________________
જ્ઞાન - દર્શન
૨૫૭
૨૫૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : ના એ એવું નહીં. જાગૃતિ તો આની આ જ રહે. પછી પેલું અનુભવ સંપૂર્ણ થઈ જાય, એટલે કેવળજ્ઞાન જ. જાગૃતિ એકદમ વધી જાય. કેવળ થઈ જાય. બાકી આમાં મુખ્ય જોવાનું છે તો દર્શન જ જોવાનું છે. જ્ઞાન જોવાનું નથી, જોયો જોવાના નથી.
પ્રશ્નકર્તા : એટલે મુખ્ય વસ્તુ દર્શન છે. દાદાશ્રી : હા, મુખ્ય વસ્તુ દર્શન. પ્રશ્નકર્તા : અને એના આધારે એક વખત આખું દર્શનમાં આવી
જાય.
દાદાશ્રી : એનાથી થોડો ઓછો થાય.
પ્રશ્નકર્તા : એટલે આમ સમજણમાં આવે બધી વાત, પણ જે અનુભવમાં આપને જે પહોંચે, આપને અનુભવમાં આવે.
દાદાશ્રી : એ દર્શન તો તમને પૂરું થયેલું છે એકદમ. ફક્ત જ્ઞાનમાં અધૂરું છે. દર્શન તો પૂરું થયેલું છે એટલે તમારી દ્રષ્ટિ ફરી ગઈ છે આખી ય. દર્શન એટલે દ્રષ્ટિ. જે સંસાર સન્મુખ દ્રષ્ટિ તે આખી દ્રષ્ટિ ફરી ગઈ ને આત્મા સન્મુખ થઈ ગઈ. એટલે આખીય ફેરફાર થઈ ગઈ. હવે આત્મસન્મુખનો અનુભવ થવાં જોઈએ. તે હજુ જેવાં જોઈએ એવા થતાં નથી.
એટલે દર્શન તો પૂરું પણ ક્ષાયક દર્શન છે આ. એટલે પૂર્ણપદે દર્શન છે. ફક્ત જ્ઞાનમાં ફેર છે. અને જ્ઞાનમાં ફેર હોવાથી ચારિત્રમાં ફેર છે. જ્ઞાનમાં ફેર એટલે શું ? અત્યારે કોઈ માણસને અપમાન થયું હોય અને પછી એ ઢીલો થઈ જાય એટલે આપણે કહીએ કે અલ્યા, તું તો આત્મા છું, હવે શેનો ઢીલો થઈ જઉં છું ! એમ ન્યાય કરવામાં શૂરો પણ એને પોતાને અપમાન થઈ જાય તો એવો જ થઈ જાય. એનું કારણ શું છે એ અનુભવમાં આવ્યું નથી હજુ જ્ઞાન, એક ફેરો થાય અને પછી ઠેકાણે થઈને અનુભવમાં આવે ત્યાર પછી જોઈએ તો બીજી વખત અનુભવમાં આવેલું હોય. એ અનુભવમાં આવવું જોઈએ, એનું નામ જ્ઞાન. જેની પ્રતીતિ બેઠેલી, તે વસ્તુ જાણવામાં, એટલે અનુભવમાં આવે ત્યારે એ જ્ઞાન કહેવાય. પ્રતીતિ બેઠેલી વાત અનુભવમાં આવે ત્યારે એ જ્ઞાન કહેવાય.
આમ અનુભવથી પ્રગટે જ્ઞાત !
દાદાશ્રી : હા. પછી જ્યાં સુધી અનુભવનું પ્રમાણ ન થાય, ત્યાં સુધી જ્ઞાનનું પ્રમાણ ન થાય. જોયેલું પ્રતીતિમાં બેઠેલું જો અનુભવમાં ના આવે, ત્યાં સુધી એ દર્શનમાં રહે અને અનુભવમાં આવે ત્યારે એ જ્ઞાન થાય.
હવે આપણું છે તે દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. ક્રમિકનું છે તે જ્ઞાનદર્શન-ચારિત્ર છે. એટલે એમનું જે જ્ઞાન છે એ શાસ્ત્રના આધારે, એ શાસ્ત્રમાંથી કે સાંભળેલું હોય, તે બધું મતિજ્ઞાનમાં પરિણામ પામે. અને મતિજ્ઞાન એ એમનું જ્ઞાન છે. તે મતિજ્ઞાન અનુભવમાં આવે ત્યારે દર્શન, પ્રતીતિ સ્થાપિત કરે.
પ્રશ્નકર્તા ઃ તો એને તો એ અનુભવ થઈ ગયો, માટે પ્રતીતિ થઈ.
દાદાશ્રી : હા, અહીં પ્રતીતિ તો પહેલી આપવામાં આવે છે. નહીં તો પ્રતીતિ તો, જ્ઞાનનો અનુભવ થયા પછી પ્રતીતિ થાય.
પ્રશ્નકર્તા : એટલે પ્રાપ્ત સંજોગો એમાં આ દર્શનનો ઉપયોગ કરાય. એટલે એ જે અનુભવ પ્રાપ્ત થાય, એ જ જ્ઞાનનાં રૂપે પરિણમે ને ?
અમને આ જગત આખું દર્શનમાં આવ્યું, પણ જ્યારે અનુભવમાં આવે, ત્યારે એ જ્ઞાન કેવળજ્ઞાન કહેવાય, નહીં તો અનુભવમાં ના આવે તો કેવળજ્ઞાન કેમ કહેવાય ? કેવળદર્શનમાં રહે.
પ્રશ્નકર્તા: એટલે એ જાગૃતિ પછી જ્ઞાન સ્વરૂપે જ થઈ જાય, અનુભવમાં આવે ત્યારે ?
દાદાશ્રી : હા, જેટલા અનુભવ થાય એટલા. પછી એ છે તે જોય થયો. અનુભવ કોનું નામ કહેવાય કે પછી ફરે નહીં.