________________
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય
૧૭૫ અને દાદાનો ટેકો અને પાછું આ જ્ઞાન. તે આ જ્ઞાન ના હોય ને, બ્રહ્મચર્ય ટકે નહીં. આ જ્ઞાન, ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયેલું છે એટલે બ્રહ્મચર્ય ટકે છે અને ખરું બ્રહ્મચર્ય ક્યારે ટકશે, રહેવાનું ત્યાં જુદું હશે ત્યારે, ત્યાં પછી એમનું આ થોડા વખતમાં રહેવાનું જુદું જ થઈ જવાનું અને તો જ ખરું બ્રહ્મચર્ય ને તો જ મોઢા ઉપર તેજી આવશે. ત્યાં સુધી તો આ હવામાન-વાતાવરણ અસર કર્યા કરે.
પ્રશ્નકર્તા: પેલી સ્પર્શની વાત કરી ને, તે વર્તે છે એવું, તો પછી કરવું શું ? એનો ઉપાય શું ? એટલે આ સ્પર્શમાં સુખ નથી એ બધી વાત પોતે જાણે પણ છતાં ય વર્તનમાં જ્યારે સ્પર્શ થાય ત્યારે એમાં સુખ લાગે.
દાદાશ્રી : એ લાગે પણ તે તો આપણે તરત કાઢી નાખીએ ને, આપણને શું ? એ સુખ લાગ્યું, એ તો આપણી બિલીફ છે તેથી, નહીં તો બીજાને તો આમ સ્પર્શ થતાંની સાથે ઝેર જેવું લાગે. કેટલાંક માણસ તો આ અડે ય નહીં. સ્ત્રીને અડે નહીં, ઝેર જેવું લાગે. કારણ કે એ એણે એવો ભાવ કર્યો છે. પેલો સ્પર્શને સુખ માનતો હોય એવો માલ ભરેલો છે. એ બેના જુદા જુદા ભરેલાં છે, એટલે એને આ જન્મમાં આવું થાય છે. ઝેરે ય ના લાગવું જોઈએ અને સુખે ય ના લાગવું જોઈએ. અમે જેમ સહજ રીતે, આમ જેમ પુરુષોની માફક અમે અડીએ છીએ બીજાને, એવી રીતે રહેવું જોઈએ. એ વિષયમાં કંઈ સ્ત્રી દોષિત નથી. એ આપણો દોષ છે. સ્ત્રીનો દોષ નથી.
પ્રશ્નકર્તા : “સ્ત્રીને સ્પર્શ કરવામાં સુખ છે” એ જે બિલીફ છે, એ કેવી રીતે ઊડાડવાની ?
દાદાશ્રી : એ બિલીફ તો આ દસ જણ બોલ્યા, એટલે બિલીફ બેસી ગઈ. ત્યાં ત્યાગીઓ બોલ્યા હોત ને તો બિલીફ બેઠેલી હોત તો ય ઊઠી જાત. કારણ કે બિલીફ બેઠેલી છે. સાચી જગ્યાએ બેઠી છે કે ખોટી જગ્યાએ ? જલેબી તો સ્વાદિષ્ટ લાગે, એમાં તો તાજી જલેબી હોય, સ્વાદિષ્ટ લાગે કે ના લાગે ? ઘીની હોય તો !
૧૭૬
સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય દાદાશ્રી : જ્ઞાની પુરુષ પાસે સમજી લેવું જોઈએ. આ લોકોની પાસે સમજ્યા તેમાં ! કવિઓ તો બધાં આમ વખાણ કરે. પગ તો કેળ જેવા, પગ ને ફલાણું આવું બોલે. પણ એમ નહીં વિચાર કરતો કે મૂંઆ સંડાસ જાય તે ઘડીએ કેમ આમ નથી જોડે બેસતો. આ તો બધાં સહુ સહુનું ગાય. જ્ઞાની પુરુષ દેખાડેને ત્યારે અરુચિ થાય નહીં.
પ્રશ્નકર્તા : આ બધી વાત આપની બરાબર. આ શ્રદ્ધામાં પણ બેઠેલું છે પણ છતાં ય વર્તનમાં પેલો સ્પર્શ કરવાનું થઈ જાય છે.
દાદાશ્રી : વર્તનમાં તો આ માન્યતા છેને રોંગ, માન્યતા એનું ફળ આપ્યા વગર જાય નહીં ને ! એ ડિસ્ચાર્જ માન્યતા છે. એક ફેરો માનેલી વસ્તુઓ સાવ વિરુદ્ધ, ખરાબ હોય તો પણ માન્યતા જાય નહીં ને ! એટલે આપણે કાઢવી પડે કે આમ નહીં પણ આ ખોટું છે.
પ્રશ્નકર્તા : એટલે એમ કહી શકાય કે હજુ રુચિ છે.
દાદાશ્રી : ના એવું નહીં. આ રોંગ બિલીફો હજુ રહી ગઈ છે મહીં. એટલે નિકાલ કરી નાખવાનો આમ. પેલું “આમાં સુખ છે' એવી રોંગ બિલીફ જે બેસી ગઈ છે લોકોના કહેવાથી, તે આમાં રહી ગઈ છે. તે આમાં એનું કંઈ આ જેમ જેમ આવશે એમ નિકાલ કરી નાખીશું.
પ્રશ્નકર્તા : એ બિલીફનો નિકાલ કેવી રીતે કરવો ?
દાદાશ્રી : ‘ન્હોય મારી’ એમ કહીને જ, એ આપણું હોય. એ બિલીફનો નિકાલ જ થઈ જાય એમાં.
બન્ને સ્પર્શતી અસરોમાં ભિન્નતા !
પ્રશ્નકર્તા: સ્ત્રીને જ્યારે સ્પર્શ થાય છે, ત્યારે એના પરમાણુઓ એકદમ અસર કરે છે. ત્યારે જ્ઞાની પુરુષને પણ સ્પર્શ કરીએ છીએ, તો જ્ઞાની પુરુષના જે પરમાણુઓ છે એ અસર તો કરે જ છે, પણ એટલા ફોર્સવાળા જણાતા નથી, એનું શું કારણ ?
દાદાશ્રી : એ તો પરમાણુ અસર તો, એને લીધે ને ? જેવાં પરમાણુ
પ્રશ્નકર્તા : લાગે.