________________
૧૭૮
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય પ્રશ્નકર્તા : આ તો સ્પર્શ થઈ જાય એની વાત છે. અડવાનો તો કિચિત્માત્ર ભાવ ના હોય પણ સ્પર્શ થઈ જાય.
દાદાશ્રી : સ્પર્શ થઈ જાય તો પછી આપણે પ્રતિક્રમણ કરવું તરત. પ્રશ્નકર્તા : જયારે જ્ઞાની પુરુષને સ્પર્શ કરવાથી ?
દાદાશ્રી : એ તો બહુ એ ક્યાં હાઈ લેવલનું અને અસર થતાં થતાં તો કેટલો કાળ જાય.
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય હોય એવી અસર થાય. ચિંતાતુર હોય તો એને જો અડીએ, તો ચિંતાતુર કરી નાખે, એવાં પરમાણુ ઊભાં થઈ જાય. જેવાં પરમાણુ હોય એવી અસર થાય.
પ્રશ્નકર્તા : પણ પેલામાં અમને અનુભવ થાય છે. આમાં એટલું અષ્ટ જણાતું નથી, એનું શું કારણ ?
દાદાશ્રી : હા, એ તો દરેક એના પરિણામો છે. પરમાણુની અસર થયા વગર રહે જ નહીં. દેવતાને અડે તો દેવતા અને આ બરફને અડે તો બરફ, એનામાં જે પરમાણુ છે, એની અસર તરત જ થાય. એને અડતી વખતે ઉપયોગ ન હોય તો વાત જુદી છે, બધા પોતપોતાના પરમાણુનો સ્વભાવ બતાવ્યા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : પેલામાં તરત ખબર પડી જાય છે, આખું બધું આમ આખું અંતઃકરણ ડહોળાઈ જાય છે.
દાદાશ્રી : એ તો ડહોળાઈ જાય બધું ય ! પ્રશ્નકર્તા : જ્યારે આમાં તરત ખબર નહીં પડતી, એનું શું કારણ ?
દાદાશ્રી : એ શી રીતે ખબર પડે, એ હાઈ લેવલ પરમાણુ શી રીતે ખબર પડે જલ્દી. ડહોળાઈ ગયેલાં હોય તો તરત ખબર પડી જાય.
પ્રશ્નકર્તા : પેલી જે નેગેટીવ અસર થાય છે પરમાણુની, એ ખબર
પ્રશ્નકર્તા : અથવા મારામાં પણ ભૂલ હોઈ શકે ને કે આ પરમાણુઓ તો એકદમ આવી રહ્યા છે. અમને લાભ કરે છે, એ સો એ સો ટકા વાત નક્કી છે.
દાદાશ્રી : એ લાભ જ કરે પણ તે ખબર ના પડે ! પ્રશ્નકર્તા : મને એ પ્રશ્ન છે કે એ ખબર કેમ નથી પડતી ?
દાદાશ્રી : એ એવી જાડી અસર નથી કે તમને ખબર પડી જાય, શું કહ્યું? એ બહુ સૂક્ષ્મ અસરો છે અને આ તો જાડી અસર, તમને ખબર પડી જાય એવી. આ બરફની ને એ તો નાના છોકરાંને ય ખબર પડી જાય. એવું આ તમને બીજી અસર પડી જાય. આ અસર ખબર ના પડે. પણ સરવાળે એકંદરે મહીં આમ નિરાકુળતા કર્યા કરે.
પ્રશ્નકર્તા : આ જેવું સ્પર્શનું છે એમ દ્રષ્ટિ જ્યારે મળે છે ત્યારે પણ એવું થાય છે.
દાદાશ્રી : દ્રષ્ટિ મળે તો ય એવી અસર થાય. એવું છે ને એક જ ટેબલ ઉપર સ્ત્રી-પુરુષ બધાં ખાય છે ખરાં. એક જાતનો ખોરાક ખાય છે, પણ
સ્ત્રીનામાં સ્ત્રી પરમાણુ રૂપે તરત બદલાઈ જ જાય છે. પુરુષનામાં પુરુષના હિસાબે પરમાણુ તરત બદલાઈ જાય. બીજના સ્વભાવ પ્રમાણે થાય.
પ્રશ્નકર્તા : પણ એ સાથે જમવા બેસે છે, ખોરાક સરખો લે છે, તો એ પરમાણુઓ જુદા અંદર ફેરફાર થવાનું શું કારણ ?
દાદાશ્રી : જુલાબની દવા જેમ લઈએ એના જેવી. પ્રશ્નકર્તા: આમાં એવું નહીં ?
દાદાશ્રી : આમાં ના હોય. આ તો બહુ ધીમી અસર કરે, ધીમી અસર કરે, ઊંચા માર્ગે લઈ જવાનું ને ! પેલું તો એને પાડી દેવાનું નીચે, સીડી અસર, સ્લીપીંગ કહેવાય. સ્લોપ, લપસતું અને આ ઊંચે જવું. ઊંચે જતું તો બહુ જોર કરે ત્યારે એક ઈચ ખસે અને પેલું તો લપસી પડવાનું તો છે જ માલ, બનતા સુધી અડવું નહીં, ઉપયોગ હોય, ગમે એટલો ઉપયોગ મજબૂત હોય તો ય આપણે અડવું નહીં.