________________
જ્ઞાન - અશાન
૨૨૯
૨૩૦
આપ્તવાણી-૧૩ (ઉતરાર્ધ)
અંત આવે.
પ્રશ્નકર્તા : જે વ્યવહાર આત્માને પણ ભગવાન બનાવવાનો છે. પુદ્ગલને પણ ભગવાન બનાવવાનું છે. એટલે કઈ રીતે બનાવવાનું ?
દાદાશ્રી : આ બનાવી રહ્યા તે રીતે. જ્ઞાની પાસે બેસો તો તમે એટલાં જ્ઞાની થાવ પાછાં. હું સર્વજ્ઞની પાસે રહું તો હું સર્વજ્ઞ થાઉ. તમે છે તો મારા જોડે રહો તો મારા જેવાં થાવ, એમ કરતાં કરતાં બધું થતું થતું થઈ રહ્યું છે.
છેવટે પોતાનું સ્વરૂપ જાણશે ત્યાર પછી સ્વરૂપમય થઈ જશે જ્યારે ત્યારે. પહેલા શ્રદ્ધામાં આવે. પછી ધીમે ધીમે જ્ઞાનમાં આવે ને પછી વર્તનમાં આવે. તે વર્તનમાં આવે તો પુરું થઈ ગયું. જ્ઞાન-દર્શન-ચારિત્ર અને તપ પૂરું થઈ ગયું.
શુદ્ધ જ્ઞાત રાખે નિર્ભેળ ! શુદ્ધ જ્ઞાનથી મોક્ષ. સદ્જ્ઞાનથી સુખ ને વિપરીત જ્ઞાનથી દુઃખ. જ્ઞાન પોતે જ મુક્તિ છે. જે જ્ઞાન અનાત્મામાં ભેળા નથી થવા દેતું, પુદ્ગલમાં ભેગા નથી થવા દેતું તે જ્ઞાન, એ જ આત્મા છે. આત્મા ખોળવો હોય તો આ છે. જે જ્ઞાન પરભાવમાં ભેગું ના થવા દે, પરરમણતામાં ભેગું ના થવા દે એ જ્ઞાન અને એ જ આત્મા. હોમ ડિપાર્ટમેન્ટમાં રાખે, ફોરેનમાં પેસવા ના દે.
તો ભગવાન કેવા હશે ? ત્યારે મેં કહ્યું, ભગવાન શુદ્ધ જ છે. શુદ્ધ જ્ઞાન સિવાય ભગવાન બીજી કોઈ વસ્તુ નથી. પણ શુદ્ધ જ્ઞાન કોને કહેવું ? કયા થર્મોમીટર ઉપર શુદ્ધ જ્ઞાન કહેવાય ? ત્યારે કહે, જે જ્ઞાનથી રાગદ્વષ ને ભય ના થાય તે જ્ઞાન શુદ્ધ જ્ઞાન. અને શુદ્ધ જ્ઞાન એ જ પરમાત્મા.
જ્યોતિ સ્વરૂપ શુદ્ધ જ્ઞાન, પરમ જ્યોતિ સ્વરૂપ તે જ પરમાત્મા, પરમાત્મા કંઈ છૂળ વસ્તુ નથી, જ્ઞાન સ્વરૂપે છે. એબ્સોલ્યુટ જ્ઞાન માત્ર છે. એબ્સોલ્યુટ એટલાં જ માટે કે એમાં બીજી કોઈ વસ્તુ ભળેલી નથી અને ભળે તેમ છે ય નહીં.
સનાતન જ્ઞાન એ પોતે જ આત્મા છે. આત્મા એ જ્ઞાન છે. જ્ઞાન એ આત્મા જ છે બધું, એકનું એક છે. તે જ પરમાત્મા છે. બીજાં કોઇ પરમાત્મા ખોળવાની જરૂર નથી. તમારી મહીં પરમાત્મા ય બેઠેલાં છે. આત્મા ય બેઠેલો છે ને દેહધારી બેઠેલા છે. મૂર્ત ય બેઠેલો છે ને અમૂર્ત ય બેઠેલો છે.
શુદ્ધ જ્ઞાત એ જ આત્મા ! પ્રશ્નકર્તા : જ્ઞાન એ જ આત્મા છે, એ કેવી રીતે બને ? જરા સમજાવો.
દાદાશ્રી : એ પોતે જ આત્મા છે. હવે આ લોકોને સમજાય નહીંને ! પણ લોક તો શું સમજે કે આત્મા નામનું કશુંક વસ્તુ હશે ! તે વસ્તુ ખરી પણ વસ્તુ લોકો પોતાની દ્રષ્ટિમાં આવે એવું ખોળે છે. એની સાચી વાત કોણ બહાર પાડે ? આ તો જ્ઞાની એકલા જ બહાર પાડે, બીજા કોઈ આને સમજે જ નહીં ને ! કૃષ્ણ એ જ જ્ઞાન અને શાન એ જ કૃષ્ણ. આ દાદા ભગવાને એ જ્ઞાન અને જ્ઞાન એ જ દાદા ભગવાન. જ્ઞાન એ જ મહાવીર અને મહાવીર એ જ જ્ઞાન. પણ આ લોકો કહે છે એ જ્ઞાન નહીં, વિજ્ઞાન કહેવાય પેલું. આ લોકો કહે છે, એ જ્ઞાન જો કહીએને, તો તો પછી એની જોડે તોલ-તોલ કરે. એટલે એબ્સોલ્યુટ જ્ઞાન જે છે, એને કેવળજ્ઞાન કહે છે, તે જ આત્મા. અને કેવળજ્ઞાનનો અર્થ એબ્સોલ્યુટ જ્ઞાન. અને એબ્સોલ્યુટ છે જ એ પોતે. કેવળજ્ઞાન એનું નામ જ આત્મા.
જ્ઞાનના પ્રકાર ! બે પ્રકારના જ્ઞાન છે. એક માયાવી જ્ઞાન અને એક આત્માનું જ્ઞાન. એ માયાવી જ્ઞાન કોણે શીખવાડ્યું ?
પ્રશ્નકર્તા: એ તો અનાદિથી ચાલતું આવ્યું છે ને, એમાં કોઈએ શીખવવાનું હોય ?
દાદાશ્રી : અને સાચું જ્ઞાન હોય ત્યારે ભગવાન દેખાય.