________________
જ્ઞાન - દર્શન
પ્રશ્નકર્તા : હા, એટલે ચેન્જ થાય, બરાબર. પણ ચેન્જ થાય ક્યારે, જાગૃતિ આવ્યા પછી ચેન્જ થાય ને ?!
દાદાશ્રી : આ જ્ઞાન આપીએ પછી એને જાગૃતિ આવી જ જાય.
પ્રશ્નકર્તા ઃ જ્ઞાન આપ્યા પછી જાગૃતિ આવી જાય. એમાંથી ધીમે ધીમે એના આખા જીવનમાં પલટો થતો જાય.
૨૪૭
દાદાશ્રી : હા, પલટો થતો જાય. પછી પોતાના દોષ દેખાતા જાય. આ જગતમાં બધા લોકને પણ પોતાના દોષ ના દેખાય. સામાના દોષ કાઢવા હોય તે બધા કાઢી આપે. અહીં પોતાના દોષો દેખાય. પોતાનું દેખાય બધું.
પ્રશ્નકર્તા : પછી કાંઈક ખરાબ-ખોટું, સારું-નરસું તેનો ખ્યાલ આવે તે અનુભવ કહેવાય ને ?
દાદાશ્રી : ના, અનુભવ નહીં. બાકી બધું પોતાને ખબર પડે, ખ્યાલ આવી જાય એ જ આત્મા. પણ હજુ આ આત્મા, દર્શનાત્મા કહેવાય છે. પછી ધીમે ધીમે, જેમ અનુભવ વધશે ને તેમ જ્ઞાનાત્મા થશે.
પ્રશ્નકર્તા ઃ એ બરાબર છે, દાદા એ તો અનુભવ થયો છે. કે ગુસ્સો આવવાનો હોય, તો તરત જ ખ્યાલ આવી જાય છે, આ જાગૃતિ આવી જાય છે.
દાદાશ્રી : હા, તરત જ આવી જાય. આ જગતમાં જ્ઞાન ના હોયને તો એને પોતાને ભૂલ દેખાય નહીં કોઈ દહાડોય, આંધળો હોય. અને જ્ઞાનવાળાને બધી ભૂલો દેખાય. બધી બહુ દેખાય. ઓહો હો..... રોજ સો- સો ભૂલો દેખાય !
આત્માતો અનુભવ : તપ : ચારિત્ર !
પ્રશ્નકર્તા : હવે જે અનુભવ છે, એને ચારિત્ર કહેવાય ?
દાદાશ્રી : ના, ચારિત્ર નહીં, અનુભવ એટલે, અનુભવ એનું નામ કહેવાય કે જે પ્રતીતિ નક્કી થાય છે કે આ બરોબર છે. એ જેમ જેમ
૨૪૮
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
અનુભવ નક્કી થાય એમ કરતાં કરતાં જ્ઞાન તૈયાર થઈ જાય. પ્રશ્નકર્તા ઃ તો ચારિત્રમાં ક્યારે આવ્યું કહેવાય ?
દાદાશ્રી : એ તો જ્ઞાન અને દર્શનનું ફળ આવે ત્યારે ચારિત્ર કહેવાય. જેટલા પ્રમાણનો અનુભવ, એટલા પ્રમાણમાં વીતરાગતા એટલું જ ચારિત્ર કહેવાય. તપ વગર ચારિત્ર ના હોય. જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય. તપને જોવું-જાણવું એ જ ચારિત્ર.
પ્રશ્નકર્તા : તો અત્યારે દર્શનમાં આવ્યા પછી એને ગેડ બેઠી અને એને જ્ઞાનમાં નક્કી થયું કે હું શુદ્ધાત્મા છું. તો...
દાદાશ્રી : એ અનુભવ થયો કહેવાય. જેટલો અનુભવ થાય છે, એટલું એને અંશ જ્ઞાન થાય, એવું પછી સર્વાંશ જ્ઞાન થાય અને દર્શન તો સર્વાંશ જ આપેલું છે, કેવળદર્શન આપ્યું છે. પણ જેટલું જ્ઞાન થાય ત્યારે ચારિત્ર વર્તે. તે જેમ જેમ જ્ઞાન થતું જાય તેમ ચારિત્ર વધતું જાય પાછું.
પ્રશ્નકર્તા ઃ એટલે અનુભવ વખતે અંશજ્ઞાન પરિણામ પામ્યું કહેવાય ? દાદાશ્રી : અનુભવમાં આવ્યું તેટલું જ જ્ઞાનમાં આવ્યું કહેવાય. અનુભવમાં ના આવ્યું, એને જ્ઞાન ના કહેવાય.
પ્રશ્નકર્તા : તો અનુભવમાં આવે એટલે તેટલાં અંશે ચારિત્રમાં આવે જ ને ?
દાદાશ્રી : પછી ચારિત્રમાં આવે. અહીં જ્ઞાન આપીએ છીએ, દર્શન તો ત્યારથી જ છે. હવે જેમ અનુભવ થતો જાય એ જ્ઞાન. પછી રોજ મહીં સત્સંગમાં બેસોને એટલે જ્ઞાની દશા, તેનાં પર્યાય બધાં પૂરાં થઈ જાય. અને અનુભવ ને દર્શન બે ગુણાકાર થાય એટલે ચારિત્ર વર્તે. દર્શન થયા પછી જેમ જેમ જ્ઞાન જ્ઞાન પરિણામ પામે, તેમ ચારિત્ર ઉત્પન્ન થાય એટલે જ્ઞાન અને દર્શનનું ફળ આવે. તેમ હવે ચારિત્ર મહીં આવતું જશે. એ જેટલું તપ કરો એટલું ચારિત્ર ઉત્પન્ન થાય ! જ્યારે જ્યારે ચારિત્ર હોય