________________
શાન - અજ્ઞાન
૨૩૩
૨૩૪
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
બુદ્ધિ વિલાસ. પણ આમાં ઊંડો ઉતર્યો હોય તો ય બુદ્ધિ તો બધાને હોય. પણ આમાં ઊંડો ઉતર્યો હોય તો, ઈન્કમટેક્ષ એક્સપર્ટ હોય તો ઈન્કમટેક્ષથી, નિવેડો લાવી આપે.
બાકી ભગવાન તો વિજ્ઞાન સ્વરૂપ. ભગવાન એટલે વિજ્ઞાન સ્વરૂપ
પ્રશ્નકર્તા: ભગવાન વિજ્ઞાન સ્વરૂપે છે, જ્ઞાન સ્વરૂપે નથી એટલે?
દાદાશ્રી : હા, જ્ઞાન સ્વરૂપ નથી. જ્ઞાન તેનું નામ કહેવાય કે તમે કરો એ જ્ઞાનમાં જે કહ્યું હોય એ પ્રમાણે કરો તો થાય. અને વિજ્ઞાન તમારે ના કરવું પડે. એની મેળે જ કામ કર્યા કરે. અમે આ જ્ઞાન આપ્યું ને, વિજ્ઞાન એટલે એ તો અંદર કામ કર્યા જ કરે એની મેળે. આ તમને ઊલટાં ફેરવે કે એય આમ નહીં.
વિજ્ઞાન એટલે દરઅસલ આત્મા જ અને જ્ઞાન એટલે આત્મા નહીં.
જે જ્ઞાન ફળ આપે એ વિજ્ઞાન કહેવાય. એટલે આપણું આ વિજ્ઞાન છે. એટલે તરત અંદર કામ કરે ને ચેતવે. અને કોઈ જ્ઞાન એવું ના હોય અંદર ચેતવે.
ખરી રીતે તો જ્ઞાન એ જ આત્મા છે. પણ આ વિજ્ઞાન ના કહીએ તો લોકો બધાંય કહેશે “અમારું જ્ઞાન છે ને ! તો અમારો આત્મા નહીં ? ત્યારે કહે, ના, એ ન હોય. આત્મા તો મહીં કાર્યકારી હોવી જોઈએ. એનું ફળ તો, આવવું જોઈએ કે ના આવવું જોઈએ ?
પ્રશ્નકર્તા : ફળ આવવું જોઈએ.
દાદાશ્રી : અફીણ ખાય તો અફીણ તરત એનું ફળ આપે કે ના આપે? થોડીવાર ખાધા પછી ઝોકાં ખવડાવે કે ના ખવડાવે અફીણ ? અને દારૂ આટલો પીધો હોય તો ?
પ્રશ્નકર્તા : એ ય ઝોકાં.
દાદાશ્રી : એય ઝોકાં ખવડાવે નહીં ? એવું આ એનું જ્ઞાન ફળ ના આપેને ! આ તો કેટલાય વખતથી શાસ્ત્રો વાંચી વાંચીને, એની એ જ જગ્યા ઉપર જ આધાંય નહીં, પાછાંય નહીં, એનાં એ જ રાગ-દ્વેષ. જેનાથી રાગ-દ્વેષ ઘટે, એનું નામ જ્ઞાન કહેવાય. આર્તધ્યાન-રૌદ્રધ્યાન બંધ થાય એનું નામ જ્ઞાન. અને આર્તધ્યાન-રૌદ્રધ્યાન હોય ત્યાં સુધી જ્ઞાન જ કેમ કરીને કહેવાય ?
એટલે આપણે એને વિજ્ઞાન કહ્યું. આ કાળમાં ખરી રીતે વિજ્ઞાન જ છે. પણ જ્ઞાન કહી શકાય. પણ આ જ્ઞાનનો દુરુપયોગ કરે છે એટલે આપણે વિજ્ઞાન કહ્યું. લોકો એ વિજ્ઞાન શી રીતે બોલશે પછી ? જ્ઞાનમાં તો અમેય શાસ્ત્રો વાંચીએ. પણ શાસ્ત્ર વાંચો એ જ્ઞાન ના ચાલે. જ્ઞાન આત્માનું જોઈશે. સાકર ગળી છે એ શબ્દ તો બધાંય જાણે છે પણ ગળી એટલે શું? પૂછે ત્યારે શું કહે ?
પ્રશ્નકર્તા: ના, એ તો અનુભવની વાત છે.
પ્રશ્નકર્તા : જ્ઞાન એટલે આત્મા નહીં ? તો આત્માને જ્ઞાનનો પીંડ કહેવામાં આવે છે, દાદા.
દાદાશ્રી : હા, જ્ઞાનનો પીંડ કહે છે તે બરોબર છે. પણ એ ભાષામાં બરોબર છે પણ આ જ્ઞાન છે તે જ્યાં સુધી વિજ્ઞાન ના થાય ત્યાં સુધી આત્મા કહેવાય જ નહીં. પણ છતાં એણે શબ્દમાં તો એમ જ કહ્યું છે, જ્ઞાન એ જ આત્મા છે. છેવટે જ્ઞાન એ જ આત્મા છે પણ કર્યું જ્ઞાન ? વિજ્ઞાન જ્ઞાન.
જ્ઞાન બે પ્રકારના. જે આપણે જાણીએ છતાં કશું થાય નહીં ને ફળ આવે નહીં, એ પપૈયું નહીં આવતું ?
પ્રશ્નકર્તા : જી હા.
દાદાશ્રી : તે ઝાડ આખું હોય, પાણી રોજ પાઈએ તો ય પણ ફૂલાં આવે, પણ ફળ ના બેસે. એટલે આ જ્ઞાન, જે શુષ્કજ્ઞાન કહેવાય છે. અને