________________
(૮) ખોરાકના પરમાણુની અસરો !
થતાં પહેલાં, ટી.બી.ના જર્મ્સ આવતાં પહેલાં, એ ટી.બીનો બગાડ દૂર કરો એવું કહેવા માંગીએ છીએ. જર્મ્સ આવ્યા પછી વધ્યા કરશે, એનું જોર થશે.
૩૦૯
તે થાય છે શું કે અંદર વિચારો કરો, તેના પરમાણુ ભેગા થાય. વિચારો કર્યા કે મધપૂડો બાળવો છે, એટલે ક્ષયના પરમાણુ ખેંચ્યા. બાળો એટલે પરમાણુઓ દૃઢ કર્યા. પરમાણુ એવા છે એટલે જંતુ ઉત્પન્ન થયા. મધપૂડો એકલો જ નહીં પણ જીવમાત્ર જેટલા જીવ મારીએ તેટલા વેર વાળે ને રોગ ફૂટે.
પાછું મહીં રૂઝેય લાવે છે. એ કેવી કુદરતની બધી કરામત છે ! કશું જ કરવું ના પડે એવું. અંદર આટલું બધું ચાલે છે ને બહાર શેના માટે મૂઆ, વગર કામનો અહંકાર કર્યા કરે છે ? તું ચલાઉં છું ?
એટલે આ પરમાણુની શક્તિ એટલી બધી છે, કે ભગવાનનીય શક્તિ નથી, આ તો વિજ્ઞાન છે. પરમાણુયે કશું કરી શકે એમ નથી. આ ચેતન ના હોય, તો એય કશું કરી શકે નહીં. અને આ ચેતનનો વિશેષભાવ ઉત્પન્ન થાય છે. એટલે એમાં ‘આમ થઈ જાય તો બહુ સારું, આમ થઈ જાય તો બહુ સારું, આમ થઈ જાય તો ખરાબ.’ એવું થાય છે. આપણે જે સારું-ખોટું કહીએ છીએ, વળી કુદરત તો એથી આગળ (રૂપકમાં) લઈ જાય છે.
ખાધા સદા લાડવા, સ્મશાતતી રાખતા !
જ્ઞાની પુરુષને તપવું ના પડે. તેથી પરમાનંદી મોં દેખાય. આ તપે તેય પૂરણ-ગલન સ્વભાવવાળું છે. તપે એટલે લાલ લાલ થઈ જાય ને ઘડીકમાં ટાઢું પડી જાય.
રડવાના વખતે રડે કે ના ૨ડે ? અને હસવાના વખતે હસેય
ખરો ? હું તો આ વીસ વર્ષથી કોઇ ચીજ ઉપર, પુદ્ગલ ઉપર હસ્યો નથી. શું હસવાનું ? આ તો બધો એંઠવાડો. અને એંઠવાડો જ ખાયા કરે છે આ બધે. આ સ્મશાનની રાખના જ લાડવા ખાય છે લોકો.
આપ્તવાણી-૧૪ (ભાગ-૨)
એનો એ જ એંઠવાડો, કંઇ નવો એંઠવાડો આવતો નથી. પુદ્ગલ એટલે એંઠવાડો. પૂરણ-ગલન, પૂરણ-ગલન, પૂરણ-ગલન, પૂરણગલન... શુદ્ધાત્મા ને પૂરણ-ગલન બે વસ્તુ છે, તેમાં કેટલાં શાસ્ત્રો લખ્યાં ! ઓહોહોહો ! બે જ વસ્તુ છે, પૂરણ થયા કરે અને એ પાછું ગલન થયાં વગર રહે જ નહીં ને ! ખાધું એટલે સંડાસ જવું પડે. તો ઘણાં વખત ઊલટી યે થાય છે ને? પૂરણ અને ગલન એની મેળે થવા દો, નહીં તો દુઃખી થશો. ખાઓ છો ને જાજરે નહીં જાઓ તો દુઃખી થાશો. પાણી પીશો અને પેશાબ કરવા નહીં જાઓ તો દુઃખી થાશો.
૩૧૦
બે વિભાગ, ચેતન અને જડ. પુદ્ગલ એ જડ વિભાગ. ના ખાવું હોય તોય ખાવું પડે. ના ભોગવવું હોય તો ભોગવવું પડે. રુચી અને અરુચી એ રાગ-દ્વેષના ભાઈ છે, તેથી સંસાર છે. વીતરાગ એટલે મોક્ષ.
અરે, કેટલાકને તો, આ મારા જેવાને ખાવાનુંયે ના ગમતું હોય ! મને ખાવાનું ગમતું હોય ? આ માથાકૂટ કરવાની, દાંતથી ચાવવાનું, આ બધી પીડા ગમતી હોય ? પણ છૂટકો જ નહીં શ્યાં આગળ ! જો કે અમે જુદા રહીએ છીએ આનાથી. એટલે અમારે વાંધો નહીં, પણ બીજા બધાને ગમે નહીં ખરી રીતે. જે વિચારક થયેલો છે ને, વિચારકને બધું સમજાય, શેના માટે આ બધું ? રોજ દાતણ કરવાનાં હોતાં હશે ? કામ પૂરું ના થાય ? આજ સારી રીતે દાતણ ઘસીએ પછી કામ પૂરું થઈ જવું જોઈએને ? આજ નહીં ને આઠ દહાડે પણ પૂરું તો થવું જોઈએને ? કોઈનું પૂરું થયું ? એનું શું કારણ છે કે પૂરણ-ગલનમાં પૂરું થતું હશે આ ? ભગવાને શું કહ્યું ? પૂરણ-ગલન પૂરું થાય નહીં. ગલન થયા પછી પૂરણ થયા કરે, પૂરણ થયા પછી ગલન થયા કરે, ધંધો જ માંડેલો આ. આ પૂરણ-ગલન અમે કહીએ છીએ કે જો તું વિચારશીલ હોય તો લે, હું તને ચોખ્ખું કહી દઉં કે પૂરણ-ગલન વસ્તુઓ બાદ કરતો કરતો જાય તો આત્મા હાથમાં આવે એવો છે, પણ એને સમજણ પડે નહીંને !