રહી છે, આ જાણવાનું ખરું અને બને એટલું ઓછું કરી દેવાનું.