________________
અથડામણ ટાળો અથડામણ ના આવે તો દોષ ઢંકાયેલા રહે. પાંચસો-પાંચસો દોષો રોજના દેખાવા માંડે એટલે જાણજો કે પૂર્ણાહુતિ પાસે આવી રહી છે.
માટે જ્યાં હો ત્યાંથી અથડામણને ટાળો. આ અથડામણો કરી આ લોકનું તો બગાડે છે, પણ પરલોક હઉ બગાડે છે ! જે આ લોકનું બગાડે, તે પરલોકનું બગાડ્યા વગર રહે નહીં ! આ લોક સુધરે, તેનો પરલોક સુધરે. આ ભવમાં આપણને કોઈ પણ જાતની અડચણ ના આવી તો જાણવું કે પરભવે પણ અડચણ છે જ નહીં અને અહીં અડચણ ઊભી કરી તો બધી ત્યાં જ આવવાની છે.
ત્રણ અવતારતી ગેરન્ટી ! અથડામણ ના થાય, તેને ત્રણ અવતારે મોક્ષ થાય તેની હું ગેરન્ટી આપું છું. અથડામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવું. અથડામણ પુદ્ગલની છે અને પુદ્ગલ, પુદ્ગલની અથડામણ પ્રતિક્રમણથી નાશ થાય છે.
પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા, એટલે રકમ ઊડી જાય. સામાં માણસ માટે વિચાર કરવો કે, ‘એણે મને આમ કહ્યું, તેમ કહ્યું.’ એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતાં નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ! ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે. ‘જ્ઞાની પુરુષ’ બધાને શી રીતે માફી આપે ? એ સમજે કે, આ બિચારાં સમજતા નથી, ઝાડ જેવાં છે. ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે.
આસક્તિ ત્યાં ‘રિએક્શન' જ ! પ્રશ્નકર્તા : પણ ઘણી વખત આપણે દ્વેષ ના કરવો હોય તો ય દ્વેષ થઈ જાય છે, એનું શું કારણ ?
દાદાશ્રી : કોની જોડે ?
અથડામણ ટાળો પ્રશ્નકર્તા : વખતે ધણી જોડે એવું બને તો ?
દાદાશ્રી : એ દ્રષ નથી કહેવાતો. હંમેશાં ય જે આસક્તિનો પ્રેમ છે ને, એ રિએક્શનરી છે. એટલે જો ચીઢાય ત્યારે આ પાછાં અવળા ફરે. અવળા ફર્યા એટલે પાછાં થોડોક વખતે છેટાં રહ્યાં કે પાછો પ્રેમ ચઢે. અને પાછો પ્રેમ વાગે, એટલે અથડામણ થાય. ને એટલે પછી પાછો પ્રેમ વધે. જ્યારે વધારે પડતો પ્રેમ હોય ત્યાં ડખો થાય. તે જ્યાં કંઈ પણ ડખો ચાલ્યા કરતો હોય ને, ત્યાં અંદરખાને પ્રેમ છે આ લોકોને. એ પ્રેમ હોય તો જ ડખો થાય. પૂર્વભવનો પ્રેમ છે, તો ડખો થાય. વધારે પડતો પ્રેમ છે. નહીં તો ડખો થાય જ નહીં ને ? આ ડખાનું સ્વરૂપ જ એ છે.
એને લોકો શું કહે છે ? ‘અથડામણથી તો અમારો પ્રેમ થાય છે.” ત્યારે વાત સાચી છે પણ. એ આસક્તિ અથડામણથી જ થયેલી છે. જ્યાં અથડામણ ઓછી ત્યાં આસક્તિ ના હોય. જે ઘરમાં સ્ત્રી-પુરુષને અથડામણ ઓછી થાય ત્યાં આસક્તિ ઓછી છે એવું માની લેવું. સમજાય એવી વાત છે ?
પ્રશ્નકર્તા: સંસાર વ્યવહારમાં જે અહમ્ રહે છેકોઈ વખત, તો એને લીધે તણખા બહુ ઝરે.
દાદાશ્રી : એ તો અહમૂના તણખા ઝરતાં નથી. એ દેખાય છે અહમૂના તણખા પણ વિષયના આધીન થઈને એ હોય છે. વિષય ના હોય ત્યારે આ ના હોય. વિષય બંધ થાય ત્યારે પછી એ ઈતિહાસ જ બંધ થઈ જાય. એટલે જો બ્રહ્મચર્ય વ્રત લઈને રહે વરસ દહાડા માટે, તો એમને હું પૂછું છું. ત્યારે કહેશે, ‘તણખા એક્ય નહીં, કચકચ નહીં, ખટપટ નહીં, કશું જ નહીં, સ્ટેન્ડ સ્ટીલ !” પૂછું પાછો, જાણું આવું થઈ જાય હવે. એટલે એ વિષયને લીધે હોય છે.
પ્રશ્નકર્તા : પહેલાં તો અમે એમ સમજતા'તા કે આ ઘરનાં કામકાજ બાબતમાં અથડામણ થતી હશે. તે ઘરનાં કામમાં હેલ્પ કરવા