________________
જ્ઞાન - દર્શન
૨૫૯
પ્રશ્નકર્તા : એ દર્શન સચોટ થઈ જાય છે ?
દાદાશ્રી : દર્શન પ્રમાણે જો કદી એ અનુભવ થયાં, તો પછી એ બીજા સંજોગોથી ય અનુભવ ફરે નહીં.
પ્રશ્નકર્તા : હવે એ દર્શનમાં તો એને આવ્યું તો એ અનુભવ શેના આધારે એને થાય છે ?
દાદાશ્રી : એ તો આપણને આ અવસ્થા ઊભી થઈને, એ અવસ્થાઓ આપણે પસાર કરીએ એટલે અનુભવ થઈ જાય આપણને. હવે તારું ગજવું કપાયું. તારા દર્શનમાં છે, પ્રતીતિમાં છે કે ગજવું કપાયું એટલે આપણને કશું લેવા-દેવા નથી. એ તો સામો ગુનેગાર જ નથી, હું જ ગુનેગાર છું. પણ તે ઘડીએ અનુભવ વગર એ રહેવું મુશ્કેલ છે. પછી તને આ આવે.......
પ્રશ્નકર્તા ઃ એક વખત કપાય. એટલે એવું ગજવું કપાવું જોઈએ
એક વખત ?
દાદાશ્રી : ના. કપાય પછી અસર ના થવી જોઈએ અને જ્ઞાન હાજર રહે. પહેલાં અનુભવ થયેલો હોય, તે અત્યારે કામ કરે. નહીં તો અત્યારે બીજી વખતે ય એ અનુભવ ના થયો હોય તો અત્યારે મહીં હાય વલે થઈ જાય. અને પછી ઠેકાણે આવે. પણ એ અનુભવપૂર્વક ના કહેવાય. અનુભવ તો કપાતાંની સાથે જ જાણે કંઈ બન્યું નથી એવું. એ અનુભવ તો પછી જાય નહીં. તેથી જ આ પ્રસંગો તમને હિતકારી એટલા જ માટે છેને ! આ બધા પ્રસંગો જે આવે છે, એ તમને અનુભવ આપવા
આવે છે. એમ ને એમ નથી આવતા. કોઈ ધોલ મારી ગયો તો કંઈ એમ ને એમ મારીને, મફત મારી ગયો ? અનુભવ આપી જાય. કોઈ ધોલ આપે-કરે તો અનુભવ આપશે. તને આપે તો ધ્યાન રાખજે.
પણ એવું બહાર કહી ના દેવું કે મારે આવો અનુભવ કરવો છે, નહીં તો આ જગત તો એવું છે ને મિથ્યાચારી છેને, આમને જોખમ લેતાં વાર નહીં ને ? ‘હઉ થશે, જોઈ લઈશું' કહેશે.
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
જેટલું અનુભવનું પ્રમાણ થયું એટલે ચારિત્રનું પ્રમાણ ચાલુ થઈ જાય. અનુભવનાં પ્રમાણ વગર ચારિત્ર નથી ઉત્પન્ન થતું, નથી પ્રગટ થતું. અને તપ, તે વખતે પેલું મહીં કરવું પડે ને પ્રતીતિ પ્રમાણે. આ ગજવું કપાય, તે પ્રતીતિ પ્રમાણે સ્થિર રહેવામાં તપની જરૂર પડે. એટલે એ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ. જો તપ રહે તો અનુભવ પ્રગટ થતો જાય. ક્રમિકમાં : જ્ઞાત-દર્શત-જ્ઞાત-ચારિત્ર !
૨૦
પ્રશ્નકર્તા : ક્રમિકમાં પહેલું જ્ઞાન બોલાય છે, પછી દર્શન બોલાય
છે એમ કેમ ?
દાદાશ્રી : એ ક્રમિક માર્ગમાં પહેલું જ્ઞાન, પછી દર્શન ને પછી ચારિત્ર. અને આપણા અક્રમ વિજ્ઞાનમાં પહેલું દર્શન પછી જ્ઞાન ને પછી ચારિત્ર. અહીં પહેલું દર્શન એને થાય. પછી જેમ જેમ અનુભવ થતાં જાય, જેટલાં અનુભવનાં અંશ ભેગાં થાય, તેમ તેમ સ્પષ્ટ વેદન થતું જાય. આત્માનું સ્પષ્ટ વેદન થતું જાય. અનુભવ થતાં જાય. તેમ તેમ સ્પષ્ટ વિજ્ઞાન થાય. પછી ‘અનંતા જ્ઞેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં હું સંપૂર્ણ શુદ્ધ છું. સર્વાંગ શુદ્ધ છું.' બધા જ્ઞેય માત્રમાં જાણવામાં પરિણમેલી અવસ્થા હોય છતાંય પોતાને જરાય ડાઘ ના પડે, બધું જુએ-જાણે તો ય.
પ્રશ્નકર્તા : તો ક્રમિક માર્ગમાં ઉપલકીયું જ્ઞાન થાય છે ?
દાદાશ્રી : હા. ઉપલકીયું જ. પહેલું વ્યવહાર ઉપલક થાય. અને પછી એની મેળે કુદરતી રીતે જોઈન્ટ થઈ જાય. નહીં તો ય કોઈ જ્ઞાની પુરુષ તો જોઈએ. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર વ્યવહારથી છે. નિશ્ચયથી દર્શન-જ્ઞાન-ચારિત્ર છે.
પ્રશ્નકર્તા ઃ હા, એ નિશ્ચયથી દર્શન-જ્ઞાન. પણ એમને ક્રમિકમાં, નિશ્ચયથી અમુક વખતે તો આવતું હશે ને, દાદા ?
દાદાશ્રી : હા, આ જ્ઞાનમાંથી, આ શાસ્ત્રજ્ઞાન કરતાં કરતાં કરતાં કરતાં શબ્દજ્ઞાન ઉપર આવી જાય. અને આત્મા શબ્દ ઉપર એને શ્રદ્ધા