________________
૨૧
ખોટ જવાની હતી ? એક જગ્યાએ ધૂમધડાકા કરીને ખૂબ પાણી રેડી દે અને પેણે દુકાળ પાડી દે. કુદરતે બધું વ્યવસ્થિત કરેલું છે. તમને લાગે છે કુદરતની વ્યવસ્થા સારી છે ?! કુદરત બધું ન્યાય જ કરે છે.
એટલે સૈદ્ધાંતિક વસ્તુ છે આ બધી. બુદ્ધિ જતી રહેવા માટે આ એક જ કાયદો છે. જે બને છે એ ન્યાય માનીશ એટલે બુદ્ધિ જતી રહેશે. બુદ્ધિ ક્યાં સુધી જીવતી રહે ? બને છે તેમાં ન્યાય ખોળવા જાય, તો બુદ્ધિ જીવતી રહે, આ તો બુદ્ધિ એ પછી સમજી જાય. બુદ્ધિ લજવાય પછી. એને ય લાજ આવે, બળ્યું કે હવે આ ધણી જ આવું બોલે છે, એનાં કરતાં આપણે ઠેકાણે પડવું પડશે.
તા ખોળશો ન્યાય આમાં ! પ્રશ્નકર્તા : બુદ્ધિ કાઢવી જ છે. કારણ કે બહુ માર ખવડાવે છે.
દાદાશ્રી : તે બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિ કંઈ જતી ના રહે. બુદ્ધિ તો આપણે એનાં કારણોને કાઢીએને તો આ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એનાં કારણોને કાઢીએને તો એ કાર્ય જતું રહે. બુદ્ધિ એ કાર્ય છે. એનાં કારણો શું ? જે બન્યું, વાસ્તવિકતામાં શું બન્યું, એને ન્યાય કહેવામાં આવે, ત્યારે એ જતી રહે. જગત શું કહે ? વાસ્તવિકતાનું બનેલું ચલાવી લેવું પડે. અને ન્યાય ખોળ ખોળ કરે ને તેમાં ઝઘડાં ચાલુ રહે.
એટલે એમ ને એમ બુદ્ધિ ના જતી રહે. બુદ્ધિ જવાનો માર્ગ, એનાં કારણો ના સેવીએ તો બુદ્ધિ એ કાર્ય ના થાય.
પ્રશ્નકર્તા : આપે કહ્યું ને કે બુદ્ધિ એ કાર્ય છે અને એનાં કારણો શોધો તો એ કાર્ય બંધ થઈ જાય.
સાસુને ઓળખતી નથી. હું આવી ત્યારથી તો એ દુ:ખ દે છે. એમાં મારો શો ગુનો ?”
કોઈ ઓળખ્યા વગર દુ:ખ દેતું હશે ? એમાં ચોપડે જમે હશે તો તને આપ આપ કરે છે. ત્યારે કહે, ‘પણ મેં તો એનું મોઢું જ જોયું નહોતું.” “અરે, પણ તે આ ભવમાં નથી જોયું. પણ આગલા ભવના ચોપડા શું કહે છે ?” માટે જે બને એ જ જાય !
ઘેર છોકરો દાદાગીરી કરે છે ને ? એ દાદાગીરી એ જ જાય. આ તો બુદ્ધિ દેખાડે છે, છોકરો થઈને બાપની સામે દાદાગીરી ?! આ જે બન્યું એ જ જાય !
એટલે આ “અક્રમ વિજ્ઞાન' શું કહે છે? જુઓ આ ન્યાય ! લોક મને કહે છે, ‘તમે બુદ્ધિ શી રીતે કાઢી નાખી ?” ન્યાય ખોળ્યો નહીં એટલે બુદ્ધિ જતી રહે. બુદ્ધિ ક્યાં સુધી ઊભી રહે ?! ન્યાય ખોળીએ અને ન્યાયને આધાર આપીએ તો બુદ્ધિ ઊભી રહે, તો બુદ્ધિ કહેશે, ‘આપણા પક્ષમાં છે ભાઈ.” કહેશે, “આટલી સરસ નોકરી કરી અને આ ડાયરેક્ટરો શા આધારે વાંકું બોલે છે ?” આ આધાર આપો છો ? ન્યાય ખોળો છો ? એ બોલે છે તે જ કરેક્ટ છે. અત્યાર સુધી કેમ નહોતાં બોલતા ? કયા આધારે નહોતા બોલતા ? અત્યારે કયા ન્યાયના આધારે એ બોલે છે ? વિચારતાં ના લાગે કે એ બોલી રહ્યા છે, તે સપ્રમાણ છે ? અલ્યા, પગારવધારો નથી આપતો એ જ જાય છે. એને અન્યાય શી રીતે કહેવાય આપણાથી ?
બુદ્ધિ ખોળે ન્યાય ! આ તો બધું વહોરી લીધેલું દુઃખ છે અને થોડું ઘણું જે દુઃખ છે, તે બુદ્ધિને લીધે છે. બુદ્ધિ હોયને દરેકમાં ? એ ડેવલપ બુદ્ધિ દુઃખ કરાવડાવે. ના હોય ત્યાંથી દુઃખ ખોળી લાવે. મારે તો બુદ્ધિ ડેવલપ થયા પછી જતી રહી. બુદ્ધિ જ ખલાસ થઈ ગઈ ! બોલો, મઝા આવે કે ના આવે ? બિલકુલ એક સેન્ટ બુદ્ધિ રહી નથી. ત્યારે એક માણસ મને કહે
દાદાશ્રી : એનાં કારણોમાં, આપણે છે તે ન્યાય ખોળવા નીકળ્યા, એ એનું કારણ. ન્યાય ખોળવાનું બંધ કરી દઈએ તો બુદ્ધિ જતી રહે. ન્યાય શેના માટે ખોળો છો ? ત્યારે પેલી વહુ શું કહે ? “પણ તું મારી