________________
(૩) ગતિસહાયક તત્ત્વ - સ્થિતિસહાયક તત્ત્વ !
ઊડાડીને લઈ જાય છે ને ! તે કોણ ? ગતિસહાયક કરે છે. એ તત્ત્વ છે. આ પવન એકલો નથી કરતો. પવનની અંદર તત્ત્વ રહેલું છે, એ તત્ત્વ આવે છે તો ઊડે, નહીં તો ઊડે નહીં. અહીંથી આમ આપણા ઘરનું છાપરું ઊડ્યું, પછી ઊભું જ ના રહે. ત્યારે મૂઆ કંઈ જાય એ ? ઉપરનું છાપરું છે તે ગતિ કરીને અહીંથી હજારો ફૂટ છેટે પડે. પડે કે ના પડે ? એ ગતિસહાયક તત્ત્વથી થાય છે. બીજું સ્થિતિસહાયક. અહીંથી પતરાં ઊડ્યાં એ તો ઊડ ઊડ જ કર્યા કરે. એ ગતિસહાયક તત્ત્વ એકલું જ હોય તો પછી એ છાપરું પછી પડે નહીં પછી, એ ફર્યા જ કરે. એટલે પાછું બીજું સ્થિતિસહાયક તત્ત્વ રાખ્યું.
પ્રશ્નકર્તા : સ્થિતિસહાયક તત્ત્વને આ ગુરુત્વાકર્ષણ જે કહીએ છીએ છે તે ?
દાદાશ્રી : ના, ના, ભૂલી જાવ. ગુરુત્વાકર્ષણને કશી લેવાદેવા
નથી.
૪૫
પાયેલી પૂંછડી કેમ હલે ?
હવે ગિલોડીને પૂંછડી કપાઈ જાય, જોયેલી તમે ?
પ્રશ્નકર્તા : હા, હા, દાદા.
દાદાશ્રી : શું જોયું હતું ?
પ્રશ્નકર્તા : એ પૂંછડી કપાઈ જાય તોય પૂંછડી એની મેતે (મેળે) એ હલ્યા કરે...
દાદાશ્રી : અને ગિલોડી શું કરે ?
પ્રશ્નકર્તા : ગિલોડી જતી રહે.
દાદાશ્રી : જતી રહે અને પૂંછડી હલ્યા કરે. ને પછી એના માટે શું સમાધાન થાય ? એ પૂંછડી આમ આમ ઊંચા-નીચી થયા કરે. એ શું સૂચવે છે ? એ શું થતું હશે ? કોણ હલાવતું હશે ?
૪૬
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
પ્રશ્નકર્તા : ચેતન.
દાદાશ્રી : ચેતન ગિલોડીની જોડે જતું રહ્યું. આ અહીં શું રહ્યું હવે ? એટલે આખું જગત એને ચેતન કહે. આ ચેતન નહોય. પ્રશ્નકર્તા ઃ તો એ શું હોય ?
દાદાશ્રી : અચેતન તત્ત્વ છે.
પ્રશ્નકર્તા : તો એ કૂદાકૂદ કેવી રીતે થઈ શકે ?
દાદાશ્રી : આ એન્જીનો ફરે છે કેવી રીતે ? એનો નથી
ફરતાં ? આ બધી ગાડીઓ-મોટો હોય, એ જડ કૂદાકૂદ કરે, એ ચેતન નથી. ચેતનનો કૂદાકૂદ કરવાનો પોતાનો ગુણ જ નથી.
એટલે આ ડૉક્ટરોએ કોઈ દહાડો ચેતન જોયેલું ના હોય. કોઈએ ચેતન જોયું જ ના હોય. હરતાં-ફરતાં માણસોને ચેતન કહેવાતું નથી. એ તો મિકેનિકલ માણસોય આવશે, જ્યારે મિકેનિકલ બનાવશે લોકો ત્યારે એ ભઈ હરતા-ફરતા હશે. હા, વાતો-બાતો બધું કરશે.
પ્રશ્નકર્તા : અંગ્રેજીમાં જે રોબોટ કહે છે ?
દાદાશ્રી : હા, એટલે એ કંઈ ચેતન નથી.
હવે એનું સૉલ્યુશન લોકો લાવી શકે નહીં. એટલે લોકો શું
કહે કે જીવ આમાંથી નીકળે છે અને જીવ નીકળી રહેશે એટલે પછી પડી જશે. એવું કહેને ? જીવ કપાય નહીં. અને પૂંછડી કપાઈ ગઈ. આમ કપાતાની સાથે જ પેલામાં ચેતન એક જ થઈ જાય. જુદું પડે નહીં અને ગિલોડી પછી આખા ચેતન સાથે જતી રહે. આ રહ્યું પૂંછડું એનું.
પ્રશ્નકર્તા : પૂંછડીમાં કંઈક હજુ જીવ છે એટલે કૂદાકૂદ કરે છે ?
દાદાશ્રી : જીવ તો આગળ આગળ ગિલોડી જે ગઈને, એની મહીં જીવ ગયો, આમાં જીવ રહ્યો નથી. આ મોટા મોટા સંતો હઉ