________________
જ્ઞાન - દર્શન
પ્રશ્નકર્તા : એટલે આ જે બિલિફ છેને, એ સામાન્ય માન્યતાના શબ્દ કહેવાય ?
૨૫૩
દાદાશ્રી : તે બિલિફથી બહુ ઊંચી વસ્તુ છે આ દર્શન. અત્યારે તમને મહીં ચેતવે છે કે નથી ચેતવતું ?
પ્રશ્નકર્તા : ચેતવે છે.
દાદાશ્રી : હં, તો એ પોતે છે તે અનુભવમાં આવ્યા પછી ચેતવે. હવે એ જ્ઞાન કહેવાય. અને ચારિત્ર ક્યારે કહેવાય ? બહારનો ડખો ના હોય. ત્યારે ચારિત્ર રહે. નોકરીઓ-બોકરીઓ ને બધું આમતેમ, કપડાં પહેરવાના ના હોય, બીજી ધાંધલ ના હોય. ચારિત્ર એટલે જ્ઞાતા-દ્રષ્ટા, બસ. એ જ્ઞાતા-દ્રષ્ટા કોના પણ ? ‘ચંદુભાઈ શું કરી રહ્યા છે' એના તમે જ્ઞાતા-દ્રષ્ટા. પોતાની પ્રકૃતિના જ્ઞાતા-દ્રષ્ટા રહેવું, એનું નામ ચારિત્ર.
સમજ, અનુભવ-લક્ષ-પ્રતીતિ તણી !
હા ચારિત્ર એ જ્ઞાન-દર્શનનો ઉપયોગ રહ્યો. જેને જ્ઞાતા-દ્રષ્ટાનો
ઉપયોગ રહ્યો એનું નામ ચારિત્ર. આ વ્યવહાર ચારિત્ર જુદું અને આ ચારિત્ર જુદું છે. ઘણાં ખરાં જ્ઞાતા-દ્રષ્ટાપદમાં રહો છો ને તમે ?
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : તે વખતે તમને ચારિત્ર હોય.
હવે જ્ઞાન પ્રવર્તમાન હોય ત્યારે પચ્યું કહેવાય. એટલે ઉપયોગમાં જ રહેતું હોય. ચારિત્રમાં આવે ત્યારે પચ્યું કહેવાય. પહેલાં ચારિત્ર નહીં, જ્ઞાનમાં છે, ચારિત્રમાં નથી આવ્યું. એટલે જ્ઞાન છે એ ૩૬૦ ડિગ્રી છે. હું આપું છું તે ય ૩૬૦ ડિગ્રીનું.
પ્રશ્નકર્તા : પણ ચારિત્રમાં પૂરેપૂરું નથી આવ્યું ?
દાદાશ્રી : મારું ચારિત્રમાં પૂરેપૂરું નથી આવ્યું.
પ્રશ્નકર્તા ઃ અનુભવમાં પૂરેપૂરું આવી ગયું છે ?
૨૫૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
દાદાશ્રી : અનુભવમાં બધું આવી ગયું છે.
અને તમારે છે તે આનો શું લાભ થાય કે પહેલા પ્રતીતિ બેસી જાય આખી તમને. અને પછી થોડા થોડા અનુભવની શરૂઆત થઈ જાય. પ્રતીતિ તેની તે ઘડીએ જ બેસી જાય. આ જ્ઞાન વિધિમાં બોલતાં'તાં, તે ઘડીએ પ્રતીતિ બેસતી જાય અને પાપો ભસ્મીભૂત થતાં જાય. પહેલાં પાપો ભસ્મીભૂત થાય ત્યાર પછી પ્રતીતિ બેસે. બધા બહુ કાર્યો થયા કરે છે અંદર. એ બે કલાકમાં તો એટલા બધા કાર્યો થઈ રહ્યા મહીં કે અપાર કાર્યો થયા કરે !
પ્રશ્નકર્તા : પણ એ વસ્તુ સમજાતી નથી કે આ પ્રતીતિ બેઠી.
દાદાશ્રી : ના, સમજાય નહીં. સમજવું સહેલું નહીં ને ! પોતાને ખ્યાલમાં આવે કે સાલું, આ કંઈક બેસી ગયું. આપણને એક હીરો હોય, તેની પ્રતીતિ ના બેસે એટલે બધે તપાસ કરી આવીએ. તપાસ કર્યા પછી આપણે એ હીરાને સસ્તામાં સસ્તો કોઈ જગ્યાએ વેચી દઈએ પછી. આપણને કહેતા હોય બે અબજનો પણ આપણને એમ લાગે કે મૂઆ સોબસ્સો-પાંચસો જે આવે તે લઈ લો ને ! કારણ કે પ્રતીતિ બેઠી નથી એટલે અને પ્રતીતિ બેઠેલી છે તે પછી એને દુઃખ હોય, ખાવાનું ના હોય તો ય વેચે નહિ.
પ્રશ્નકર્તા : હા, એની કિંમતનો ખ્યાલ આવી ગયો પછી વેચે નહિ. દાદાશ્રી : એ પ્રતીતિ બેઠી.
પ્રશ્નકર્તા ઃ પ્રતીતિ બેસી જાય પછી. હવે આની અંદર એ કેવી
રીતે ?
દાદાશ્રી : અને પેલી પ્રતીતિ ઊઠી ગઈ.
પ્રશ્નકર્તા : કઈ પ્રતીતિ ?
દાદાશ્રી : ‘હું ચંદુભાઈ છું, આમ છું, તેમ છું,’ બધી રોંગ બિલિફો હતી, તે બધી ઊઠી ગઈ. આનો ફાધર થઉં, આનો મામો થઉં, આનો કાકો