________________
૧૭
વખત જ ના આવે. અમારે કશું બોલવાનો વખત જ ના આવે. જે છોડી દે એ જીત્યો. એ પોતાની જોખમદારી પર ખેંચે છે. બુદ્ધિ ગઈ એ શી રીતે ખબર પડે ? ન્યાય ખોળવા ના જઈશ. જે બન્યું એને ન્યાય કહીએ એટલે એ બુદ્ધિ જતી રહી કહેવાય. બુદ્ધિ શું કરે ? ન્યાય ખોળ ખોળ કરે. ને તેથી આ સંસાર ઊભો રહ્યો છે. માટે ન્યાય ના ખોળો !
ન્યાય ખોળવાનો હોતો હશે ? જે બન્યું એ કરેક્ટ, તરત તૈયાર. કારણ કે ‘વ્યવસ્થિત’ સિવાય કશું બનતું જ નથી. નકામી હાયવોય ! હાયવોય !!
મહારાણીએ તહીં, ઊઘરાણીએ ફસાવ્યા !
બુદ્ધિ તો મારતોફાન કરી નાખે. બુદ્ધિ જ બધું બગાડે છે ને ! એ બુદ્ધિ એટલે શું ? ન્યાય ખોળે, એનું નામ બુદ્ધિ. કહેશે, ‘શા બદલ પૈસા ના આપે, માલ લઈ ગયા છે ને ?” એ ‘શા બદલ' પૂછ્યું એ બુદ્ધિ. અન્યાય કર્યો એ જ ન્યાય. આપણે ઊઘરાણી કર્યા કરવી. કહેવું, ‘અમારે પૈસાની બહુ જરૂર છે, ને અમારે અડચણ છે.’ ને પાછાં આવી જવું. પણ ‘શા બદલ ના આપે એ ?” કહ્યું એટલે પછી વકીલ ખોળવા જવું પડે. સત્સંગ ચૂકી જઈને ત્યાં બેસે પછી ? જે બન્યું એ ન્યાય કહીએ એટલે બુદ્ધિ જતી રહે.
મહીં એવી શ્રદ્ધા રાખવાની કે જે બને છે એ ન્યાય. છતાં ય વ્યવહારમાં આપણે પૈસાની ઊઘરાણીએ જવું પડે. તો એ શ્રદ્ધાને લીધે આપણું મગજ બગડે નહીં. એનાં પર ચીઢિયા ના ખાય અને આપણને અકળામણે ય થાય નહીં. જાણે નાટક કરતાં હોય ને એમ ત્યાં બેસીએ. કહીએ, ‘હું તો ચાર વખત આવ્યો, પણ ભેગા થયા નહીં. આ વખતે કંઈ તમારી પુણ્યે હો કે મારી પુણ્ય હો, પણ આપણે ભેગાં થયાં કહીએ.’ એમ કરીને ગમ્મત કરતાં કરતાં ઊઘરાણી કરીએ. ‘અને તમે લહેરમાં છો ને, મારે તો અત્યારે મહામુશ્કેલીમાં સપડાયો છું.' ત્યારે કહે, ‘તમને શું મુશ્કેલી છે ?” ત્યારે કહીએ, ‘મારી મુશ્કેલી તો હું જ જાણું. ના હોય તો કોઈકની પાસેથી મને અપાવડાવો.' આમતેમ વાત કરીને કામ કાઢવું.
૧૮
લોકો તો અહંકારી છે તો આપણું કામ નીકળે. અહંકારી ના હોત તો કશું ચાલે જ નહીં. અહંકારીને એનો અહંકાર જરા ટોપ પર ચઢાવીએ ને, તો બધું કરી આપે. ‘પાંચ-દસ હજાર અપાવડાવો.' કહીએ. તો ય ‘હા, અપાવડાવું છું.' કહેશે. એટલે ઝઘડો ના થવો જોઈએ. રાગ-દ્વેષ ના થવો જોઈએ. સૌ ધક્કા ખાય ને ના આપ્યું તો કંઈ નહીં. બન્યું તે જ ન્યાય કહી દેવું. નિરંતર ન્યાય જ ! કંઈ તમારી એકલાની ઊઘરાણી હશે ?
પ્રશ્નકર્તા : ના, ના. બધા ધંધાવાળાને હોય !
દાદાશ્રી : આખું જગત મહારાણીથી સપડાયું નથી, ઊઘરાણીથી સપડાયું છે. જે ને તે મને કહે કે મારી ઊઘરાણી દસ લાખની આવતી
નથી.' પહેલાં ઊઘરાણી આવતી હતી. કમાતા હતા ત્યારે કોઈ મને કહેવા નહોતા આવતા. હવે કહેવા આવે છે ! ઊઘરાણીનો શબ્દ તમે સાંભળેલો કે ?
પ્રશ્નકર્તા : કોઈ ખરાબ શબ્દ આપણને ચોપડે છે, એ ઊઘરાણી જ છે ને ?
દાદાશ્રી : હા, ઊઘરાણી જ છે ને ! એ ચોપડે, તે ખરેખરી ચોપડે. ડિક્ષનરીમાં ના હોય એવાં ય શબ્દ બોલે. પછી આપણે ડિક્ષનરીમાં ખોળીએ કે આ શબ્દ ક્યાંથી નીકળ્યો ? આમાં એ શબ્દ હોય નહીં એવાં મગજ ફરેલા હોય છે ! પણ એમની જવાબદારી પર બોલે છે ને ! એમાં જવાબદારી આપણી નહીં ને ! એટલું સારું છે.
તમને રૂપિયા ના આપે તે ય ન્યાય છે, પાછાં આપે છે તે ય ન્યાય છે. આ બધો હિસાબ મેં બહુ વર્ષો પહેલાં કાઢી રાખેલો. એટલે રૂપિયા ના આપે, એમાં કોઈનો દોષ નથી. એવી રીતે પાછાં આપવા આવે છે, એમાં એનો ઉપકાર શો ?! આ જગતનું સંચાલન તો જુદી રીતે છે !
વ્યવહારમાં દુ:ખતું મૂળ !
ન્યાય ખોળી ખોળીને તો દમ નીકળી ગયો છે. માણસના મનમાં