________________
દાદા ભગવાન પ્રરૂપિત
ભાવતા સુધારે ભવોભવ
(સાર, તમામ શાસ્ત્રોનો)
સાર, તમામ શાસ્ત્રોનો !
ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એકલી નવ કલમો બોલે, બહુ થઈ ગયું ! નવ કલમોમાં એટલી બધી ગજબની શક્તિ મૂકી છે. આ નવ કલમો એ શાસ્ત્રો નથી, પણ અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. માટે હવે તમે નવ કલમો તો ખાસ કરજો. આખા વીતરાગ વિજ્ઞાનનો સાર છે આ નવ કલમો!
- દાદાશ્રી