________________
૧૯૪
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૩ દાદાશ્રી : હા, ભૂતની પેઠ પેસી જાય. પ્રશ્નકર્તા : એનાં ઉપાય તરીકે પ્રતિક્રમણ તો ચાલે જ છે.
દાદાશ્રી : બસ એ જ. બીજો ઉપાય નહીં અને ત્યાં આગળ બહુ જ સાવચેત રહેવું પડે, બહુ જાગૃતિ રાખવી પડે. તારે એવું કશું તો નથી ને !
પ્રશ્નકર્તા : ત્રણ-ચાર દિવસથી એનાં એ જ વિચારો આવ્યા કરે છે ભૂતની જેમ, આવું પહેલાં કોઈ દિવસ બન્યું નથી.
દાદાશ્રી : તે સારું ઉછું, ત્રણ-ચાર દિવસથી, પણ અમારી હાજરીમાં આવે છે ને ? આ અહીં અમારી પાસે છું તે વખતે આવે છે ને, બહુ સારું નિવેડો આવી જાય. નીકળી જાય. સત્સંગ હોય નહીં, એકલો હઉ ને એ બધું આવે, તો પછી એ બીજો માળો રચે.
પ્રશ્નકર્તા : બુદ્ધિ પાછો આવો માળો પણ રચે છે. પણ હું ઊડાડી દઉં છું.
દાદાશ્રી : બીજો માળો રચે. પ્રશ્નકર્તા : લગ્ન સુધીનો.
દાદાશ્રી : હા. બધું રચે, એટલે ચેતતા રહેવાનું છે. હવે બિવેર બોર્ડ મારવા, ચોર ગજવામાંથી લૂંટી જશે તેનો વાંધો નથી. એ તો ફરી આવશે પણ આ લૂંટાયો ! એક દહાડાનું શું ફળ મળે, ખરેખર લુંટાય ત્યારે. એક દહાડામાં આ લૂંટાય તો શું ફળ મળે ?
પ્રશ્નકર્તા : પાશવતા કહેવાય, અધોગતિ.
દાદાશ્રી : હં. બિવેર લખી રાખવું, જ્યાં ને ત્યાં. બીજું કંઈ આખી દુનિયા જોડે સાચવવાનું નથી. જ્યાં ખેંચાણ થતું હોય એટલું જ સાચવવાનું છે ! ખેંચાણ કરનારું કોણ ? બહુ ત્યારે પાંચ, દસ કે પંદર હોય. બહુ હોય નહીં... એટલું જ સાચવવાનું. બીજાને તો ખોળામાં બેસીએ તો ય ના ખેંચાય. એવું સેફસાઈડવાળું જગત છે આ. તમારું પાંચ, દસ કે પંદર હોય, બહુ છેલછબીલો હોય તેને પચાસ હોય.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય સામે “ફાઈલ' આવે ત્યારે... પ્રશ્નકર્તા : અમુક ટાઈમે એ સમજ રહેતી નથી.
દાદાશ્રી : આપણો ફોર્સ તૂટી જાય, તો એ સમજ ઉડી જાય. તે આપણો નિશ્ચય તૂટી જાય એટલે સમજ ઉડી જાય. આપણા નિશ્ચયને લઈને જ રહે, નહીં તો પુદ્ગલ એવું નથી બિચારું. પુદ્ગલને સારું-ખરાબ નથી લાગતું. એ તો ‘બહુ સારી વસ્તુ, સારી વસ્તુ, સારી વસ્તુ છે,’ એમ કર્યું એટલે પછી એ ધક્કો મારે. ‘ખરાબ છે, ખરાબ છે એમ કરીએ તો પછી પેલું તૂટી જાય. જ્યાં મન ખેંચાતું હોય, તે ફાઈલ આવે તે ઘડીએ મન ચંચળ જ રહ્યા કરે.
તે ઘડીએ મન ચંચળ થાય ને અમને મહીં બહુ દુઃખ થાય. આનું મન ચંચળ થયું હતું. એટલે મારી આંખ કડક થઈ જાય.
ફાઈલ આવે તે ઘડીએ મહીં કૂદાકૂદ કરી મેલ. ઉપર જાય, નીચે જાય, ઉપર જાય, નીચે જાય. એના વિચાર આવતાંની સાથે, એ તો મહીં નર્યો ગંદવાડો ભરેલો છે, કચરો માલ છે. મહીં આત્માની જ કિંમત છે !
ફાઈલ ગેરહાજર હોય ને યાદ રહે તો બહુ જોખમ કહેવાય. ફાઈલ ગેરહાજર હોય તો યાદ ના રહે પણ એ આવે કે તરત અસર કરે એ સેકંડરી જોખમ. આપણે એની અસર થવા જ ના દઈએ. સ્વતંત્ર થવાની જરૂર. આપણી તે ઘડીએ લગામ જ તૂટી જાય. પછી લગામ રહે નહીં ને !
લાકડાની પૂતળી, સારી ! એક ભૂલ ના થવી જોઈએ. ફાઈલ હોય ને સંડાસ જવા બેઠી હોયને કહેશે કે ધોઈ આપ. તો શું કહેશે ? ધોઈ આપે બધા ?
પ્રશ્નકર્તા: જોવાનું જ ના ગમે, તો ધોવાનું શું ગમે ?'
દાદાશ્રી : તું તો ધોઈ આપું હઉં ? ચાટે હઉં ? મને લાગે છે ! એ સંડાસ જતી દેખાય પછી તેને ધોવાનું કહે, નહીં તો ‘નહીં બોલું' કહે તો?