________________
સર્જન કરવું એ પોતાની (અહંકારની) સત્તા છે ને વિસર્જન કરવું એ પુદ્ગલની સત્તા છે. માટે સવળું સર્જન કરવું.
અવસ્થામાં તન્મયાકાર એટલે સંસાર એટલે જ પુગલ રમણતા. ‘હું આત્મા છું' એ સિવાયનું ‘હું ચંદુ છું’ ત્યાંથી માંડીને બધું જ પુદ્ગલ રમણતા. આખું જગત આ પૌદ્ગલિક રમણતાવાળું છે, એમાં એક ક્ષણ પણ આત્મા આરાધે તેનો મોક્ષ થયા વગર રહે નહીં.
પુદ્ગલ ખાણું-પીણું અને રમણું છે. ખાણું-પીણું લિમિટેડ છે ને રમણું અનલિમિટેડ છે. આત્મરમણતાથી મોક્ષ છે. પુદ્ગલથી વિરામ પામવું એનું નામ વિરતિ.
ક્રમિક માર્ગમાં સાધનોને જ રમાડ માડ કરે. સાધ્ય બાજુએ રહી જાય. શાસ્ત્રો રમાડે, માળા રમાડ રમાડ કરે, આ બધાં પુદ્ગલનાં જ રમકડાં છે. આત્માને એની સાથે કશું લેવાદેવા નહીં. પુદ્ગલ રમણતાથી સંસાર ફળ મળે, મોક્ષ ના મળે.
જે સાધનથી આત્મા પ્રાપ્ત કરવાનો છે, તે પ્રાપ્ત થયા પછી સાધનને છોડવાના છે, પછી આરાધવાના ના હોય ! ચાની તપેલી ઉતારીને સાણસી બાજુએ મૂકવાની, તેને પીવાની નથી.
જે રકમે ગુઢ્યું તે જ રકમે ભાગવું પડે તો જ નિઃશેષ આવે. એને જ મોક્ષ કહ્યો.
આખું જગત પુદ્ગલ ચલાવી રહ્યું છે. અતિક્રમણેય પુદ્ગલ કરે છે. પુદ્ગલ જન્મે છે, રાંડે છે, મરે છે, બધું પુદ્ગલ જ છે. આ છે જ્ઞાનીઓની ભાષા ! બાકી, આત્મા મરતો નથી ને જન્મતોય નથી, (પ્રતિષ્ઠિત) આત્મા જીવે-મરે છે.
પુદ્ગલ એટલે મિશ્રચેતન કે જે ચૈતન્યભાવને પામેલું છે, પાવર ચેતન છે. ચાર્જ થયેલો ચૈતન્ય પાવર બીજા અવતારમાં ગલન થાય છે. આત્માના ઈન્વોલ્વમેન્ટ (સહમતિ)થી થાય તે પૂરણ ને પરપરિણતિ થાય તે ગલન છે.
ભ્રાંતિથી લાગે છે કે આત્મા જ બધું કરે છે પણ વાસ્તવિકતામાં
આ બધી જ પુદ્ગલની બાજી છે. ભ્રાંતિ એટલે ભૂલથી આંખ હાથથી દબાઈ ગઈ હોય તો બે દીવા દેખાય ને ?
પુદ્ગલ પુદ્ગલને અથડાય છે, ચેતન ચેતનને કદીય ના અથડાય.
જગતમાં ચાર વસ્તુ છે; સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. સરવાળા-બાદબાકી પ્રગલ કરે છે ને ગુણાકાર-ભાગાકાર વ્યવહાર આત્માના છે. રાગ ગુણાકાર, દ્વેષ ભાગાકાર. રાત્રે ઓઢીને મહીં યોજના કરે એ ગુણાકાર.
વિભાવિક આત્માના ગુણાકારથી વિશ્રસાના થાય પ્રયોગસા. પ્રયોગસાથી પછી મિશ્રસા થાય અને મિશ્રણામાંથી ભાગાકાર થાય તેનું વિશ્રણા થાય.
કારણ પરમાણુ - પ્રયોગસા રૂપક પરમાણુ - મિશ્રસા પછી ફળ આપીને નિરંતર વિશ્રાસા થયા જ કરે.
વિભાવિક આત્માનો સ્વભાવ ગુણાકાર-ભાગાકાર છે. ગુણાકારમાં ભાગાકારનું ને ભાગાકારમાં ગુણાકારનું બીજ પડેલું જ હોય છે. એને જ ઘાલમેલ કહી. દા.ત.: ૧) ઠંડી લાગી અને સ્વેટર પહેરવાનું મન થયું. સ્વેટર માગ્યું
એ ગુણાકાર. ૨) સ્વેટર પહેર્યું એ સરવાળો. ૩) ગરમી લાગી ને સ્વેટર કાઢી નાખવાનું મન થયું એ ભાગાકાર. ૪) સ્વેટર કાઢી નાખ્યું એ બાદબાકી. બાદબાકી સાયન્ટિફિક
સરકમસ્ટેન્ડિાયલ એવિડન્સના આધારે થાય છે. દાદાશ્રી કહે છે, “અમારો ભાગાકાર નિઃશેષ થઈ ગયો છે. હવે કંઈ બાકી ના રહ્યું.”
કાશ્મીરમાં રાત્રે બરફ પડે કે બુદ્ધનું પૂતળું રચાય તે સરવાળો.
67