________________
(૧૦) પુદ્ગલની પરિભાષા !
૩૭૧
[૧૧] પુદ્ગલ ભાવ !
પ્રાધાન્યતા કેવળ આત્માને જ ! પ્રશ્નકર્તા : સંસારમાં બધું પુદ્ગલ જ છે.
દાદાશ્રી : બધું પુદ્ગલ જ છે. પણ એકલું પુદ્ગલ તો કહેવાનો ભાવાર્થ શું ? જ્ઞાની કહે કે છે બધું મિલ્ચર પણ એકલું પુદ્ગલ કહેવાનો ભાવ શું કે ભઈ, આ આપણે આત્મા સાથે કામ છે ને ? ને બીજું પાછું આ ફોડ પાડવા જાય ત્યારે પેલું ભૂલી જાય, આત્મા ભૂલી જાય એટલે જ્ઞાની પુરુષ એકલું પુદ્ગલ કહે. હોય તો પાંચ વસ્તુ ભેગી (વિભાવિક આત્મા, ‘પોતે' છૂટો પડે એટલે પછી પાંચ તત્ત્વો રહ્યા તે) પણ એકલું પુદ્ગલ કહે. આ આત્મા અને આ એક પુદ્ગલ.
પ્રશ્નકર્તા: આ પાંચ તત્ત્વોને જોવાં ખરાંને ?
દાદાશ્રી : હમણે જોવાની જરૂર નહીં. હમણે તો આપણે આ આત્મા જ જોવો. આ પાંચ તત્ત્વોનું બનેલું છે એને જુઓ.
પ્રશ્નકર્તા : પાંચેય તત્ત્વો શું શું કરી રહ્યા છે ?
દાદાશ્રી : હલનચલન એ પુદ્ગલનો સ્વભાવ નથી, એ બીજાનો સ્વભાવ છે પણ આપણે બધું એક પુદ્ગલમાં ઘાલી દો ને. કારણ કે આત્મા નહોય, આપણે તો આત્મા સાથે કામ.
અને આ શરીરમાં પુદ્ગલ અને આત્મા બે જ છે. જો પુદ્ગલ ને આત્માની જેને વહેંચણ કરતાં આવડી જાય, સમજી લે, તો આત્મા જડી જાય. પરંતુ એવી માણસની શક્તિ નથી, માણસની મતિની બહાર છે. શ્યાં બુદ્ધિથી પર વાત છે ત્યાં આગળ આ વાત છે. એટલે અમુક હદ સુધી પહોંચી અને વહેંચણ કરે પણ ના આવડે. એટલે એ તો જ્ઞાની પુરુષનું કામ. જ્ઞાની પુરુષમાં ભગવાન મહીં જાતે બેઠેલા હોય, એમની કૃપાથી શું ના થાય તે ! એમની કૃપાથી વર્લ્ડમાં કોઈ એવી ચીજ છે, જે ના થાય !
ઈચ્છાપૂર્વકતી વૃતિ એ ભાવ ! પ્રશ્નકર્તા : આ જે પુદ્ગલભાવ કહેવામાં આવે છે એ શું ?
દાદાશ્રી : હવે અત્યારે તમને જલેબી ખાવાનો વિચાર આવે નહીં. પણ બજારમાં જતા હોઈએ અને પેલો તાજી તાજી જલેબી કાઢતો હોય ને સુગંધી આવી કે મહીં ભાવ ઉત્પન્ન થાય જલેબી ખાવાનો. એ પ્રદુગલ ભાવ કહેવાય. જલેબી ‘તમને' ભાવ કરાવડાવે. કરાવે કે ના કરાવે ?
પ્રશ્નકર્તા : કરાવે, કરાવે.
દાદાશ્રી : જલેબી ના જોઈ હોય ત્યાં સુધી કશું નહીં. જોઈ કે ભાવ કરાવડાવે.
પ્રશ્નકર્તા : આત્માનો ભાવ પુદ્ગલમાં વાપરે તો ?
દાદાશ્રી : આત્માનો કોઇપણ ભાવ કરવો એ જ પુદ્ગલ છે. ભાવ એ જ પુદ્ગલ છે. ઇચ્છાપૂર્વકની વૃત્તિને ભાવ કહેવાય. ભાવ એ જ પુદ્ગલ છે.
દાગીનામાં સોનું અને તાંબું જુદું ના પાડી શકાય ? પ્રશ્નકર્તા : પાડી શકાય.
દાદાશ્રી : અને છુટું પાડ્યા પછી અત્યારે આપણે અહીં આગળ જરા કાટ જેવું લાગતું હોય તો આપણે જાણીએ કે આ સોનાનો ગુણ