________________
૩૦૨
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
નિરાલંબ
૩૦૩
અલોપ થઈ જાય એ કહેવાય નહીં. દેહના આધારનું ઠેકાણું નહીં, દેહ ક્યારે નબળો પડી જાય ! ડાહ્યો માણસ ક્યારે ગાંડો થઈ જાય તે કહેવાય નહીં, આજે ડાહ્યો બહુ ઊંચામાં ઊંચો ગણાતો હોય એ આવતી સાલ ગાંડો હોય. કંઈ આધાર તો જોઈશે ને કે નહીં જોઈએ ? તે કાયમનો આધાર ? આધાર એવો હોવો જોઈએ કે પછી ખસી ના જવો જોઈએ.
અહીં નથી રહેવું આપણે. આપણે ઘેર ઠંડ. અહીં ના ફાવે આ લોકો જોડે, પરદેશી લોકો જોડે. ફાવે આ પરદેશી જોડે ? આપણા ઘેર ઠંડ. જાહોજલાલી પાર વગરની, કશું જોઈએ નહીં. નિરાલંબ, અવલંબન જ નહીં કોઈ જાતનું અને અહીં તો પીપર ના હોય તો આ કહેશે, મારું મોટું મોળું થઈ ગયું છે. બળ્યું ખારું થઈ ગયું. મેલ પૂળો, મૂઆ, મોટું સારું હોય, નાક સારું, આંખો સારી હોય એ બધા એના આધારે જીવન જીવવાનું બળ્યું તારું, મેલ. જો દાદા શામાં રહે છે ?! નિરાલંબ સ્થિતિમાં. એ સ્થિતિ આજે દાદાની પાસે છે, વગર અવલંબને જીવી શકે એવાં દાદા છે. કારણ કે નિરાલંબ આત્મા જોયો છે.
આ તકિયો છે ને, તેને હું અઢેલુંને તો મને ખાત્રી, તે પડી નહીં જાય. પણ આ છોકરાં, વાઈફ એ તકિયાની જેમ અઢેલીએ તો પડી જાય કોઈક વખત. કારણ કે એ બધાં કોઈ દહાડો સાચા આધાર નથી એ. આ ભીંત તો થોડો કાળ ટકાઉ છે. એ થોડાં કાળ પછી આમ પડી ના જાય, ખાત્રી તો હોય કે દબાવો, કશો વાંધો નહીં. પેલું દબાવે કે નીચે પડી જાય.
એટલે આ હવે હિન્દુસ્તાનના લોકોને મહીં આધારની જરૂર છે. બીજે બહારના લોકોને આધારની જરૂર નથી. કારણ કે સહજ ભાવે જીવે છે. સહજ એને વિકલ્પ આવતો નથી. એને તો આધાર કે નિરાધાર જેવું જ નહિ, બઈ જોડે મતભેદ પડ્યો એટલે ડાયવોર્સ, એ છૂટી. બીજી લઈ આવ્યો પાછો. એને કંઈ સમાજની બીક કે ભય એવું કશું નહીં, સમાજનું બંધન નહીં.
- હવે જ્યારે શુદ્ધાત્માનો આધાર છે ને, તે તો જાણે મળ્યો ત્યારથી મોક્ષે જવાનું નક્કી થઈ ગયું. એને પાસપોર્ટ મળી ગયો, વિઝા મળી ગયો. બધું મળી ગયું. હવે પાછો ના જતો રહે, જો પોતે આજ્ઞામાં રહે તો ? પણ તે ય પાછો શબ્દનો આધાર છે. પાછું એમાંથી નિરાલંબ થવાનું છે.
હેંડ મૂઆ, તિજઘરમાં !!! આજે ઈગ્લીશ ચા પીધી તોય પાછું મોંઢામાં પીપર નાખવી પડી. તે મૂઆ ત્યારે ચા શું પીધી તે પીપરની જરૂર પડી ? આ આવું આ પ્લસમાઈનસ, પ્લસ-માઈનસ, પ્લસ-માઈનસ. ગળી પીધી અને પાછું આ તીખું મહીં, ગળ્યું કંઈક નાખો જરા કોઈ વાર. પાછું એનું પ્લસ-માઈનસ કરો એ આખો દા'ડો ભાંગફોડ. મૂઆ એ આપણા ઘેર જતો રહે ને, હેંડ બા ! હવે
તિરાલંબ આત્મા કેવો હોય ? પ્રશ્નકર્તા : એ અદ્ભુત દર્શન શું છે?
દાદાશ્રી : અભૂત, એ ગુપ્ત સ્વરૂપ ! એ આખા જગતથી ગુપ્ત છે, ગુપ્ત સ્વરૂપ છે. આખું જગત જાણતું નથી ગુપ્ત સ્વરૂપ, તે અદ્ભુત છે. એથી બીજી અદ્ભુત વસ્તુ કોઈ આ દુનિયામાં નથી હોતી. અદ્ભૂત તો આ દુનિયામાં કોઈ વસ્તુ હોય જ નહીં ને ! બીજી બધી વસ્તુ મળે. જે ગુપ્ત સ્વરૂપ છે ને, એકલું જ અદ્ભુત છે આ દુનિયામાં. શાસ્ત્રકારોએ એને અદ્ભુત, અદ્ભુત, અદ્ભુત, અદ્ભૂત કરીને, લાખો વખત અદ્ભુત અભૂત... લખ્યું.
પ્રશ્નકર્તા : શબ્દ બ્રહ્મ છે ને ? શબ્દની અંદર જ જુદી જુદી રીતે બધા રજૂઆત કરે છે. પણ એ શબ્દનો સ્ફોટ થવો જોઈએ.
દાદાશ્રી : શબ્દનો સ્ફોટ થઈ ગયેલો જ હોય. જો સાચું હોય, જો અનુભવ કરાવનારો હોય તો આ શબ્દનો સ્ફોટ થયેલો હોય. બાકી શબ્દો બીજા ખોટા બધા. જે શબ્દ અનુભવ ના કરાવે એ શબ્દો બધાં ખોટાં, જે શબ્દ અનુભવ કરાવે નહીં કંઈ પણ, એ શબ્દો બધા ખોટા અને જ્યાં શબ્દ ય ના હોય એ છેલ્લી વાત. નિરાલંબ ! પણ શબ્દસ્વરૂપ પ્રાપ્ત થયા પછી નિરાલંબ થાય માણસ. નિરાલંબ એ છેલ્વે સ્ટેશન !