________________
૩૫૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૫૫
અને આપણને પણ નિરાલંબ બનાવે.
પ્રશ્નકર્તા : વીતરાગનું અવલંબન એ અવલંબન નથી. તે આત્માના બધા જ ગુણ એમાં આવી ગયા. દાદાશ્રી : બરોબર છે.
આજ્ઞાચારિત્રમાંથી દરઅસલમાં !
આ પાંચ આજ્ઞા પાળને એટલે ચારિત્ર ઊભું થાય. પાંચ આજ્ઞા પાળવી એ પ્રથમ ચારિત્ર છે, આજ્ઞાચારિત્ર છે અને પછી દરઅસલ ચારિત્ર આવશે.
પ્રશ્નકર્તા: એમાંથી જે પરિણામ પામે તે અસલ ચારિત્ર. વર્તન પછી પરિણામ પામે તે અસલ ચારિત્ર.
દાદાશ્રી : નિરાધાર થાય તે અસલ. આ સાધારી છે આજ્ઞાનું. આધાર છેને આજ્ઞાનો. પછી નિરાધાર થાય. નિરાલંબ, કોઈ અવલંબન નહીં. આ જગત અવલંબનથી ઊભું રહ્યું છે બધું.
પ્રશ્નકર્તા : પછી આજ્ઞા રહે જ નહીં ? પછી આજ્ઞાનું શું થાય ?
દાદાશ્રી : એ ઊડી જાય. જરૂર ના રહી ત્યાં. કિનારો આવ્યા પછી મછવાની દયા ખાવી પડે આપણે ?
પ્રશ્નકર્તા: નાજી.
રિલેટિવમાંથી ઍબ્સોલ્યુટ તરફ ! કોઈ અવલંબન ના રહે એવું, નિરાલંબ થઈને અમે બેઠા છીએ એટલે અમારી પર ગમે તેવા પ્રયોગ કરો તો ય પણ અમને સ્પર્શે નહીં. કારણ કે નિરાલંબ સ્વરૂપ છે અમારું. અવલંબનવાળાને પકડે કે હું ચંદુભાઈ છું, ફેલાણો છું, હું શુદ્ધાત્મા છું, હું જ્ઞાની છું, એય એવલંબન કહેવાય.
પ્રશ્નકર્તા : દાદાજી, આપે કહ્યું કે રિલેટિવ છે એ વર્ડમાં છે, શબ્દમાં છે અને એબ્સોલ્યુટ નિરાલંબ છે. તો રિલેટિવ અને એબ્સોલ્યુટમાં ફેર શું?
દાદાશ્રી : ઍબ્સોલ્યુટ એ તો ઘણું ઊંચું છે. આ શુદ્ધાત્મામાં પેઠાને એટલે તમે મોક્ષના દરવાજાની અંદર પેઠા. હવે બહાર કોઈ કાઢી શકે નહીં એવા દરવાજામાં પેઠા છો. પણ આ છે તે સાપેક્ષ છે. સાપેક્ષ કેમ ? ત્યારે કહે, આ આજ્ઞા પાળીશ તો. નહીં તો આજ્ઞા નહીં પાળું તો કાઢી મેલશે બહાર. સાપેક્ષ છે, આ તમારી પાસે. એટલે પેઠા છો અને આજ્ઞા પાળો પચાસ-સાઈઠ ટકાય, વધારે નહીં. હંડ્રેડ પરસેન્ટ નહીં પાળી શકાય એવું હું જાણું કે આ કાળ વિચિત્ર છે. પણ પચાસ-સાઠ ટકા જો આજ્ઞા પાળો છો તો તમને કોઈ બહાર કાઢી મેલે નહીં.
પ્રશ્નકર્તા એટલે આ હજુ એક નિરાલંબનું પગથિયું બાકી રહ્યુંને ? ઍબ્સોલ્યુટનું પગથિયું બાકી રહ્યુંને ?
દાદાશ્રી : એ તમે આ મોક્ષના દરવાજામાં પેઠા હવે શું કામ ગૂંચાવ છો તે ? દરવાજામાં કોણ પેસવા દે ? કોઈ બાપોય લાખ અવતારેય નહીં પેસવા દે. પેસી ગયા છો એનો આનંદ માનોને ! પાછું એક પદ બાકી રહ્યું તેની ચિંતા કરવી છે ? તમને કેવું લાગે છે?
પ્રશ્નકર્તા સમજવા માટે પૂછયું.
દાદાશ્રી : હા. પોતાની જાતને ધન્ય માનો, હંઅ. ધન્ય છે મને કે મોક્ષના દરવાજામાં પેઠો છું, એવું ધન્ય માનો. બીજું છે તે આગળની વાતનો જો મનમાં બોજો લેશોને તો મનમાં એમ રહ્યા કરશે કે આપણે પેલું પદ ના આવ્યું, પેલું પદ ના આવ્યું.
દાદાશ્રી : ઊતરીને આપણે ચાલ્યા જવાનું. મછવો એની મેળે પાછો જશે. એમ આજ્ઞા એને ઘેર જશે. આપણે આપણા ઘેર જવાનું. ઊતારી પાડ્યા, ડેક ઉપર. કિનારા પર ઉતારી પાડેને ?
પ્રશ્નકર્તા : જી. કિનારે પહોંચાડી દીધા.
દાદાશ્રી : પહોંચાડી દીધા. આ આજ્ઞા કિનારે પહોંચાડશે. અને નહીં તો ઝોલાં ખવડાવશે.