________________
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : હોય જ નહીં. એનું કામે ય નહીં. વગર કામનું પૂછવાનું ! આ બધી સંજોગી વસ્તુઓ બધી ભેગી થાય. ટેન્શન વગર જીવન હોય, હાસ્ય ઉત્પન્ન થાય, એ બધું ભેગું થાય. ત્યાર પછી સ્વરૂપ દેખાય. એ ઓછું ગણ્યું છે કંઈ ?! આ તો હજુ આજ્ઞામાં રહો. સમજવું જુદી વસ્તુ છે અને આજ્ઞામાં રહેવાનું જુદી વસ્તુ છે. બસ, બીજું કશું ય નહીં.
૩૪૬
હમણાં આજ્ઞામાં રહો એટલું જ. એ એનું ફળ આવશે ત્યારે ને ! અત્યારે ભણતાં હોય ફર્સ્ટ સ્ટેન્ડ, સેકન્ડ સ્ટેન્ડર્ડ કે ચોથામાં, પાંચમામાં બધામાં, અમથા કૂદાકૂદ કરીએ, મેટ્રિક સુધી ! હજુ તો હાસ્ય ઉત્પન્ન થયું નથી, ટેન્શન ગયા નથી. સમજી લેવું એ વાત જુદી છે, પણ વગર કામનાં ફાંફાં મારવાં, કૂદાકા મારવાં તેથી આ નીચે જઈને ખોવાઈ જાય. એટલે આજ્ઞામાં રહીને ધીમે ધીમે આગળ વધોને ! એટલે આજ્ઞામાં રહેવું અને જગતના કલ્યાણની ભાવના કરવી. આ તો કંઈ આ ભવમાં જ પૂરું થશે કે હજુ કેટલા ભવમાં થશે, તે એનું ઠેકાણું નહી ને ! એ ખોટા કૂદકાં મારીએ ! હૂંફતું સ્વરૂપ !
અવલંબનની વાત તમે સમજ્યાને ? જીવમાત્ર અવલંબન ખોળે છે, હૂંફ. આપણા લોકો એને હૂંફ કહે. રાત્રે એકલો સૂઈ રહેવાનું હોયને બંગલામાં, તો ય કહેશે, પેલા કો'કને બોલાવી લાવોને ! હવે પેલો કંઈ બચાવવાનો છે એને, પાંચ પેલા મારવા આવે તે ઘડીએ ? ઉલ્ટો બીકણો હોય તો માર ખવડાવે.
પ્રશ્નકર્તા : હૂંફ વગર રહી શકતો નથી, ગભરાઈ જાય છે.
દાદાશ્રી : હા, તે જ કહું છું ને ! એટલે આ કહે છે કે તું વીતરાગ થા ! તારે આ શી ભાંજગડ ? એટલે આપણે કહીએ છીએને, નિર્ભય થઈ જાવ. કોઈની જરૂર નથી. આપણે જ્ઞાન આપતાં સાથે એમ એને કહીએ છીએ કે ભઈ, તું શુદ્ધાત્મા છું. તું અરીસામાં જોઈને પાછળ થાબડને ! તો ય બીજા કોઈની જરૂર નહીં પડે. પછી જરૂર પડે, ખરી ? ‘ચંદુભાઈ, હું છું તમારી જોડે' એમ કહીએ, તો પછી બૂમ પાડે પછી કોઈ ?
નિરાલંબ
૩૪૭
પ્રશ્નકર્તા : ના, પાડે.
દાદાશ્રી : આ તો બીજા વગર ચાલે જ નહીં જરાય. હવે બીજા લાવ્યા, તે ઊલ્ટો ગભરાશે તો માર ખવડાવે.
આ બૈરીને એનો ધણી ના હોયને તો હૂંફ ના હોય. હૂંફના માટે જ હોય. એટલે છોકરાને એની માની હૂંફ છે, તે એકલો ના હોય. કોઈને ધણીની હૂંફ હોય હોય. એટલે આ હૂંફ. હવે હૂંફ એ વસ્તુ જુદી છે અને આધાર એ વસ્તુ જુદી છે. આધાર લોડવાળી હોય અને હૂંફ એ એના મનમાં
પેલો મહીં છે તે પેલો ભઈ ઊંઘી જતો હોય તો ય વાંધો નહીં. પણ પેલો આવ્યો ના હોય ત્યાં સુધી એને ઊંઘ આવે નહીં. પેલો આવે પછી ઊંઘ આવે.
હૂંફ, હૂંફ ને હૂંફ. હૂંફ ગમે છે એને, એ જ ગમે છે. હૂંફ શબ્દને સમજવા જેવો છે. ધંધામાં ય હૂંફ જોઈએ. એ હૂંફ એટલે એ રડે ત્યારે એની જોડે કોઈ રડવા લાગે ત્યારે એને મઝા આવે. એકલાને રડવાનું ના ફાવે.
પ્રશ્નકર્તા : ધંધામાં જ હૂંફ શોધવામાં માર પડ્યો.
દાદાશ્રી : હા, અને હૂંફ કંઈ કાયમ જીન્દગીભર સરખું રહે એવું હોય નહીંને, સિન્સીયર. સિન્સીયરલી ના હોય ને !
પૈણવાનું એટલા માટેને, સિન્સીયરલી આખી જીંદગી હૂંફ મળે. પૈણે એટલે હૂંફ આવે. હૂંફ ના હોય તો ગભરામણ થાય એને. એટલે બહાર હૂંફ ખોળે, ઘેર ના મળે તો. જ્ઞાની પુરુષ એકલાને જ હૂંફ ના જોઈએ. જ્ઞાની નિરાલંબ હોય.
મોક્ષે જવા માટે બહુ કઠણ થવું પડશે. એટલે કઠણ કરે કુદરત. પ્રશ્નકર્તા : છતાં ધણીની ને દીકરાની કેમ ચિંતા ના રહે પણ ફિકર કેમ રહે ?
દાદાશ્રી : એ તો રહેને, બળી. એક મહિનો એકલા સૂઇ જજો, જો જો આ રૂમમાં. આ રૂમમાં એકલાં સૂઇ જાવ ? મહિના સુધી ? હું ?