________________
૧૯૨
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
વિકારી ચંચળતા....
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૯૧ નાખવું. એને એમ જ લાગે કે આ કશું સમજતો જ નથી એટલે પછી એ જતી રહે. તને કોઈ એવી ભેગી થાય, તો એ એવું જાણે કે આ બધું ‘સમજી ગયેલો છે ? તું એવું દેખાડવા ફરું કે ? એ બધું બબૂચકપણું કહેવાય.
વેપારીનો છોકરો વેપાર કરવા બેઠો હોય તો સો રૂપિયાની ચીજનો સો રૂપિયાને બદલે અઢયાસી રૂપિયા ભાવ બોલી ગયો હોય, પછી પેલો ઘરાક કહે, માલ કાઢો જોઈએ. એટલે છોકરો પોતે સમજી જાય કે મારી બોલવામાં ભૂલ થઈ છે, એટલે તે શું કરે ? પેલાને કહે કે, “આવો માલ છયાસીમાં મળશે અને બીજો છાસઠવાળો ય છે અને એકસો પાંચ રૂપિયાવાળો ય છે.” આવું બધું બોલીએ એટલે છેદ-બેદ થઈને બધું ઊડી જાય ને પેલો સમજી જાય કે આ વાત બધી જુદી છે. એવી રીતે આમાં ય સામી વ્યક્તિને ખબર પડે કે આ પારંગત નથી. આપણે પારંગત છીએ કે નહીં એવું એ એકવાર જોઈ લે. પારંગત નથી એવી ખબર પડી કે રાગે પડી ગયું. પછી એ છોડી દે અને બબૂચક થયો કે એનું બધું ગયું, પેલી ફસાવી મારે. આપણું મન જો હેરાન થઈ જાય તો આપણે બુદ્ધિ વાપરવી કે ‘તારામાં અક્કલ નથી.' એવું કહીએ એટલે એ એની મેળે જ ભાગી જાય. પણ ભાગી ગઈ એટલે ફરી દવા ચોપડવી પડશે. એ ભગાડવામાં ફાયદો નથી, પણ એ તો ના છૂટકે. આપણું મન હેરાન થઈ જાય ત્યારે એવું કરવું પડે. નહીં તો એવા જોડે દ્રષ્ટિ જ ના માંડીએ, તો બસ થઈ ગયું. સૌથી સારામાં સારું, દ્રષ્ટિ જ ના માંડીએ, નીચું જોઈ જવું, આઘોપાછા થઈ જવું, એ બધો સરળ માર્ગ.
ખેંચાણમાં તણાવું નહીં, આંખ ખેંચાય ત્યાંથી છેટા રહેવું. બીજે જ્યાં સીધી આંખો હોય ત્યાં બધે વ્યવહાર કરવો, પણ આંખ ખેંચાય ત્યાં જોખમ છે, લાલ વાવટો છે. કોઈની જોડે દ્રષ્ટિ મિલાવીને વાત કરવી નહીં, નીચી દ્રષ્ટિ રાખીને જ વાત કરવી. દ્રષ્ટિથી જ બગડે છે. એ દ્રષ્ટિમાં વિષ હોય છે અને વિષ પછી ચઢે છે. એટલે દ્રષ્ટિ મંડાઈ હોયને, નજર ખેંચાઈ હોય તો તરત પ્રતિક્રમણ કરી લેવું. અહીં તો ચેતતા જ રહેવું જોઈએ. જેને આ જીવન બગડવા ના દેવું હોય એણે બિવેર રહેવું. જાણી-જોઈને કોઈ કૂવામાં પડે ખરું ?'
આપણે અહીં ચા પીતો હોય, ખાતો હોય, બધું કરતો હોય તો ય બહાર ધર્મધ્યાન રહે અને અંદર શુક્લધ્યાન રહે. કોઈકને જ નિકાચિત કર્મવાળો હોય તેનું જ મન વિકારી થાય, ત્યારે એ લપસ્યો કહેવાય. નિકાચિત કર્મવાળો કો'ક હોય આમાં. તેને વિકારી વિચાર આવે. એ ચંચળતાવાળો હોય. ચંચળ થઈ ગયેલો હોય. ચંચળ તમને ઓળખાય કે ના ઓળખાય ? આમ જોતો હોય, તેમ જોતો હોય. એને કહીએ કે ‘ભઈ, કેમ આમ થઈ ગયો બા.’ ત્યારે કહે કે વિકારી વિચાર આવ્યો એટલે ચંચળ થઈ ગયો. અને એટલે ધર્મધ્યાન અને શુકલધ્યાન બેઉ જાય. બાકી આપણા મહાત્માઓને ધર્મધ્યાન અને શુક્લધ્યાન બેઉ રહે, પછી ભલેને ખાય-પીવે, ઓઢીને સૂઈ જાય, લાંબો થઈને સૂઈ જાય.
આવા નિકાચિત કર્મવાળાએ અમને પૂછવું કે અમારે શું કરવું ? હવે શી દવા ચોપડવી ? બહુ ઊંડા ઘા પડી જાય. એવા કર્મવાળા હોય તો અમને પૂછવામાં વાંધો નહીં. એ ખાનગીમાં પૂછે એટલે અમે કહી દઈએ, ને દવા બતાવી દઈએ કે આમ દવા ચોપડજે, એટલે ઘા રુઝાઈ જાય.
ફાઈલ થઈ ગઈ ત્યાં.... પ્રશ્નકર્તા : એક જ સ્ત્રી સંબંધી વારંવાર વિચાર આવતા હોય તો એનાં સંબંધી રાગ છે એવું સમજવું.
દાદાશ્રી : એ બાંધેલી ફાઈલ છે. હવે વિચાર આવે ને પછી ઊડી જાય. પછી કશું ના હોય તો એ ફાઈલ હજુ બાંધી નથી, હજુ નવી ફાઈલ લાવ્યા નથી. પેલી તો બાંધેલી ફાઈલ, કેટલાંય કેસ મહીં છે.
પ્રશ્નકર્તા : કોઈવાર પહેલાં મળ્યા ના હોય, ઓળખાણ ના હોય, ખાલી અડધો કલાકની મુલાકાત થઈ એવા.
દાદાશ્રી : એનું નામ જ ફાઈલ. ફાઈલ એટલે આપણા મગજમાં પેસી જાય એ ફાઈલ કહેવાય બધી.
પ્રશ્નકર્તા : આ તે ભૂતની જેમ પેસી ગયું.