________________
૨૪૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
[૫.૧] જ્ઞાત - દર્શન
વ્યાખ્યા રાત્રય તણી ! પ્રશ્નકર્તા : જ્ઞાન, દર્શન અને ચારિત્ર વિશે સમજાવો. દાદાશ્રી : વ્યવહાર જ્ઞાન-દર્શન જાણવું છે કે પરમાર્થ ? પ્રશ્નકર્તા : પરમાર્થ.
પ્રતીતિ બેસે તો ચારિત્રમાં આવી જાય અને મોક્ષ થાય.
પ્રશ્નકર્તા : પેલું વાક્ય છે ને “સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્રાણી મોક્ષમાર્ગ.” દર્શન અને જ્ઞાન અને સંપૂર્ણ અવસ્થામાં હોય, એને જ મોક્ષમાર્ગ કહેવામાં આવે છે, એવું નથી ?
દાદાશ્રી : ના, ના, એવું નહીં, સમ્યક્ દર્શન, જ્ઞાન, ચારિત્ર એ ત્રણે મોક્ષમાર્ગ. એટલે કહે છે કે બીજો બધો બંધનમાર્ગ છે. જો આમાં આવ્યા, આમાંથી એક પદમાં આવ્યા ત્યારથી જ મોક્ષમાર્ગ શરૂ થાય. બીજા મિથ્યામાર્ગ એ બધો સંસાર માર્ગ અને આ સમ્યક્ માર્ગ એ જ મોક્ષમાર્ગ છે. સમ્યક્ દર્શન, સમ્યક્ જ્ઞાન અને સમ્યક્ ચારિત્ર !
પ્રશ્નકર્તા : સમ્યક્ દર્શનની વ્યાખ્યા કરશો.
દાદાશ્રી : સમ્યક્ દર્શન એટલે ભ્રાંતિક દર્શનનો અભાવ થઇ જાય. ભૌતિક ચીજોમાં સુખ નથી એવું “એને' ભાન થાય છે, એવી શ્રધ્ધા બેસી જાય છે. સનાતન સુખ ‘આત્મા'માં છે એ પ્રતીતિ બેઠી, એનું નામ સમ્યક દર્શન કહેવાય.
પ્રશ્નકર્તા અને સમ્યક્ જ્ઞાન ને સમ્યક્ ચારિત્ર વિષે કંઈક કહો.
દાદાશ્રી : હવે જે સમ્યક્ દર્શન થયું, તે પછી જે બીજાં અનુભવો થતાં આવે. જેમ જેમ અનુભવ થાય, તેમ સમ્યક્ જ્ઞાનનાં અંશ વધતા જાય. સમ્યક્ દર્શનથી જે અનુભવ થાય, તેમ સમ્યક્ જ્ઞાનના અંશ વધતા જાય. એટલે સમ્યક દર્શન ને સમ્યક્ જ્ઞાનની દશા વધી જાય એટલે સમ્યક્ ચારિત્ર ચાલુ થઇ જાય. રાગ-દ્વેષ રહિતનું ચારિત્ર હોય, એનું નામ સમ્યક્ ચારિત્ર.
મોક્ષ તો સ્વભાવ જ છે પોતાનો ! જ્ઞાન-દર્શન-ચારિત્ર સમ્યક્ થાય, એનું નામ મોક્ષ. આ જ્ઞાન-દર્શન-ચારિત્ર મિથ્યા છે, તેને બદલે જો સમ્યક થઈ જાય એટલે મોક્ષ જ છે.
પ્રશ્નકર્તા એ સંસારમાંય મિથ્યા જ્ઞાન-દર્શન-ચારિત્ર હોય છે ને ?
દાદાશ્રી : પરમાર્થ ! પરમાર્થ જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, આત્મા સીધો જ પ્રાપ્ત કરવાનો, બીજી વચ્ચે કોઈ ડખલ નહીં. આત્મા પ્રાપ્ત કરવાનું જ્ઞાન એ જ્ઞાન કહેવાય. એ કાં તો પુસ્તકથી પ્રાપ્ત થયું હોય કે સાંભળવાથી થયું હોય, શ્રુતજ્ઞાનથી પ્રાપ્ત થયું હોય. એ જ્ઞાન પ્રાપ્ત થયા પછી એને દર્શન એટલે પ્રતીતિ બેસે. પ્રતીતિ કે આ જ્ઞાનમાં કહે છે, એમ જ છે, એનું નામ દર્શન. અને એવી પ્રતીતિ બેસે તો ચારિત્રમાં આવે. પ્રતીતિ બેસે નહીં ત્યાં સુધી ચારિત્રમાં આવે નહીં. પ્રતીતિ, એને સમ્ય દર્શન કહેવાય. અને આ સંસારની પ્રતીતિ બેઠી છે એ મિથ્યાદર્શન છે, એ વિનાશી છે. એમાં સુખ હોય જ નહીં, માનેલું સુખ છે. સાચું સુખ એક ક્ષણ કોઈ જગ્યાએ હોઈ શકે નહીં. જે સુખ છે એ કલ્પિત સુખ છે અને તે પાછું અંતવાળું છે. અને પેલું નિર્વિકલ્પ સુખ છે અને પરમેનન્ટ, સનાતન છે એ સુખ. એટલે એક ફેરો સાંભળ્યું, એ જ્ઞાન સાંભળ્યા પછી