________________
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
આપ્તવાણી શ્રેણી-૧૪ ભાગ-૨
ખંડ : ૧ છ અવિનાશી તત્ત્વો !
અવિનાશી તત્વોથી રચાયું વિશ્વ !
| ઉત્પત્તિ થઈ, વિજ્ઞાતથી ! પ્રશ્નકર્તા : જીવાત્મક, પુદ્ગલ પરમાણુ વગેરે છ દ્રવ્યનો પરિચય તત્ત્વખંડ દર્શનમાં આપીને એના સંયોગ તથા વિભાગ, સૃષ્ટિની અસીમ આકૃતિતતા અનાદિ અનંતનું પ્રતિપાદન કરે છે. એ સંયોગ અને વિભાગની વાત સમજાવો.
દાદાશ્રી : એટલે તત્ત્વખંડ દર્શનમાં શું બતાવે છે કે આ છ દ્રવ્યો નિરંતર પરિવર્તનશીલ છે. એટલે આ જગત બધું ઊભું થાય છે, સંયોગવિયોગથી. એટલે સૃષ્ટિની અસીમ આકૃતિતતા એટલે એનો કોઈ બનાવનાર હોવો ન જોઈએ.
પ્રશ્નકર્તા : સંયોગ જે શબ્દ વાપર્યો ને અને વિયોગ નથી મૂક્યો, વિભાગ મૂક્યો છે. વિભાગ શબ્દ જરા સમજાવો. સંયોગને તમે સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ કહ્યો, પણ વિભાગ ?
દાદાશ્રી : નિર્જરા થઈ એ વિભાગ છે બધો. જે વિભાજ્ય થઈ
જાય, તે સૃષ્ટિની અસીમ આકૃતિતતા એટલે વિભાગ કરવા માટે છે તે તેમાં કોઈની જરૂર નથી. સંયોગ કરવા માટે કોઈની જરૂર નથી, એની મેળે થયા જ કરે છે આ. એટલે અનાદિ અનંત પણ પૂરવાર થાય છે.
પ્રશનકર્તા : સમગ્ર સૃષ્ટિ વિજ્ઞાન પર નિર્ભર છે, આપ આમ કહો છો તો વિજ્ઞાનનો રચનાર કોણ ?
દાદાશ્રી : વિજ્ઞાનનો રચનાર કોઈ હોય નહીં. વિજ્ઞાન એટલે આ છ તત્ત્વો ઉપર આ જગત રચાયેલું છે.
પ્રશનકર્તા : સમગ્ર સૃષ્ટિના અણુ અણુમાં વૈજ્ઞાનિક ગુણધર્મો સમાયેલા છે, તો તે દરેક અણુમાં ચોક્કસ ગણતરીપૂર્વકના ગુણધર્મો કોણે મુક્યા ?
દાદાશ્રી : કોઈ મૂકનાર નથી એનો, સ્વભાવિક(સ્વાભાવિક) છે. મૂકનાર હોય તો તો કો'ક ડફોળ ઊભો થયો. તે આપણને બધાને મોક્ષમાં જ ના જવા દે.
એટલે કોઈએ કર્યું જ નથી. છે, છે ને છે, હતું, હતું ને હતું અને રહેશે રહેશે ને રહેશે જ. આ અનાદિ છે અને અનંત છે. એટલે છે, છે ને છે. કારણ કે જે સનાતન વસ્તુને આપણે “થયું હતું એવું બોલીએ, તે આપણી ભૂલ થાય છે. આ વિનાશી વસ્તુને કહેવાય કે આ થયું હતું.
ધેર આર સિક્સ પરમેનન્ટ્સ, એ પરમેનન્ટને તો થવાનું કે ના થવાનું રહેતું જ નથી. થવાનું ના થવાનું એ કોની શોધખોળ છે ? ત્યારે જે પોતાની જાતને વિનાશી માને છે, એ વિનાશી તત્ત્વો જો જો કર્યા કરે. જે અવિનાશી છે એ અવિનાશી જો જો ર્યા કરે છે. એવી બન્નેય જાતની દૃષ્ટિ છે.
પ્રશ્નકર્તા : એક વસ્તુ ખ્યાલ ના આવ્યો. આપે કીધું, જગત કાળથી અનાદિ છે પણ એની ઉત્પત્તિનું મૂળ કારણ તો કંઈક હોવું જોઈએ ?