________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૩૩
૩૭૪
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
નથી, તાંબાનો ગુણ છે. એવી રીતે આપણે અહીં આગળ કયા ભાવ પુદ્ગલના છે, કયા ભાવ આત્માના છે, એ જ્ઞાન અમે બતાવી દીધેલું છે.
ભાવ બે પ્રકારના આવે છે મહીં. આ બધા ભાવ શેના છે ? ત્યારે કહે, પૌલિક ભાવ છે, આત્માના ભાવ નથી. તેથી અમે કહ્યું, મન-વચન-કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. લેપાયમાન ભાવો અંદર આવે, જાત જાતના આવે. ૬૦ વર્ષે લેપાયમાન ભાવ એવાંય આવે કે ૩૦ વર્ષ તો બ્રહ્મચર્ય પાળ્યું પણ હવે પૈણી નાખવું છે. ૬૦ વર્ષે વિચાર આવે પણ તે આત્માના ભાવ નથી, તે પુદ્ગલના ભાવ છે. શ્રીમંત માણસને ચોરી કરવાના ભાવ ઉત્પન્ન થાય, તો શું એ કંઈ ચોરી કરનારો માણસ ? ના, ભાવ મહીં ઉત્પન્ન થાય. જે પૂરણ કરેલું છે તે ગલન થશે, તે વખતે મૂંઝાશો નહીં. જે ભાવનું તમે પુરણ કર્યું છે તે ભાવનું ગલન થયા વગર રહે નહીં. અને જે ભાવે કર્મનો બંધ કર્યો છે તે ભાવે જ નિર્જરા થશે. પણ નિર્જરા થતી વખતે તમે જ્ઞાનમાં આજે હો, પણ નિર્જરા તો પેલા ભાવે થયા કરે ને ! અજ્ઞાન ભાવે કર્મના બંધ પડેલા, તે નિર્જરા તો થયા જ કરવાનીને !
ભગવાન કહે કે આમાં તારા આત્માનું શું છે ? આ તો પુદ્ગલના ભાવ છે. હવે સામી દુકાનમાં આ બધું ચાલે ને માને કે મેં બહુ કર્યું પણ ભગવાન કહે છે કે ના, કશું કર્યું નથી.
ઘર, બૈરી, છોકરાં ભાગ્યાં એય પુદ્ગલના ભાવ, પૈણ્યો એય પુદ્ગલના ભાવ. પુદ્ગલના ભાવને પોતાના ભાવો માને છે, તેનાથી સંસાર ચાલે છે. કારણ કે એને એમ છે કે મારા સિવાય બીજા કોઇ ભાવ કરે જ નહીં. બીજું બધું જડ છે પણ એને ખબર નથી કે આ જડના ભાવો છે. આ ભાવય જડ છે. આ ચેતન ભાવ છે ને આ જડ ભાવ છે એ સમજાયું કે છૂટી ગયો.
પુદ્ગલના ભાવ કેવા છે ? આવ્યા પછી જતો રહે. જતો ના રહે એ આપણો ભાવ. પુદ્ગલ એટલે પ્રેરેલો ભાવ છે. તે ગલન થઇ જશે. જતો રહેશે માટે એ પુદ્ગલનો ભાવ છે, ‘આપણો’ ભાવ નથી.
આ બહુ ઝીણી વાત છે ને !
પ્રશ્નકર્તા : પુદ્ગલ ભાવ નષ્ટ થાય ત્યારે જ શુદ્ધાત્મા સ્વરૂપ ગણાય ને ?
દાદાશ્રી : હા, પુદ્ગલ ભાવ નષ્ટ થાય એટલે શુદ્ધાત્મા.
પ્રશ્નકર્તા : એ તો નષ્ટ થાય જ નહીં ને ! સોય લાગે તો આપણને વાગે છે જ.
દાદાશ્રી : ના, એ વાગે છે તે જુદું થાય છે. તે આત્માને લાગતું જ નથી, એ પુદ્ગલ ભાવને લાગે છે. આમાં મિશ્રચેતનેય છેવટે પુદ્ગલ જ છે. આ મિશ્રચેતન જ કામ કરી રહ્યું છે ને, તે તો પુદ્ગલ જ છે.
એ પુદ્ગલ છે, પણ જ્ઞાન ના હોય ત્યાં સુધી એ ચેતન ગણાય. કારણ કે અહંકારથી માને છે કે હું આ છું, એ આરોપિત ભાવ છે. એટલે આ “જ્ઞાન” પછી ભાવ ઊડી જાય, પુદ્ગલ ભાવ જ ઊડી ગયો ત્યાં આગળ. પુદ્ગલનો માલિક જ ના રહ્યો એ પોતે. એટલે શ્યાં પોતે માલિક નથી, ત્યાં શું લેવાદેવા ?
મન-વચન-કાયાના એટલે પુદ્ગલના જે ભાવો ઉત્પન્ન થાય છે, આ ભાવે છે, તે ભાવે છે, તે પુગલના ભાવો છે. તેના પરથી (વ્યવહાર) આત્મા પોતાના ભાવો કરે છે, એનાથી સંસાર ઊભો થાય છે. મન-વચન-કાયાના જે જે ભાવો થાય છે તે બધા જ પુદ્ગલના ભાવો છે, આટલું જ જે સમજી ગયો તેનું કામ થઇ ગયું. ઊંધિયું ખાવાના ભાવ થતા હોય, લગ્નમાં જવાના ભાવ થતા હોય તે બધા પુદ્ગલના ભાવ છે.
સાયન્સ શું કહે છે કે આમાં સોનું-તાંબું છે, તે સોનાના ભાવ તાંબામાં ના આવે ને તાંબાના ભાવ સોનામાં ના આવે ને જોડે રહે તોય સહુ સહુના ભાવમાં રહે તેમ છે.
આ સાધુ કહે કે મેં ત્યાગ કર્યો, મેં બૈરી-છોકરાં છોડ્યાં. ત્યારે