________________
}}}}||||||||||||||
સમાયો સિદ્ધાંત, આપ્તવાણીમાં !
પ્રશ્નકર્તા: દાદા, આપે આપ્તવાણીમાં તો બધાં શાસ્ત્ર અંદર મૂકી દીધાં છે. પ્રત્યેક પ્રશ્નનો તરત ઉકેલ જડી જતો હોય છે, સ્વયંભૂ ઉકેલી
દાદાશ્રી : શાસ્ત્રોમાંય આવું તો હોય નહીં. આપ્તવાણીમાં તો આખો સિદ્ધાંત મૂકેલો છે. સિદ્ધાંત એટલે અવિરોધાભાસ. જ્યાંથી જુઓ ત્યાંથી તાળો મળે એવો આ સિદ્ધાંત કહેવાય છે. એટલે આપણું આ અક્રમ વિજ્ઞાન આખું સૈદ્ધાંતિક સ્વરૂપે છે. જ્યાંથી પૂછો ત્યાં સિદ્ધાંતમાં પરિણમે, કારણ કે સ્વભાવિક જ્ઞાન છે આ. કોઈ પણ વસ્તુ જ્ઞાનમાં આવેલી, ફરી એ વસ્તુ અજ્ઞાનમાં ન જાય, વિરોધાભાસ ઉત્પન્ન ના થાય. દરેકના સિદ્ધાંતને હેલ્પ કરી કરીને સિદ્ધાંત આગળ વધતો જાયને કોઈનોય સિદ્ધાંત તોડે નહીં. આગળ જેવીતરાગો થઈ ગયા, તેમનો સિદ્ધાંત છે આ.
દાદાશ્રી
આત્મવિજ્ઞાની ‘એ. એમ. પટેલ.’ ની મહીં પ્રગટ થયેલા દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો
૧૪
માં
-૨
આપ્તવાણી શ્રેણી-૧૪