________________
પક્સલમાં નિરંતર થાય પૂરણ-ગલત !
(૮) ખોરાકના પરમાણુની અસરો !
૩૧૧ તેથી કૃપાળુદેવે કહ્યું છે કે જ્ઞાની પુરુષ એ તો દુર્લભ, દુર્લભ, દુર્લભ છે. એમણે પોતે લખ્યું છે કે જો અમને જ્ઞાની મળ્યા હોત તો પૂંઠે પૂંઠે વહ્યા જાત. અમારે આ ભાંજગડો ના કરવી પડત કે અમને જ્ઞાની માની બેઠા છે લોક અને ત્યાગ અમારે કરવો છે તે થતો નથી. કારણ કે ક્રમિક માર્ગ ત્યાગ કરવો જ પડે, છૂટકો જ ન થાય. ક્યાં સુધી પારાયણ પૂરું ન થાય ત્યાં સુધી ત્યાગ કરવો જ પડે. કારણ કે પૂરણ સાથે ગલન હોય. અને અહીં અક્રમમાં તો પૂરણ જ બંધ કરી દઈએ છીએને ! પુરણ જ સ્ટોપ એટલે પછી ગલન એકલું જ હોય. આ વિજ્ઞાન પૂરેપૂરું સમજી લે તો ગમે તેવી સ્થિતિમાંય તેને સમાધિ રહે. પણ સમજવું જોઈએ અમારી પાસે આવીને પૂછી પૂછીને બધું સમજી લેવું જોઈએ.
તમે સમજી લીધું છે કે કાચું રાખ્યું છે ?
પ્રશ્નકર્તા : દાદા, સમજાતું જાય છે. આસ્તે આસ્તે ફીટ થતું જાય છે.
પૂરણ - ફર્સ્ટ ગલત - સેકન્ડ ગલત ! (ગયા ભવમાં પૂરણ કર્યું પછી આ ભવમાં) ખાધું એ ફર્સ્ટ ગલન ને સંડાસ જાય તે સેકન્ડ ગલન.
પ્રશ્નકર્તા : ખાધું તે પૂરણ નહીં ?
દાદાશ્રી : જગતની ભાષામાં એ પૂરણ છે પણ જ્ઞાનીની ભાષામાં એ પણ ગલન છે. પુરણ કંઇક અંશે તમારા હાથમાં છે. કંઇક અંશે, સવાશે નથી. (કૉઝિઝ ભાગ પોતાની) સત્તામાં છે ને જો જ્ઞાન મળે તો (કૉઝિઝ ચેન્જ કરવાનું) સત્તામાં આવી જાય. અગર તો મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન મળી જાય તો કંઇક સત્તામાં આવી જાય. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન એ સત્તાનો આધાર છે. બાકી ઇન્દ્રિયજ્ઞાનથી ખાય છે તે પૂરણ છે ને યથાર્થ જ્ઞાન કરીને એ ગલન છે. ખાવું તેને ફર્સ્ટ ગલન કહીએ છીએ. પૈસા કમાય છે તેય (ફર્સ્ટ) ગલન છે અને તેય વ્યવસ્થિતના હાથમાં છે. આટલું જો સમજાઇ જાય તો સ્વરૂપ માટે નરી નવરાશ મળ્યા કરે.
પ્રશનકર્તા : ચાર્જ અને ડિસ્ચાર્જ અને પૂરણ અને ગલન સમજવું
દાદાશ્રી : પૂરણ એ મહેનતવાળું હોય અને ગલન એની મેળે થયા કરે. એટલે આ મહેનતવાળું અને એની મેળે થયા કરે એ બેની શોધખોળ કર ને ! આ ખાતી વખતે મહેનત પડે કે ના પડે ? ચાવવું પડે, એ બધું કરવું પડે એ આ ખરેખર પૂરણ નથી, પણ દેખાતું પૂરણ