________________
ભાવના સુધારે ભવોભવ
૪૩
બહુ ઊંચી વસ્તુ છે આ. સમજાય નહીં ત્યાં સુધી બહુ એવું જ !
શાથી એવું હું બોલ્યો હોઈશ કે શક્તિ માંગજો, શક્તિ આપો એમ ? પોતે કરી શકે નહીં ડિઝાઈન. મૂળ ડિઝાઈન શી રીતે કરી શકે ?! એટલે આ ઇફેક્ટ છે. શક્તિ જે આ માંગીએ છીએ એ કોઝ છે અને આવશે ઇફેક્ટ. તે ઇફેક્ટ પણ કોની મારફત આવે છે ? દાદા ભગવાનની મારફત ગોઠવેલી. ઇફેક્ટ ભગવાનના થ્રુ આવવી જોઈએ.
એટલે નવ કલમો પ્રમાણે શક્તિ માંગ માંગ કરે તો એની મેળે જ નવ કલમોમાં પછી રહે. નવ કલમમાં જ રહે પછી, ઘણા વર્ષે. જગ સંબંધોથી છૂટવા માટે...
પ્રશ્નકર્તા : એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છેને ?
દાદાશ્રી : ના, ના. આમાં જરૂર જ નથી. અક્રમ માર્ગમાં એ જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય અનંત અવતારના બધાંની જોડે, એ હિસાબ છૂટી જવા માટે આપી છે. ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે.
એટલે એ નવ કલમો છે તે બોલશો એટલે તાર છૂટી જશે. લોકોની જોડે તાર જે બંધાયેલા છે, તે ઋણાનુબંધ તમને મોક્ષ ક૨વા દેતું નથી. તે આ તાર છૂટવા માટે નવ કલમો છે.
આ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલાને, એ બધા ઢીલાં થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ. બળેલી દોરી જેવા થઈ જાય, તે આમ હાથ કરીએને, એટલે એ પડી જાય.
પ્રશ્નકર્તા : દોષોનાં પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે ?
ભાવના સુધારે ભવોભવ
દાદાશ્રી : તમે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષનાં પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય, તેનાં પ્રતિક્રમણ તો રોજેય કરવાનાં.
૪૪
આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય, તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનુબંધ છૂટી જાય. એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો. અમે તમને દેખાડી છૂટીએ, પછી અમે અમારા દેશમાં જતાં રહેવાના ને !
વર્તી તવ કલમો જિંદગીભર દાદાને !
એવું છેને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે, તેને આવતે ભવ મનુષ્યપણું જતું નહીં રહે એની ગેરેન્ટી આપું છું. નહીં તો આજે એંસી ટકા મનુષ્યપણું રહે નહીં એવું થઈ ગયું છે.
આપણે આ નવ કલમો છેને, એમાં મોટામાં મોટી ભાવનાઓ છે.
બધો આખો સાર આવી જાય. આ નવ કલમો એ આખી જિંદગી અમે
પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો. મેં છેવટે પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાંય વર્ષોથી, ચાલીસ-ચાલીસ વર્ષથી આ નવ કલમો દરરોજેય મહીં ચાલ્યા જ કરે છે. એ પબ્લિક માટે મેં મૂક્યું.
પ્રશ્નકર્તા : અત્યારે તો અમે ‘હે દાદા ભગવાન, મને શક્તિ આપો.’ એમ કરીને બોલીએ છીએ. તો આ નવ કલમો આપ કોને કહેતા હતા ?
દાદાશ્રી : એ ‘દાદા ભગવાન' નહીં હોય, તે બીજું નામ હશે. પણ નામ હશે જ. તેમને જ ઉદ્દેશીને કહેતા હતા. એ ‘શુદ્ધાત્મા’ કહો કે જે કહો તે. એ એમને જ ઉદ્દેશીને કહેતા હતા.
ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એકલી નવ