________________
૩૩૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૩૧
એને આમ વાર કેમ લાગે અનુભવમાં આવતા ?
દાદાશ્રી : એ તો ઘણો ટાઈમ લે. એ બધાં ઘણાં કારણો, પડઘા પડેલાંને, તે પડઘા બધા શમી જાય ત્યારે થાય. અનંત અવતારનાં પડઘા પડેલા.
એટલે એવું બહુ ઉતાવળ કરવા જેવું નહીં. આપણે જે આજ્ઞા છે ને એટલી જ રહે, બીજું બહુ ઊંડા ઉતરવા જેવું નહીં. એ એની મેળે જ સ્ટેશન આવીને ઊભું રહે. આપણે ગાડીમાં બેસી ગયાને, એટલે આપણે ગાડી છોડવાની નહીં. પછી એની મેળે જ સ્ટેશન આવીને ઊભું રહે. આ છે તે આજ્ઞા જ એવી છે, એ ચાલુ જ છે નિરાલંબ આવવું અને જ્યારે ત્યારે આવશે. આ શબ્દનું અવલંબન છે. પણ આ અવલંબનમાં પહોંચ્યો, ત્યાંથી જ એને મોક્ષમાં પહોંચી ગયેલો, ભગવાન પણ સ્વીકારે.
એક વાર માણસનો મોક્ષ થઈ ગયો. પછી એ તો ભગવાન જ થઈ ગયો. સ્વતંત્ર થઈ ગયો. નિરાલંબ પાછું, આ કોઈ અવલંબનની જરૂર નહીં. નિરાલંબ સ્થિતિ હું ભોગવું છું ઘણાં વખતથી.
મોક્ષ આવો ના હોય. ઉઠાડનાર ના હોય. આપણને ત્યાં કોઈ આપણો ઉપરી નહીં ને અન્ડરહેન્ડ નહીં, બસ. અને નિરાલંબ, આ અવલંબન નહીં કોઈ જાતનું. અવલંબન એ જ છે તે બંધન છે. અને નિરાલંબ. આ દેહ હોવા છતાં અમે નિરાલંબ સ્થિતિને જોઈ શકીએ ને અનુભવી શકીએ છીએ અને બંધન સ્થિતિને ય અનુભવી શકીએ છીએ. બંને સ્થિતિને અનુભવી શકીએ છીએ. છેલ્લી વાત, નિરાલંબ ! તો જ મોક્ષ કહેવાય.
નિરાલંબ જ્ઞાન કેવું હોય કે કોઈ વસ્તુ એને સ્પર્શ જ ના કરે. ત્યાં સુધી તમારે શબ્દનો આધાર રહ્યો.
પ્રશ્નકર્તા : શબ્દનો આધાર છોડવા માટે શું કરવું ?
દાદાશ્રી : હમણે નહીં છોડવાનો. એ તો શબ્દોનો આધાર ક્યારે છૂટશે ? આ ફાઈલો પતતી જશેને, તેમ તેમ શબ્દ છૂટતો જશે, એની મેળે. આ ફાઈલો છે, ત્યાં સુધી એની જરૂર છે. નિકાલ તો કરવો પડશે ને ? કેટલી બધી ફાઈલો લાવ્યા છે ! એ ફાઈલોનો બધા નિકાલ કરી નાખવા પડશે ને ! નિકાલ થઈ ગયા પછી એ ફાઈલ ફરી પાછી આવવાનું કોઈ કારણ નથી. તમારે નિકાલ થાય છે બધી ફાઈલોનો ?
પ્રશ્નકર્તા થાય ને, ક્યારેક ફાસ્ટ, ક્યારેક ધીમે ધીમે પણ થાય છે.
દાદાશ્રી : હા. પણ એ તો બધો નિકાલ થઈ જવાનો. સમજણમાં જે દ્રષ્ટિ ભૌતિકમાં હતી, તે આત્મામાં દ્રષ્ટિ પડી, એટલે કામ થવા માંડ્યું, એની મેળે જ કામ થયા કરે.
ફેર, શુદ્ધાત્મા તે પરમાત્માનો ! પ્રશ્નકર્તા: હવે જ્ઞાનીને સદેહે પરમાત્મા કહીએ છીએ, તો શુદ્ધાત્મા ને પરમાત્માની બેની ડેફિનેશનમાં ફરક કેટલો ? શુદ્ધાત્મા ને પરમાત્મામાં ફરક કેટલો ?
દાદાશ્રી : પરમાત્મા નિરાલંબ છે, શુદ્ધાત્મા શબ્દનું અવલંબન છે. પ્રશ્નકર્તા : તો પછી સીધું પરમાત્માનું જ અવલંબન ના લઈએ ?
દાદાશ્રી : પોતે પરમાત્મા જ છે પણ અત્યારે શુદ્ધાત્માના અવલંબન સાથે જીવે છે. શબ્દનાં અવલંબન સાથે ‘હું શુદ્ધાત્મા છું' એવું ભાન થયું છે એને.
પ્રશ્નકર્તા: તો હું દાદા ભગવાન જેવો શુદ્ધાત્મા છું' બોલીએ, એનાં કરતાં ‘હું દાદા ભગવાન જેવો પરમાત્મા છું' કેમ ના બોલાય ?
ભગવાન મહાવીર પૂર્ણ નિરાલંબ ! ભગવાન મહાવીર નિરાલંબ થયેલા હતાં. બારમા ગુંઠાણે અને બીજા શુક્લધ્યાને એ છે તે નિરાલંબ થાય. ત્યાં સુધી અવલંબન, અવલંબન અને અવલંબન. બારમાં ગુંઠાણામાં પહેલું શુક્લધ્યાન એ પણ અવલંબનવાળું. એટલે અવલંબન ઠેઠ સુધી છે.