________________
૩૧૬
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૧૭
પ્રશ્નકર્તા: આત્મા જ્ઞાતા-દ્રષ્ટા ભાવ રાખે, એ જ એનો ખોરાક ? દાદાશ્રી : બસ. પ્રશ્નકર્તા : અને નિરંતર આનંદમાં રહે !
દાદાશ્રી : આનંદમાં રહેવાની જરૂર ના હોય. એ જ્ઞાતા-દ્રષ્ટાપણે જે ખોરાક છે ને એ ખોરાકનું ફળ જ આનંદ, નિરંતર આનંદ છે.
હું, આત્મા તે બેઠક ! પ્રશ્નકર્તા: આ સર્વસ્વ અર્પણતા જ છે ને, દાદા. શું બાકી રહ્યું? દાદા સિવાય બીજું કશું ખપતું નથી મને કંઈ. દાદાનું જ આલંબન હવે, બીજું કંઈ જ નહીં.
દાદાશ્રી : તો તમારું બાકી છે તે પૂરું થઈ જશે, પણ ગીની એ તો જોઈએ ને ?
પ્રશ્નકર્તા : નહીં, એ નહીં. દાદાશ્રી : તો કામ થઈ જશે હવે.
પ્રશ્નકર્તા : રાતના બે-ત્રણ વાગે ઊઠી જવું, દાદાને પકડીને બેસી જઉં.
દાદાશ્રી : એ બધું ય છે. પણ આ જે છે ને આ તમારું ને આ મારું. એ ભેદ ઉડાડવા માટે ઘર મેં તમને કહ્યું'તું કે આટલા છે તે દીકરીને આપી દેવા, બાકીનું બધું મંદિરમાં આપી દોને ! તમારે માથે કશું નહીં, એવું કરી નાખો. વેરો ય ભરવાનો નહીં તમારે.
પ્રશ્નકર્તા : ઓહોહો ! હવે વાંધો નહીં, સમજી ગયો.
દાદાશ્રી : મારી માફક રહો. મારે પૈસા જોઈતા હોય તો હું કહું કે નીરુબેન આપો મને. તમારે જરૂરે ય શાના માટે ? પણ બધું ય આપનારા લોકો હોય જ જોડે. તે દહાડે કહેલું તે એવા માટે જ કહેલું. પણ તે મૂળ
આશય છે તે તમે પૂરું સમજ્યા નહીંને !
પ્રશ્નકર્તા : પણ સમજ્યો તો ખરો, દાદા. પણ બાકીનું દુનિયામાં મારું કોઈ એક જણ નથી. હવે જો, આ ઉંમર થાય છે.....
દાદાશ્રી : અમે કહ્યું એવું કરો એટલે આત્મા પછી એમાં રહે. આત્મા જો આત્મામાં આવી ગયોને તો છૂટો. નહીં તો કહેશે, મારે આ છે ને એ છે ને તે આધાર ! આધાર. શું આધાર રાખે ? જે બે-પાંચ લાખ રૂપિયા હોય તેનું.
પ્રશ્નકર્તા નહીં. આટલો ભય રહે. બધા લોકોએ ખા ખા કર્યું છે. બીજી વાત નહીં. જ્યાં ભરોસો રાખું, લોકો ખાઈ જાય બધે ઠેકાણે હવે. આ મારે એવો ભય પેસી ગયો. ઉંમર મોટી થાય છે, બાકી અંદર કંઈ મમતા નહીં.
દાદાશ્રી : ભય પેસી જાય. કારણ કે આનું શું કરીશું ? એ તો તે દહાડે હું સમજી ગયેલો. પણ મેં કહ્યું, ધીમે રહીને કાઢી નાખશું.
પ્રશ્નકર્તા: માંદગી આવીને તો દોઢ લાખ રૂપિયા ખર્ચો થયો. હતાં તો ખ, નહીં તો બીજો કોણ જુએ ?
દાદાશ્રી : નહીં, નહીં. આપણે જે જોનાર છે, એ મારું જોશે એવું માનીએ છીએને, તે ય છેવટે ખોટું પડે છે, દગો નીકળે છે. માટે આ ઊંચામાં ઊંચું છે કે આપી દો બધું ભગવાનને ઘેર. જવાબદારી દાદાની પછી. મેં મારી પાસે ચાર આના ય રાખ્યા નથી. બધા અહીં મૂકી દેવાના, બધું ય અને ભવિષ્યમાં આવશે તે ય ત્યાં જ. અમારા બાની જમીનના આવવાનાં છે તે ય ત્યાં મુકીશ. મારે કશું જોઈતું નથી. મારે શેના માટે ? અમેરિકાવાળા ગાડી આપવા માગે છે. હું લઉ શેના માટે ? પણ આ કશું બેઠકની જગ્યા રાખી. તો હું, આત્મા ને બેઠક. ત્રણ થયું. નહીં તો હું ને આત્મા એક જ. હું સમર્પણ થઈ ગયું એટલે આ.
પ્રશ્નકર્તા: હું સમર્પણ થયો એટલે કે બેઠક કાઢી લીધી એટલે આત્મામાં થઈ ગયો હું ?