________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
આતાવાણી શ્રેણી - ૧૩ (ઉતરાર્ધ)
[૧] પ્રજ્ઞા
પ્રજ્ઞાતી પીછાણ યથાર્થ સ્વરૂપે.. પ્રશ્નકર્તા : જે ખ્યાલ છે કે “મારું સ્વરૂપ આ છે અને આ બીજું છે.” એ જે સતત ખ્યાલ રહે છે એ કયા ભાગને છે ? એ કયો ભાગ છે ?
દાદાશ્રી : એ તો પ્રજ્ઞા દેખાડે. પ્રજ્ઞા બધું દેખાડે છે. આ બધુંય છૂટું છૂટું દેખાડે છે.
પ્રશ્નકર્તા : એય ખ્યાલ રહે છે કે આ બે છૂટું દેખાડે છે તે ય હું હોય, હું આ છું.
દાદાશ્રી : એ તો બરોબર છે, પ્રજ્ઞા દેખાડે છે. પ્રશ્નકર્તા: પ્રજ્ઞા કેવી રીતે ઉત્પન્ન થાય અને ક્યાંથી ઉત્પન્ન થઈ?
દાદાશ્રી : એ તો જ્ઞાન “અમે આપીએ તેની સાથે જ ઉત્પન્ન થાય. જ્ઞાનથી પ્રજ્ઞા ઊભી થઈ ગઈ. પ્રજ્ઞાનું કામ ચાલુ થઈ ગયું.
બે શક્તિઓ છે અંદર. અમે જ્ઞાન આપીએ ત્યારે પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય. નહીં તો અજ્ઞાશક્તિ જીવમાત્રને હોય જ. એટલે “હું” અને “મૂર્તિ બે ભેગા થાય, એનું નામ અજ્ઞાશક્તિ. સંસાર ઊભો કરનારી અજ્ઞાશક્તિ. તે સંસારની બહાર નીકળવા ના દે. પ્રજ્ઞાશક્તિ સંસારમાં એને રહેવા ના
દે. મારી-ઠોકીને, ઢસેડીને આમ બાંધીને મોક્ષે લઈ જાય. એટલે આ શક્તિ જે ઉત્પન્ન થઇ છે, તે કામ કર્યા કરે છે. તેને “આપણે” ડખો નહિ કરવો વચ્ચે. એની મેળે કામ થઇ જ રહ્યું છે, સહજ રીતે કામ થઇ રહ્યું છે.
જ્ઞાની પુરુષ ઈગોઈઝમ કાઢે ત્યાર પછી પ્રજ્ઞા ઉત્પન્ન થાય. ઈગોઈઝમ ને મમતા, એ અજ્ઞાશક્તિની સારવારમાં છે. પ્રજ્ઞા ઉત્પન્ન થાય એટલે અજ્ઞા નામની શક્તિ એનું બધું લઈને વાળી-ઝુડીને ચાલવા માંડે ! જેમ કોંગ્રેસ ગવર્નમેન્ટ આવી, પેલાં અંગ્રેજો જતાં રહ્યાં ને બધાં.
ભગવાને શું કહ્યું કે બંધ શેનાથી છે ? ત્યારે કહે, અજ્ઞાથી બંધ છે. અજ્ઞાથી આ સંસારબંધ થઈ રહ્યો છે. અજ્ઞાથી પાપ-પુણ્ય રચાય છે. અજ્ઞા અને એનો સામો પ્રતિપક્ષી શબ્દ મુક્તિ, પ્રજ્ઞાથી થાય. તે પ્રજ્ઞા નિરંતર ‘તમને ચેતવે. એ પહેલાં નહોતી. પહેલા અજ્ઞા હતી. અજ્ઞા પોતે છે તે ઊંધું વીંટાળ વીંટાળ વીંટાળ કરે. તે અજ્ઞાથી આ સંસાર ઊભો થયો, પ્રજ્ઞાથી સંસાર નાશ થાય. અજ્ઞાથી અહંકાર હોય. પ્રજ્ઞા નિર્અહંકાર થયા પછીથી ઉત્પન્ન થાય. ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષ બેઠું પછી પ્રજ્ઞાશક્તિ ઉત્પન્ન થાય.
હવે અજ્ઞામાં શું હોય કે “આ મેં કર્યું, મેં દુઃખ ભોગવ્યું, પેલાએ કહ્યું, પેલાએ ગાળ ભાંડી મને.” પ્રજ્ઞા શું કહે છે કે “હું કર્તા નહીં, હું ભોક્તા નહીં, હું જ્ઞાતા.’ સામાએ મને ગાળ ભાંડી એ નિમિત્ત છે બિચારો, એ સામો પણ કર્તા નથી. એ છેલ્લામાં છેલ્લું જ્ઞાન. સામો કર્તા નથી દેખાતો અને પોતે કર્તા નથી એ ભાન રહ્યું, એ છેલ્લામાં છેલ્લું મોક્ષનું સાધન આટલું.
પ્રશ્નકર્તા: રાગ-દ્વેષને રાગ-દ્વેષ જાણવા એ પ્રજ્ઞાનો ઉપયોગ થયો કહેવાય ? પ્રજ્ઞા તે વખતે ઉપયોગમાં હોય છે ?
દાદાશ્રી : પ્રજ્ઞાનું તો બેઝમેન્ટ જુદું છે. એ તો અજ્ઞાની ય સમજે કે આ રાગ-દ્વેષ કરે છે. રાગ-દ્વેષ ગયા છે એ પ્રજ્ઞા જાણે. એ અજ્ઞાનીને સમજાય નહીં. બાકી નાનું છોકરું ય રાગ-દ્વેષને સમજે ને ! આપણે મોટું ચઢાવીએને તો છોકરું જતું રહે, પાછું ના આવે.
અજ્ઞા જાય એટલે પ્રજ્ઞા ઊભી થાય. જગતના જીવમાત્રને મિથ્યાત્વ